________________
૨૦ |
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
કે નોકરાણીને પૂછે, હે આયુષ્યમતી બહેન! આ ભોજનમાંથી શું મને કાંઈ આપશો? આ પ્રમાણે સાધુ કહે ત્યારે દાતા અશનાદિ ચારે પ્રકારનો આહાર લાવીને સાધુને આપે તો આ રીતે અશનાદિ ચારે ય પ્રકારના આહારની સાધુ સ્વયં યાચના કરે અથવા તે ગૃહસ્થ પોતે આપે તો તે પ્રાસુક અને એષણીય આહારને સાધુ ગ્રહણ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં વિવિધ પ્રકારના ઉત્સવોનિમિત્તે તૈયાર થયેલા આહારની ગ્રાહ્યતા-અગ્રાહ્યતા વિષયક સ્પષ્ટીકરણ છે.
સૂત્રોક્ત કોઈ પણ ઉત્સવોમાં ઘણા શ્રમણો, બ્રાહ્મણો, યાચકો આદિને માટે ભોજન તૈયાર થાય છે. તે ભોજન પુરુષાંતરકૃત આદિ ન થાય ત્યાં સુધી સાધુ કે સાધ્વીને માટે અગ્રાહ્ય હોય છે. જો તે ભોજનમાંથી દાતાના સ્વજનો આદિ પણ ભોજન લેવાના હોય, તો યાચકોને ભોજન કરાવ્યા પછી, તે સ્વજનો પણ ભોજન કરી લે ત્યારપછી અથવા ભોજન કરતા હોય ત્યારે સાધુ-સાધ્વી પોતાની સંયમ વિધિ અનુસાર આહાર ગ્રહણ કરી શકે છે. સંખડી ગમન નિષેધ:| ४ से भिक्खू वा भिक्खुणी वा परं अद्धजोयणमेराए संखडिं णच्चा संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए ।
से भिक्खू वा भिक्खुणी वा पाईणं संखडिं णच्चा पडीणं गच्छे, अणाढायमाणे, पडीणं संखडिं णच्चा पाईणं गच्छे अणाढायमाणे, दाहिणं संखडिं णच्चा उदीणं गच्छे अणाढायमाणे, उदीणं संखडिं णच्चा दाहिणं गच्छे अणाढायमाणे । जत्थेव सा संखडी सिया, तं जहा- गामंसि वा णगरंसि वा खेडंसि वा कब्बडंसि वा मडंबंसि वा पट्टणंसि वा दोणमुहंसि वा आगरंसि वा णिगमंसि वा आसमंसि वा संणिवेसंसि वा रायहाणिसि वा संखडि संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए । केवली बूया- आयाणमेयं । શબ્દાર્થ :-પર અળાયણનેTY = પ્રકર્ષથી, ઉત્કૃષ્ટ અર્ધા યોજનથી વધુ દૂરના ક્ષેત્રમાં સં૯િ = જમણવારને ઇજા = જાણીને ડિપડિયા = સ્વાદિષ્ટ આહારની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી મળTE = જવા માટે નો મિસંધાન = મનમાં સંકલ્પ કરે નહિ. ભાવાર્થ:- સાધુ કે સાધ્વી અર્ધાયોજન અર્થાતુ બે ગાઉ પ્રમાણ ક્ષેત્રથી પણ વધુ દૂર મોટો જમણવાર છે, એ પ્રમાણે જાણીને ત્યાં આહાર પ્રાપ્તિ માટે જવાનો સંકલ્પ કરે નહિ. સાધુ કે સાધ્વી જાણે કે પૂર્વદિશામાં જમણવાર છે તો તેના પ્રતિ ઉપેક્ષાભાવ ધારણ કરીને પશ્ચિમ દિશામાં ભિક્ષાર્થે ગમન કરે; પશ્ચિમ દિશામાં જમણવાર છે, તેમ જાણીને તેના પ્રત્યે ઉપેક્ષા ભાવ રાખી પૂર્વ દિશામાં ભિક્ષાર્થે ગમન કરે. આ જ રીતે દક્ષિણ દિશામાં જમણવાર હોય તો ઉત્તર દિશામાં જાય અને ઉત્તર દિશામાં જમણવાર હોય તો દક્ષિણ દિશામાં જાય. ગામ, નગર, ખેડ, કર્બટ, મડંબ, પટ્ટણ, આકર, દ્રોણમુખ–બંદર, આશ્રમ, સન્નિવેશ થાવત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org