________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
આ રીતે કોઈ પણ નિમિત્તથી અન્યતીર્થિકો આદિ સાથેનો સમાગમ સાધુ-સાધ્વી માટે અનેક અનર્થોનું સર્જન કરે છે. ક્યારેક અતિ ગાઢ સંપર્કથી સાધુની શ્રદ્ધા અને સંયમમાં શિથિલતા તથા વિપરીતતા આવી જાય, ક્યારેક શ્રાવકોના મનમાં પણ સંદેહ ઉત્પન્ન થાય તેથી સાધુ-સાધ્વીએ અન્યતીર્થિકો આદિ સાથેના કોઈ પણ પ્રકારના વ્યવહારનો સંપૂર્ણ ત્યાગ કરીને પોતાના સંયમની આરાધનામાં તલ્લીન રહેવું જોઈએ.
૧૦
તે જ રીતે સાધર્મિક પરિહારિક સાધુઓ પણ ગોચરી આદિમાં અપરિહારિક—પાર્શ્વસ્થ સાધુઓ સાથે જાય, તો ઉપરોક્ત દોષોની સંભાવના હોવાથી સાધર્મિક પરિહારિક સાધુ પાર્શ્વસ્થ સાધુઓ સાથે પણ જાય નહીં.
ઔદ્દેશિકાદિ દોષ રહિત આહારની એષણા :
८ से भिक्खू वा भिक्खुणी वा जाव पविट्ठे समाणे से जं पुण जाणेज्जाअसणं वा पाणं वा खाइमं वा साइमं वा अस्सिंपडियाए एगं साहम्मियं समुद्दिस्स पाणाई भूयाइं जीवाई सत्ताइं समारम्भ समुद्दिस्स कीयं पामिच्चं अच्छेज्जं अणिसट्ठ अभिहडं आहट्टु चेएइ, तं तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पुरिसंतरकडं वा अपुरिसंतरकडं वा बहिया णीहडं वा अणीहडं वा अत्तट्ठियं वा अणत्तट्ठियं वा परिभुत्तं वा अपरिभुत्तं वा आसेवियं वा अणासेवियं वा अफासुयं जाव णो पडिगाहेज्जा ।
एवं बहवे साहम्मिया, एगं साहम्मिणिं, बहवे साहम्मिणीओ समुद्दिस्स चत्तारि आलावगा भाणियव्वा ।
શબ્દાર્થ:- અસ્થિંડિયાપ્= અકિંચન નિગ્રંથો માટે, સાધુની પ્રતિજ્ઞાથી Ī સાદમ્નિય = એક સાધર્મિકનો સમુદ્દિન્ન = ઉદ્દેશ્ય કરીને પુલિતૐ = પુરુષાંતર કૃત–દાતાએ અન્યની માલિકીનું કર્યું હોય અર્થાત્ દાતાએ અન્ય પુરુષને આપ્યું હોય અપુરિસંતરૐ = દાતાનું હોય વદિયા = બહાર હિડ = કાઢ્યું હોય અળીહડ = કાઢ્યું ન હોય અત્તષ્ક્રિય = દાતાએ કે અન્ય કોઈ વ્યક્તિએ સ્વીકાર કર્યો હોય અળત્તષ્ક્રિય = દાતાએ કે અન્ય કોઈએ સ્વીકાર કર્યો ન હોય પરમુત્ત વા મનાિભુત્ત = દાતાએ કે અન્ય કોઈ વ્યક્તિએ તેમાંથી કંઈક વાપર્યું હોય કેવાપર્યુંન હોય આસેવિયં વા અબાલેવિય = દાતાએકે અન્ય કોઈવ્યક્તિએતે આહારમાંથી વિશેષરૂપે(પરિપૂર્ણ રીતે) વાપર્યું હોય કે ન વાપર્યું હોય.
ભાવાર્થ :- ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવિષ્ટ સાધુ કે સાધ્વી જાણે કે કોઈ ભદ્ર પ્રકૃતિના ગૃહસ્થે અકિંચન નિગ્રંથો માટે એક સાધર્મિક સાધુના ઉદ્દેશ્યથી– (૧) પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોનો સમારંભ કરીને આહાર બનાવ્યો છે, (૨) ખરીદીને લીધો છે, (૩) ઉધાર લીધો છે, (૪) કોઈની પાસેથી બળજબરીથી ઝૂંટવીને લીધો છે, (૫) આહારના માલિકની આજ્ઞા વિનાનો છે તથા (૬) સાધુને માટે અન્ય સ્થાનેથી લાવેલો છે, તો તેવા પ્રકારનો દોષિત અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ આહાર અન્ય વ્યક્તિને આપી દીધો હોય, કે અન્ય પુરુષને આપ્યો ન હોય, ઘરમાંથી બહાર કાઢ્યો હોય કે બહાર કાઢ્યો ન હોય, બીજાએ તેનો સ્વીકાર કર્યો હોય કે સ્વીકાર કર્યો ન હોય, તે આહારમાંથી દાતાએ કે અન્ય કોઈપણ વ્યક્તિએ થોડું વાપર્યું હોય કે વાપર્યું ન હોય અથવા પર્યાપ્ત માત્રામાં વાપર્યું હોય કે વાપર્યું ન હોય, તો પણ ઉપરોક્ત દોષવાળા આહારને અપ્રાસુક અને અનેષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં પણ સાધુ ગ્રહણ કરે નહિ.
ન
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org