________________
અધ્યયન-૧: ઉદ્દેશક-૧
૯
|
ગૃહસ્થના ઘેર જવું, ચંડિલભૂમિ, સ્વાધ્યાયભૂમિ કે વિહારમાં સાથે ચાલવું તથા આહાર આપવો-અપાવવો કે નિમંત્રણ કરવું વગેરે વ્યવહારોનો નિષેધ છે. અTU[૩સ્થિક્સ - અન્યતીર્થિકો. અન્ય ધર્મ કે સંપ્રદાયના સાધુ, ચરક, પરિવ્રાજક, શાક્ય, આજીવકગોશાલક મતાનુયાયી. નરસ્થિયન્સઃ-ગૃહસ્થ. ગારર્થી શબ્દથી, જે ઘરમાં સ્થિત છે, સંસારનો ત્યાગ કરીને સંયમનો સ્વીકાર કર્યો નથી, તેવા ગૃહસ્થોનું ગ્રહણ થાય છે અથવા ગૃહસ્થા: fપંડોપનિનો ! બીજાના પિંડ પર જીવન જીવતાં બ્રાહ્મણ આદિ યાચક, તેવા ગૃહસ્થોનું અહીં કથન છે. રિહરિ:-પરિહારિક, મૂળગુણ અને ઉત્તરગુણોમાં દોષોનો પરિહાર–ત્યાગ કર્યો હોય તેવા ઉત્તમ ગુણોના ધારક સાધુ પરિવારિક સાધુ કહેવાય છે અને તેનાથી વિપરીત અર્થાત્ સાધ્વાચારમાં દોષોનું સેવન કરનાર પાર્થસ્થ, કુશીલ આદિ સાધુ અપરિહારિક સાધુ કહેવાય છે.
ઉત્તમ સાધુને અન્યતીર્થિકો સાથે, ગૃહસ્થો સાથે કે અપરિહારિક સાધુઓ સાથે (૧) ગોચરીમાં (૨) ઈંડિલભૂમિમાં (૩) સ્વાધ્યાય ભૂમિમાં (૪) વિહારમાં સાથે જવાનો અને (૫) તેને આહાર આપવાનો, અપાવવાનો કે નિમંત્રણ કરવાનો નિષેધ છે કારણ કે તેમાં અનેક દોષોની સંભાવના છે. (૧) ગોચરી માટે ગહસ્થના ઘરમાં અન્યતીર્થિકાદિ સાથે પ્રવેશ કરવાથી ઈર્ષા સમિતિનું યથાર્થ પાલન થતું નથી, અન્યતીર્થિકો સાથે હોવાથી દાતાને ક્યારેક અણગમો થાય, દ્વેષ થાય, ઇચ્છા ન હોવા છતાં ક્યારેક તેને અનિચ્છાએ શરમાઈને આહાર આપવો પડે, દુષ્કાળાદિ સમયે બધા સાથે હોય, તો પર્યાપ્ત માત્રામાં આહારની ઉપલબ્ધિ ન થાય, દાતા ઉપર ભાર વધી જાય, ક્યારેક અનેષણીય આહાર લેવો પડે, શાસનની લઘુતા થાય વગેરે અનેક દોષોની સંભાવના છે. (૨) સ્થડિલ ભમિમાં અન્યતીર્થિકાદિ સાથે જવાથી સાધુ પાસે અચિત્ત જલ હોય અને અન્યતીર્થિકો પાસે સચેત જલ હોય છે, તેથી તેની સાથે વાતચીત કરવાથી તે જીવોની વિરાધના થાય છે, તેની સાથે ચાલતા ક્યારેક સચેત જલનો સ્પર્શ થઈ જાય છે. તેની આગળ ચાલે, તો તેને પોતાનું અપમાન લાગે છે, તેની પાછળ ચાલે તો શાસનની લઘુતા થાય છે, ક્યારેક બધા સાથે હોવાથી નિર્દોષ ઈંડિલભૂમિની પ્રાપ્તિ દુર્લભ થાય; ઇત્યાદિ અનેક દોષોની સંભાવના છે. (૩) સ્વાધ્યાય ભૂમિમાં અન્યતીર્થિકાદિ સાથે જવાથી શાસનની લઘુતા વગેરે પૂર્વોક્ત દોષોની સાથે પરસ્પર વાતચીત કરતાં ક્યારેક દાર્શનિક સિદ્ધાંતોમાં વાદ વિવાદ ઊભો થાય અને તેના પરિણામે દ્વેષ, ક્લેશ-કદાગ્રહ જેવા અશુભ ભાવો જાગૃત થાય, તેમજ સ્વાધ્યાયમાં અલના વગેરે અનેક દોષોની સંભાવના છે. (૪) વિહારમાં અન્યતીર્થિકાદિ સાથે જવાથી ઈર્યાસમિતિનું યથાર્થ પાલન થાય નહિ, વાતચીતમાં સમય વ્યતીત થવાથી સાધુ યથાસમયે, યથાસ્થાને પહોંચી શકે નહિ, અન્ય આવશ્યક ક્રિયાઓમાં અલના થાય, ક્યારેક અન્યતીર્થિકો કે ગૃહસ્થો સાથે હોવાથી વડીનીત-લઘુનીતની બાધાને સંકોચના કારણે રોકવી પડે અને તેનાથી શારીરિક નુકશાન અને માનસિક વ્યગ્રતા થાય, વગેરે અનેક દોષોની સંભાવના છે. (૫) અન્યતીર્થિક શ્રમણાદિને આહાર આપવા, અપાવવાથી કે નિમંત્રણ કરવાથી તેના અસંયમ ભાવની અનુમોદના થાય, શાસનની હીલના થાય છે. શ્રાવકો દ્વારા સાધુને માટે વહોરાવેલો આહાર અન્યતીર્થિકોને આપવાથી સાધુનું ત્રીજું મહાવ્રત ખંડિત થાય છે તેમજ ગૃહસ્થનો વિશ્વાસઘાત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org