________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
સંખડી કહેવાય છે. (૨) પશ્ચાત્ સંખડી– મૃત વ્યક્તિની પાછળ શ્રાદ્ધ આદિ નિમિત્તે જે ભોજન સમારંભ થાય, તે પશ્ચાતુ સંખડી કહેવાય છે.
રર
સંખડીમાં જવાથી અનેક દોષો લાગે છે– (૧) સ્વાદની લોલુપતા (૨) સ્વાદ લોલુપતાવશ અત્યંત વધારે આહાર લાવવાનો લોભ (૩) વધારે પ્રમાણમાં સ્વાદિષ્ટ ભોજન કરવાથી સ્વાસ્થ્યની હાનિ, પ્રમાદમાં વૃદ્ધિ, સ્વાધ્યાયમાં અંતરાય (૪) લોકોની ભીડમાં સ્ત્રીનો સ્પર્શ, તેમજ મુનિવેશની અવહેલના (૫) લોકોમાં સાધુ પ્રત્યે અશ્રદ્ધાભાવ વધવાની સંભાવના (૬) શુદ્ધ એષણીય આહારની દુર્લભતા. તે ઉપરાંત શ્રદ્ઘાળુ ગૃહસ્થને ખબર પડી જાય કે અમુક સાધુ પ્રીતિભોજન પર પધારી રહ્યા છે, તો મારે તેમને આહાર આપવો છે, એમ વિચારીને તે સાધુના ઉદ્દેશ્યથી ખાદ્યસામગ્રી તૈયાર કરાવે, ખરીદીને લાવે, ઉધાર લાવે, ચૂંટવીને લાવે, બીજાની વસ્તુને પોતાના કબજામાં લઈને આપે, અન્ય સ્થાનેથી લાવીને આપે તેવા આહાર ગ્રહણ કરવાથી એષણા સમિતિનો ભંગ થાય અને સંયમની વિરાધના થાય છે.
કોઈ કોઈ ઉત્સવોની જમણવારી એક દિવસ કે બે, ત્રણ દિવસ સુધી ચાલે છે. ગૃહસ્થ પોતાના પૂજનીય સાધુને ત્યાં પધારવાનો આગ્રહ કરે છે અથવા ગૃહસ્થને ખબર પડી જાય કે સાધુ પધારવાના છે, તો તે તેઓના નિવાસ માટે અલગ વ્યવસ્થા કરે છે. તે સ્થાન માટે સૂત્રમાં ઉપાશ્રય શબ્દનો પ્રયોગ થયેલ છે. તે સ્થાન સ્ત્રી, પશુ, પંડગના સંપર્કથી રહિત, સાધુના નિવાસ યોગ્ય બનાવવા માટે ગૃહસ્થ મકાનની અનેક રીતે મરામત કરાવે, ત્યાં ઊગેલી લીલોતરીને કપાવે, આ રીતે પણ અનેક દોષો લાગે છે, જે મૂળપાઠથી સ્પષ્ટ છે. આવા દોષોની સંભાવનાના કારણે સાધુ સંખડીની એટલે વિવિધ પ્રકારના મોટા જમણવારની ઉપેક્ષા કરે અને ત્યાં જાય નહીં.
ઉપસંહાર ઃ
६ एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । जं सव्वद्वेहिं समिए सहिए सया जए । त्ति बेमि ।
ભાવાર્થ:- આપિંડૈષણા વિવેક તે સાધુ કે સાધ્વીની આચાર-સમગ્રતા અર્થાત્ સમાચારી છે, તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ સાધ્વીએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંઘમ પાલનમાં પુરુષાર્થશીલ રહેવું જોઈએ.આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
Jain Education International
Demo
|| અધ્યયન-૧/ર સંપૂર્ણ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org