________________
૫
|
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
का सिद्धा य तो अरोगा य, इहमेगेसिं आहियं ।
सिद्धिमेव पुराकाउं, सासए गढिया णरा ॥ શબ્દાર્થ – તે = તેઓ, સિદ્ધ = સિદ્ધ પુરુષ, ગરો ય = નિરોગી હોય છે– રોગરહિત હોય છે, સિનેિવ પુરાકં = સિદ્ધિ ને જ સામે રાખીને, = તે અન્યદર્શની મનુષ્ય, લાલ = પોતાના દર્શનમાં, ઢિયા = ગૂંથાયેલા રહે છે. ભાવાર્થ:- આ સંસારમાં કેટલાક મતવાદીઓનું કથન છે કે અમારા મતના અનુષ્ઠાનથી જે સિદ્ધિ પ્રાપ્ત કરે તે નીરોગી હોય છે. તે અન્યદર્શની સિદ્ધિને જ આગળ રાખીને પોતપોતાના દર્શનમાં આસક્ત રહે છે.
असंवुडा अणाईयं, भमिहिंति पुणो पुणो ।
कप्पकालमुवति, ठाणा आसुर किव्विसिय॥-त्ति बेमि શબ્દાર્થ - અસંgs = અસંવૃત, ઇન્દ્રિય વિજય રહિત, અખાદ્ય = આદિ રહિત આ સંસારમાં,
નો પૂળો = વારંવાર, મહંત = ભ્રમણ કરશે તથા, વMવIR = ચિરકાળ પર્વત, અસુરબ્રિગ્વિસિય ઢાળ = અસુર સ્થાનમાં કિલ્વિષીરૂપે, વMતિ = તેઓ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ:- તે અન્યતીર્થિઓ અસંવત્ત-ઈદ્રિય અને મન સંયમથી રહિત હોવાથી, આ અનાદિ સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. તેઓ કલ્પકાળ પર્યત-ચિરકાળ સુધી અસુરો–ભવનપતિ દેવો તથા કિલ્વિષિક (નિમ્ન કોટીના) દેવોનાં સ્થાનોમાં ઉત્પન્ન થાય છે.
વિવેચન :
આ પાંચ ગાથામાં શાસ્ત્રકારે પોતાની પ્રશંસા કરનાર અતિર્થીઓની અવસ્થા તથા ગતિનું દર્શન કરાવ્યું છે. આ ત્રીજા ઉદ્દેશકમાં જગત્કતૃત્વ વાદ અને અવતારવાદના નિરૂપણ પછી આ ખંડનાત્મક અંતિમ પાંચ ગાથાઓ, તે બંને મતાવલંબીના ખંડન માટે છે તેમ ઉપલક દષ્ટિએ લાગે પરંતુ ગાથામાં પુતો પવાડા સર્વે- બધા પ્રાવાદુકો અલગ રીતે પોતાના મતની પ્રશંસા કરે છે તેમ કહ્યું છે. તે સૂચવે છે કે આ ત્રણે ઉદ્દેશકમાં જે જે વાદીઓનું કથન છે. તે સર્વે દર્શનોને શાસ્ત્રકારે પ્રાવાદુક' કહેલ છે. પૂર્વોક્ત સર્વ દર્શનકારોને પ્રાવાદુક કહેવાના બે કારણ છે. (૧) તેઓ કાર્ય- કારણ વિહીન, યુક્તિથી અસંગત એવા પોતાના મતની પ્રશંસા કર્યા કરે છે અને (૨) તેઓ આત્મભાવોના વિચારમાં સ્થિત નથી.
૧. આ વાદીઓ કાર્ય-કારણ ભાવનો વિચાર કરતા નથી. જેમ કે અવતારવાદીઓ એમ કહે છે કે શુદ્ધ એવા મુક્તાત્માઓ રાગદ્વેષ કરે છે અને પુનર્જન્મ મરણને ધારણ કરે છે. કર્મનું કારણ રાગ-દ્વેષ છે. તે બળી ગયા પછી રાગ-દ્વેષ કેવી રીતે થાય અને જન્મ પણ કેવી રીતે ધારણ કરે? અન્ય દાર્શનિકોની વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org