________________
અધ્યયન-૧: ઉદ્દેશક-૨
|
૨૧
|
રાજધાની આદિ કોઈ પણ સ્થાનમાં મોટો જમણવાર હોય, તો તે જાણીને સ્વાદિષ્ટ આહાર માટે ત્યાં જવાનો સંકલ્પ કરે નહીં. કેવળી ભગવંતોએ તેને કર્મબંધનું કારણ કહ્યું છે.
५ संखडि संखडिपडियाए अभिसंधारेमाणे आहाकम्मियं वा उद्देसियं वा मीसज्जायं वा कीयगडं वा पामिच्चं वा अच्छेज्ज वा अणिसटुं वा अभिहडं वा आहटु दिज्जमाणं भुजेज्जा, असंजए भिक्खुपडियाए खुड्डियदुवारियाओ महल्लियाओ कुज्जा, महल्लियदुवारियाओ खुड्डियाओ कुज्जा, समाओ सेज्जाओ विसमाओ कुज्जा, विसमाओ सेज्जाओ समाओ कुज्जा; पवायाओ सेज्जाओ णिवायाओ कुज्जा, णिवायाओ सेज्जाओ पवायाओ कुज्जा, अंतो वा बहिं वा उवसयस्स हरियाणि छिदिय-छिदिय दालिय-दालिय संथारगं संथारेज्जा, एस विलुंगयामो सेज्जाए अक्खाए । ___ तम्हा से संजए णियंठे तहप्पगारं पुरेसंखडि वा पच्छासंखडि वा; संखडिं संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए । શબ્દાર્થ:- અાંગણ = અસંયતિ, ગૃહસ્થ મલુડિયા = સાધુ માટે gf યદુવાનિયાઓ= નાના દરવાજાને મફતિયો = મોટો ના = કરે મતિયદુવાનિયાઓ gયાગો Mા = મોટા દરવાજાને નાનો કરે વિનુગાવાનો દોષો આવાણ = કહ્યા છે સંગણિય = સંયત નિગ્રંથ " હિં = લગ્નાદિની પહેલાની જમણવારી પછાસં૯િ = મૃત્યુ નિમિત્તની પાછળની જમણવારી ૩વસયસ = ઉપાશ્રય, સ્થાન. ભાવાર્થ - જે સાધુ જમણવારીમાં જવાના વિચારથી જમણવારીમાં જાય, તેને ગૃહસ્થ દ્વારા આધાકર્મી, ઔદેશિક, મિશ્રજાત, વેચાતા લીધેલા, ઉધાર લીધેલા, જબરજસ્તીથી ઝુંટવીને લીધેલા, બીજાની માલિકીના પદાર્થને તેની આજ્ઞા વિના લીધેલા કે સામે લાવીને આપેલા આહારનું સેવન કરવા રૂપ દોષોનું સેવન થાય છે. કોઈ ભાવિક ગુહસ્થ, સાધુ જમણવારમાં પધારશે તેવી સંભાવનાથી નાના દરવાજાને મોટો બનાવે તથા મોટા દરવાજાને નાનો બનાવે, વિષમ સ્થાનને સમાન બનાવે તથા સમ સ્થાનને વિષમ બનાવે, વધારે હવાવાળા સ્થાનને હવા વગરનો બનાવે કે હવા વિનાના સ્થાનને વધારે હવાવાળો બનાવે; સાધુના નિવાસ માટે સ્થાનની અંદર અને બહાર ઊગેલી લીલોતરીને કપાવે, તેને મુળથી ઉખેડીને ત્યાં સંસ્મારક-આસન બિછાવે ઇત્યાદિ આ શય્યા-ઉપાશ્રય સંબંધી દોષોની સંભાવના રહે છે, માટે સંયમી નિગ્રંથ આ પ્રમાણે થતી પૂર્વ સંખડી-પ્રીતિભોજન અથવા મૃત વ્યક્તિની પાછળ કરવામાં આવતા શ્રાદ્ધ વગેરે પશ્ચાત્ સંખડી-જમણવારમાં ભિક્ષાર્થે જવાનો સંકલ્પ કરે નહિ. વિવેચનઃસંહડી - આ એક દેશ્ય-દેશી શબ્દ છે. સંવંતે વિરાધ્યતે ગિનો યત્ર ના સંવડી જેમાં આરંભ-સમારંભના કારણે પ્રાણીઓની વિરાધના થાય છે, તેને સખડી કહે છે. મોટા ભોજન સમારંભમાં અન્નને વિવિધ પ્રકારે સંસ્કારિત કરવામાં આવે છે, આ કારણે પણ તેને સંસ્કૃતિ-સંખડી કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે– (૧) પૂર્વ સંખડી- લગ્ન આદિ કોઈ પણ પ્રસંગની પૂર્વે જે પ્રીતિભોજન થાય, તે પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org