________________
૨
|
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
કાયાનો સ્પર્શ થાય અને તે કારણે જ દંડ, હાડકાં, મુઠી, ઢેફાં, ઠીકરાં આદિથી પરસ્પર એક બીજા ઉપર પ્રહાર કરવાની સંભાવના છે, એક બીજા ઉપર સચેત પાણી ફેંકવામાં આવે, જન સમૂહના આવાગમનથી વધુ પ્રમાણમાં ઊડતી ધૂળથી શરીર ભરાય જાય, યાચકોની સંખ્યા વધારે હોવાથી અનેષણીય આહારનો પણ ઉપભોગ કરવો પડે તથા બીજાને આપવામાં આવતા આહારને વચમાંથી જ ઝાપટ મારીને લેવો પડે, આ રીતે અનેક દોષો ઉત્પન્ન થાય છે, માટે સંયમી નિગ્રંથ મુનિ તેવી આકીર્ણ અને સંકીર્ણ તેમજ થોડા ભોજનવાળી સંખડીમાં આહાર ગ્રહણના સંકલ્પથી જવાનો વિચાર કરે નહિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સખડીમાં જવાથી સાધુને થતાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દોષોનું નિરૂપણ કર્યું છે. શારીરિક હાનિ- સાધુનો આહાર પરિમિત અને સાત્વિક હોય છે. સખડીમાં સ્વાદિષ્ટ અને ગરિષ્ટ ભોજન પાણીની સંભાવના હોય છે અને પ્રમાદવશ સાધુ અધિક આહાર કરી લે અને તેનું પાચન ન થાય, તો ઝાડા-ઊલટી, ઉદરશૂળ આદિ રોગ ઉત્પન્ન થાય છે. સંખડીમાં લોકોની ભીડ હોવાથી અથડામણ, સ્પર્શ, થાય અને ક્યારેક પરસ્પર પ્રહાર, સંક્લેશ આદિ થાય છે. માનસિક હાનિ- સંખડીના આહારથી રોગગ્રસ્ત સાધુનું ચિત્ત આર્ત-રૌદ્ર ધ્યાન યુક્ત બની જાય, અરતિ, અપ્રસન્નતા, પરસ્પરમાં વેર-ઝેર, સંક્લેશ થાય છે. પર્યાપ્ત આહાર પ્રાપ્ત ન થવાથી ક્યારેક માનહાનિ, ખેદ કે ગ્લાનિ તથા દાતા પ્રત્યે અશુદ્ધ ભાવો થાય છે. આધ્યાત્મિક હાનિ- સંખડીમાં સાધુચર્યાના નિયમાનુસાર આહારની ગવેષણા થતી નથી. અનેષણીય આહાર ગ્રહણ તથા તેના સેવનથી અને સ્વાદિષ્ટ આહારની આસક્તિથી કર્મોનો બંધ થાય છે.
સંખડીવાળા ગામમાં સ્વાદિષ્ટ ભોજનની અપેક્ષાથી તે જ દિશામાં અન્ય ઘરમાં ગોચરીએ જનાર સાધુ માયાકપટનું સેવન કરે તેવી સંભાવના છે.
આ રીતે સંખડી સાધુની શારીરિક સ્વસ્થતાનો, માનસિક એકાગ્રતાનો અને આત્મ સાધનાનો નાશ કરે છે. સંક્ષેપમાં સંખડી અનંત કર્મબંધનું સ્થાન હોવાથી સાધુ કે સાધ્વીને ત્યાં જવું હિતાવહ નથી. સરિણાવ :- દોડવું. કોઈ રસાસક્ત સાધુ સંખડીનું નામ સાંભળતાં જ, ત્યાં મોટો જમણવાર હોવાથી મને ખાવાના સુંદર પદાર્થો પ્રાપ્ત થશે, તેવા વિચારથી તે સ્થાનની સન્મુખ અત્યંત ઉત્સુક મનથી દોટ મૂકે છે. માડી પાસે - માયાસ્થાન એટલે કપટ કે કપટ યુક્ત આચરણ. સાધુ સંખડીવાળા ગામમાં જાય ત્યારે સંખડિનો આહાર લેવાની ઇચ્છા હોવા છતાં સીધા સંખડીની જગ્યાએ ન જતાં તે ગામમાં બીજા-બીજા ઘરોમાં ફરે. મને(તે સાધુને) જોઈને સંખડીવાળા ગૃહસ્થ આહાર માટે અવશ્ય વિનંતી કરશે. આ પ્રકારની ભાવનાથી અને સ્વાદિષ્ટ આહારની આસક્તિથી સાધુ તથા પ્રકારનું વર્તન કરે છે અર્થાત્ માયાનું સેવન કરે છે. સામુળિયું લય વેરિયં fપંદવયં - સામુદાનિક- ગરીબ-તવંગરનો ભેદભાવ રાખ્યા વિના જુદા-જુદા ઘરોમાંથી નિર્દોષ આહાર ગ્રહણ કરવો. એષણીય- આધાકર્મ આદિ દોષો ટાળીને આહાર ગ્રહણ કરવો. વેષિત- સાધુના વેશથી. વેશની મર્યાદા એટલે સાધુ સમાચારી અનુસાર પ્રાપ્ત થયેલો આહાર. સંક્ષેપમાં વિહાર કરતા સંખડીનું ગામ વચમાં આવતું હોય અને ત્યાં રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org