________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૩
_.
- ૫૧ |
જગત કતૃત્વવાદનું નિરાકરણ - શાસ્ત્રકારે જગત કર્તુત્વવાદને સ્વીકારનારને અજ્ઞાની અને મિથ્યા ભાષણ કરનાર કહ્યા છે. આ સર્વ જગકર્તુત્વવાદી પોતાના વિચાર માત્રથી લોકને કૃત કહે છે તથા લોકને એકાંત વિનાશી કહે છે તે યુક્તિ સંગત નથી. મૂળ ગાથામાં સંકેત માત્ર છે કે અવિનાશી લોકને કૃત અથવા વિનાશી કહેવો, તે લોકના યથાર્થ સ્વભાવને જાણ્યા વિનાનું કથન છે. વૃત્તિકારે આ પંક્તિની વ્યાખ્યા કરતા કહ્યું છે કે વાસ્તવમાં આ લોક ક્યારે ય સર્વથા નષ્ટ થતો નથી, કેમ કે દ્રવ્ય રૂપથી તે સદેવસ્થિત રહે છે. આ લોક અતીતમાં પણ હતો, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. તેથી આ લોક કોઈ દેવ, બ્રહ્મા, ઇશ્વર, પ્રકૃતિ, વિષ્ણુ, શિવ આદિ દ્વારા બનાવેલ નથી. જો લોકની ઉત્પત્તિ હોત તો તેનો નાશ થાત પરંતુ લોક એકાંતે એક સમાન જ રહે તેમ નથી. તેથી લોક દેવ વગેરે દ્વારા લોકનું કર્તુત્વ સિદ્ધ કરી શકે. ઇશ્વર કર્તુત્વવાદીઓએ લોકને વિભિન્ન પદાર્થોને કાર્ય બતાવીને કુંભારના ઘટરૂપ કાર્યના કર્તાની જેમ ઇશ્વરને જગત કર્તુત્વરૂપ કાર્યના કર્તા સિદ્ધ કરવાના પ્રયાસ કર્યા છે, પરંતુ લોક દ્રવ્યરૂપથી નિત્ય હોવાને કારણે કાર્ય છે જ નહીં. પર્યાય રૂપથી અનિત્ય છે, જગત કાર્યના કર્તાની સાથે કોઈ અવિનાભાવ સંબંધ નથી.
કતવાદીઓની સમક્ષ બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તેમનો સૃષ્ટિકર્તા, આ સૃષ્ટિને સ્વયં ઉત્પન્ન થઈને બનાવે છે કે ઉત્પન્ન થયા વિના બનાવે છે? જો સ્વયં ઉત્પન્ન થયા વિના સૃષ્ટિ બનાવે તેમ કહે તો સ્વયં જેનું અસ્તિત્વ નથી તે બીજાને કેવી રીતે બનાવી શકે? જો ઉત્પન્ન થઈને બનાવે છે તો સ્વયં ઉત્પન્ન થાય છે કે બીજા દ્વારા ઉત્પન્ન કરાય છે? જો કોઈ કર્યા વિના સ્વયં ઉત્પન્ન થાય છે તો આ જગતને પણ સ્વયં ઉત્પન્ન થયેલું કેમ ન માનવું? જો બીજાથી ઉત્પન્ન થઈને લોકને બનાવે છે. તો એ બીજાને કોણે ઉત્પન્ન કર્યા છે? તે પણ ત્રીજાથી ઉત્પન્ન થયા છે અને ત્રીજા ચોથાથી ઉત્પન્ન થયેલા માનવા પડશે. આ રીતે ઉત્પત્તિનો પ્રશ્ન ઊભોને ઊભો જ રહેવાથી અનવસ્થા દોષ આવશે. આ તર્કનો કતવાદીઓ પાસે કોઈ ઉત્તર નથી.
ત્રીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે તે સૃષ્ટિકર્તા નિત્ય છે કે અનિત્ય? નિત્ય કહે તો આકાશની જેમ વ્યાપક હોય અને એક સાથે અથવા ક્રમથી તેમાં પણ ક્રિયા સંભવે નહીં. કારણ કે તે તો પોતાની જગ્યાએથી હલી પણ ન શકે અને ન તેનો સ્વભાવ બદલી શકે. જો તે અનિત્ય છે તો ઉત્પત્તિ પછી સ્વયં વિનાશી હોવાને કારણે નષ્ટ થઈ જશે. તેથી તેનો કોઈ ભરોસો નહીં કે તે જગતને બનાવશે, કારણ કે નાશવંત હોવાથી પોતાનું રક્ષણ કરવામાં અસમર્થ હોઈ તે બીજાની ઉત્પત્તિ માટે વ્યાપાર અથવા ચિંતા શું કરી શકે ? આ રીતે સૃષ્ટિકર્તા નિત્ય-અનિત્ય સિદ્ધ થઈ શકતા નથી.
હવે પ્રશ્ન એ છે કે તે સૃષ્ટિ કર્તા મૂર્તિ છે કે અમૂર્તિ? જો તે અમૂર્ત છે તો આકાશની જેમ તે પણ અકર્તા છે. જો મૂર્તિમાન છે તો કાર્ય કરવા માટે તેને સાધારણ પુરુષની જેમ ઉપકરણોની અપેક્ષા રહેશે. તે ઉપકરણ બનાવવા માટે બીજા ઉપકરણો જોઈએ. તે ઉપકરણો ક્યાંથી આવશે? તેનો ઉત્તર જ નથી. માટે મૂર્ત—અમૂર્ત સૃષ્ટિકર્તા સ્વીકાર્ય નથી. ઇશ્વર દ્વારા સૃષ્ટિની રચના માનવાથી તેમાં અન્યાયી, અબુદ્ધિમાન, અશક્તિમાન, પક્ષપાતી, ઇચ્છા, રાગ દ્વેષાદિ વિકારોથી લેપાયેલા તે બની જશે અને આવા અનેક દોષોનો પ્રસંગ આવશે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org