________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
દ્વારા ગ્રાહ્ય, સૂક્ષ્મ, અવ્યક્ત, સનાતન, સર્વભૂતમય એવમ્ અચિંત્ય સ્વયંભૂ સ્વતઃ ઉત્પન્ન થયા. ધ્યાન કરીને પોતાના શરીરથી વિવિધ પ્રજાઓની સૃષ્ટિ કરી. તેમણે સર્વ પ્રથમ પાણી બનાવ્યું, પછી તેમાં બીજ ઉત્પન્ન કર્યું અને તેમાંથી આખા જગતની રચના થઈ.
૫૦
(૬) મારેળ સંઘુયા– મારરચિત લોક :– 'માર'ના અહીં બે અર્થ કરવામાં આવ્યા છે જે મારે છે, નષ્ટ કરે છે તે માર–મૃત્યુ કે યમરાજ. પૌરાણિક કહે છે– સ્વયંભૂએ લોકને ઉત્પન્ન કરીને અત્યંત ભારના ભયથી જગતને મારનારા માર એટલે કે મૃત્યુ–યમરાજ બનાવ્યો. મારે(યમે) માયા રચી. તે માયાથી પ્રાણીઓ મરે છે. મારનો બીજો અર્થ વિષ્ણુ કરવામાં આવે છે. આચાર્ય નાગાર્જુનીય વાચનાની પ્રતોમાં આ ઉદ્દેશકમાં પાઠાંતર રૂપે નિમ્નોક્ત ગાથા જોવા મળે છે.
अतिवुड्डीयजीवाणं, मही विणते पभुं । ततो से माया संजुत्ते, करे लोगस्सऽभिद्दवा ॥
પૃથ્વીએ પોતાના પર જીવોનો ભાર વધી જવાથી વિષ્ણુ પ્રભુને વિનંતી કરી અને વિષ્ણુએ લોકોના નાશ કરવા લોકને માયા યુક્ત બનાવ્યો.
વૈદિક ગ્રંથોમાં એક પ્રસિદ્ધ ઉક્તિ છે– વિષ્ણોર્નીયા માવતી, પયા સમ્મોહિત બાત્ વિષ્ણુની માયા ભગવતી છે, જેમણે સારા ય જગતને સંમોહિત કરી દીધું છે.
કઠોપનિષદમાં સ્વયંભૂની માયાના સંબંધમાં કહ્યું છે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય જેમના માટે ભાત (ભોજન સમાન) છે, મૃત્યુ જેમને માટે વ્યંજન(શાકભાજી) સમાન છે, તે વિષ્ણુ(સ્વયંભૂ)ને અહીં કોણ જાણે છે ? ગમે તે હોય, મૃત્યુ કે વિનાશ દરેક સજીવ-નિર્જીવ પદાર્થ સાથે લાગેલ છે, તે કારણે લોકનું અનિત્ય, વિનાશશીલ હોવું સ્વાભાવિક છે. મૃત્યુનો મહિમા બતાવતાં બૃહદારણ્યકમાં કહ્યું છે– "અહીં પહેલા કાંઈ પણ નહોતું. મૃત્યુથી જ આ આખું જગત ઢંકાયેલું હતું. તે મૃત્યુ આખા જગતને ગળી જવા માટે હતું."
(૭) અંડ š– ઈડાકૃત લોક :– કેટલાક ત્રિદંડી વગેરે શ્રમણો, બ્રાહ્મણોએ તથા કેટલાક પૌરાણિકોએ જગતની ઉત્પત્તિ ઇડાથી માની છે. પુરાણમાં કહ્યું છે કે બ્રહ્માંડ પહેલાં કેવળ જળાકાર સમુદ્રરૂપ હતું. તેમાથી એક વિશાળ ઈડુ પ્રગટ થયું, જે ચિરકાળ સુધી લહેરોથી વહેતું રહ્યું પછી તે ફૂટયું ને તેના બે ટુકડા થઈ ગયા. એક ટુકડાથી પૃથ્વી બની, બીજા ટુકડાથી આકાશ બન્યું. પછી તેનાથી દેવ, દાનવ, માનવ, પશુ-પક્ષી આદિ રૂપે સંપૂર્ણ જગત પેદા થયું. પછી જળ, તેજ, વાયુ, સમુદ્ર, નદી, પહાડ વગેરે ઉત્પન્ન થયાં. આ રીતે આ આખું બ્રહ્માંડ(લોક) ઈંડામાંથી બન્યું છે.
Jain Education International
મનુસ્મૃતિમાં પણ આ પ્રકારની જ કલ્પના છે. "તે ઇંડા સુવર્ણમય અને સૂર્ય સમાન અત્યંત તેજસ્વી બની ગયું. તેમાંથી સર્વલોક, પિતામહ બ્રહ્માજી ઉત્પન્ન થયા. તે ઈડામાં તે ભગવાન પરિવત્સર (ઘણા વર્ષો) સુધી રહ્યા, પછી સ્વયં આત્માનું ધ્યાન કરીને તે ઈંડાના બે ટુકડા કરી નાખ્યાં. તે બે ટુકડાથી આકાશ અને ભૂમિનું નિર્માણ કર્યું.
For Private Personal Use Only
www.jainelibrary.org