________________
[ પર ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
न कर्तृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभूः
न कर्मफलसंयोग, स्वभावस्तु प्रवर्तते । ઇશ્વર ન તો લોકનું સર્જન કરે છે, ન કર્મનું અને ન લોકમાં રહેનારા જીવોના શુભાશુભ કર્મફળનું સર્જન કરે છે. લોક તો સ્વભાવથી સ્વયં પ્રવર્તિત છે.
બ્રહ્માના મુખથી બ્રાહ્મણ, ભૂજાઓથી ક્ષત્રિય, ઉદરથી વૈશ્યને પગથી શુદ્રની તથા ઈડાથી જગતની ઉત્પત્તિ માનવી તે અસંગત છે, અયુક્ત છે. જ્યારે ઇશ્વર આદિ પણ જગતના કર્તા ન થઈ શકે તો સ્વયંભૂ દ્વારા મારની રચના, ઈડાની ઉત્પત્તિ આદિ તથા અવ્યક્ત, અમૂર્ત, અચેતન. પ્રકૃતિથી મૂર્તિ, સચેતન તેમજ વ્યક્તની રચના આદિ બધી નિરર્થક કલ્પનાઓ છે.
જૈન દર્શન અનુસાર આ લોક અનાદિ અનંત છે. લોક દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય. એટલે કે પરિવર્તનશીલ છે. જીવ અને અજીવ પોતાના સ્વરૂપથી ક્યારે ય નષ્ટ થતા નથી, ઉત્પન્ન થતા નથી. તેમાં માત્ર અવસ્થાઓનું પરિવર્તન થયા કરે છે. ૩મજુ મુખ૬ નાહિતિ સંવરે ?:- ગાથા ૧૦ પણ લોક સંબંધિત છે. ઇશ્વર દેવ, મનુષ્યો, પશુ-પક્ષી વગેરે જીવસૃષ્ટિ ઉત્પન્ન કરી, તે પ્રાણીઓને સુખ–દુઃખ સાથે જ જોડે છે. પ્રાણીઓ સુખ-દુઃખ કર્મફળ ઇશ્વર દ્વારા જ ભોગવે છે તેવી માન્યતા ધરાવતા જગત કર્તુત્વવાદીને જવાબ આપતા શાસ્ત્રકાર કહે છે કે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ યોગ દ્વારા પ્રાણી કર્મબંધ કરે છે અને આ કર્મ જ દુઃખની ઉત્પત્તિનું કારણ છે. દુઃખના કારણને તેઓ જાણતા નથી. મિથ્યાત્વ, હિંસા આદિથી વિરતિ આદિની સાધના-આરાધના કરવી તે દુઃખ નિવારણનો ઉપાય છે, એવું પણ જાણતા નથી. પોતાના દ્વારા કરેલાં અશુભ અનુષ્ઠાન, પાપાચરણ અથવા અધર્માચરણથી દુઃખની ઉત્પત્તિ થાય છે. તેનાથી વિપરીત પોતાના દ્વારા કરેલાં શુદ્ધ ધર્માનુષ્ઠાન રત્નત્રયના આચરણથી સુખની ઉત્પત્તિ થાય છે. બીજા કોઈ દેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અથવા ઇશ્વર કોઈને સુખ કે દુઃખથી યુક્ત કરી શકતા નથી. જો એવું કરી શકતા હોત તો તે આખા જગતને સુખી જ કરે ને? કોઈને દુઃખી શા માટે રહેવા દે? જગતમાં સુખી અને દુઃખી બંને પ્રકારના પ્રાણીઓ દેખાય છે, તે પોતાના કર્માનુસાર સુખ-દુઃખ ભોગવી રહ્યા હોય છે.
આ ગાથા દ્વારા શાસ્ત્રકારે અખા #ત્તા વિરુત્તા ય દુદાઇ ૧ જુદા ૨– (આત્મા જ પોતાનાં સુખ અને દુઃખોનો કર્તા તેમજ ભોક્તા છે) આસિદ્ધાંતને ધ્વનિત કર્યો છે તથા દુઃખરૂપ કર્મબંધનને તોડવા માટે કોઈ દેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અથવા પરમાત્માની સમક્ષ કરગરવાનો, યાચના કરવાનો નિષેધ કરી, સ્વકર્તુત્વવાદ, સ્વયં પુરુષાર્થ દ્વારા આત્મશક્તિ પ્રગટ કરવાનો, શ્રમણ સંસ્કૃતિનો મૂળભૂત સિદ્ધાંત વ્યક્ત કર્યો છે.
ઐરાશિક મત :. सुद्धे अपावए आया, इहमेगेसि आहियं ।
पुणो कीडा-पदोसेण, से तत्थ अवरज्झइ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org