________________
| અધ્યયન-૧/ઉદ્દેશક-૪.
| પ૭ |
તર્કસંગત પણ નથી હોતી. જેમ કે કેટલાક ક્રિયાવાદી અવ્યક્ત હિંસાને કર્મબંધનું કારણ માનતા નથી. અવ્યક્ત હિંસાના ચાર પ્રકારનાં પહેલી માનસિક હિંસા બતાવે છે. શરીરથી હિંસા ન કરે પણ મનમાં હિંસાના ભાવ–રાગ-દ્વેષના પરિણામ આવે તે ભાવહિંસા જ છે. તેનાથી કર્મબંધ ન થાય તે વાત તર્કસંગત નથી.
૨. તેઓ આત્મભાવમાં સ્થિત નથી. તેઓ પોતાના મતથી અષ્ટ સિદ્ધિ પ્રાપ્તિ થાય છે, તેમ જણાવે છે. અષ્ટસિદ્ધિ–સુવર્ણસિદ્ધિ વગેરે સિદ્ધિઓ તો ભૌતિક જગતની સિદ્ધિ છે. તેને અધ્યાત્મ સાથે કોઈ સંબંધ નથી. તેઓ યૌગિક ઉપલબ્ધિઓ, ભૌતિક–લૌકિક સિદ્ધિઓને જ મુક્તિ માને છે. પરિણામે કર્મબંધ રોકવાના અહિંસાદિ પાંચ કારણોને સ્વીકારવાની તેઓને આવશ્યકતા રહેતી નથી. સાધના-આરાધના, તપશ્ચર્યા વગેરેનું વિધાન પણ સ્વર્ગાદિ કામનાઓથી જ કરવામાં આવે છે, તેથી તેઓ સંવૃત્ત નથી. જ્યાં સુધી ઇન્દ્રિયો સંવૃત્ત ન બને ત્યાં સુધી કર્મપ્રવાહ આવ્યા જ કરે અને ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત થતો નથી. આવા અસંવૃત્ત પ્રાવાદુકો દીર્ઘકાળ પર્યત અનંત સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. દેવગતિમાં જાય તોપણ અલ્પઋદ્ધિવાળા કિલ્વીષી આદિ દેવ રૂપે ઉત્પન્ન થાય છે.
છે અધ્યયન ૧/૩ સંપૂર્ણ છે ચોથો ઉદ્દેશક
LogogosOCOCOCOYCOXCOGEXCOGEXCOXCOGECE GEGETEG મુનિધર્મ ઉપદેશ -
एते जिया भो ! ण सरणं, बाला पंडियमाणिणो ।
हिच्चा णं पुव्वसंजोगं, सिया किच्चोवएसगा ॥ શબ્દાર્થ - કો = હે શિષ્યો ! તે = આ અન્યતીર્થિઓ, fજય = કામક્રોધ આદિથી જીતાયેલા છે, જ સર = તેથી આ લોકો પોતાના શિષ્યની રક્ષા કરવામાં સમર્થ નથી, વાસા = તેઓ અજ્ઞાની છે છતાં, પડિયાળો પોતાને પંડિત માને છે, પુષ્યસંગો હિન્દ્રા = તે લોકો પોતાના ભાઈઓ આદિ પૂર્વ સંબંધ છોડીને,સિયા = બીજા પરિગ્રહ અને આરંભમાં આસક્ત છે, શિષ્યોવાસT= તે લોકો ગૃહસ્થના કૃત્યનો ઉપદેશ કરે છે. ભાવાર્થ:- હે શિષ્યો ! આ પૂર્વોક્ત અન્યતિર્થી સાધુ કામ, ક્રોધ આદિથી અથવા પરીષહ-ઉપસર્ગરૂપ શત્રુઓથી પરાજિત છે, તેથી તે શરણ લેવા યોગ્ય નથી અથવા પોતાના શિષ્યોને શરણ દેવામાં સમર્થ નથી. તેઓ અજ્ઞાની છે છતાં પણ પોતાને પંડિત માને છે. પિતા, બંધુ વગેરે પૂર્વ સંબંધને છોડીને પણ બીજા આરંભ પરિગ્રહમાં આસક્ત રહે છે તથા ગૃહસ્થના પાપકારી કાર્યોનો ઉપદેશ આપે છે.
तं च भिक्खू परिण्णाय, विज्ज तेसु ण मुच्छए । अणुक्कसे अप्पलीणे, मज्झेण मुणि जावए ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org