________________
૮
|
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
અન્યતીર્થિકો સાથે ગમનનો નિષેધ - |४ से भिक्खू वा भिक्खुणी वा जाव पविसिउकामे णो अण्णउत्थिएण वा गारथिएण वा परिहारिओ अपरिहारिएण सद्धिं गाहावइकुलं पिंडवायपडियाए पविसेज्ज वा णिक्खमेज्ज वा । શબ્દાર્થ :- પરિહરિ = દોષોનું વર્જન કરનાર ઉત્તમ સાધુ, પરિહારિક સાધુ અપરિણિ = અપરિહારિક(દોષોને નહીં છોડનાર) પાર્થસ્થાદિ સાધુની સાથે. ભાવાર્થઃ- ભિક્ષાના નિમિત્તે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવા ઇચ્છુક સાધુ કે સાધ્વી અન્યતીર્થિકો-તાપસો કે શાક્યાદિ શ્રમણોની સાથે કે ગૃહસ્થોની સાથે પ્રવેશ કરે નહિ તથા સાધર્મિક સાધુઓમાં પણ પરિહારિક ઉત્તમ સાધુ, અપરિહારિક–પાર્થસ્થાદિ સાધુની સાથે પ્રવેશ કરે નહિ કે ત્યાંથી નીકળે નહિ. | ५ से भिक्खू वा भिक्खुणी वा बहिया वियारभूमि वा विहारभूमि वा णिक्खममाणे वा पविसमाणे वा; णो अण्णउत्थिएण वा गारथिएण वा परिहारिओ वा अपरिहारिएण सद्धिं बहिया वियारभूमि वा विहारभूमि वा णिक्खमेज्ज वा પવિરેન વા . શબ્દાર્થ :- વરિયા = બહાર વિચારમૂર્ષિ = ઈંડિલ ભૂમિમાં વિહરભૂકં = સ્વાધ્યાય ભૂમિમાં. ભાવાર્થ :- ઈંડિલભૂમિ કે સ્વાધ્યાય ભૂમિમાંથી નીકળતા કે પ્રવેશ કરતા સાધુ કે સાધ્વી અન્યતીર્થિક તાપસો અથવા ગૃહસ્થોની સાથે પ્રવેશ કરે નહીં કે નીકળે નહીં તથા સાધર્મિકોમાં પણ ઉત્તમ સાધુ, પાર્થસ્થાદિ સાધુની સાથે ઈંડિલ ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિમાં પ્રવેશ કરે નહિ કે નીકળે નહીં.
६ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे णो अण्णउत्थिएण वा गारत्थिएण वा परिहारिओ वा अपरिहारिएण सद्धिं गामाणुगाम दूइज्जेज्जा। ભાવાર્થ :- સાધુ કે સાધ્વી એક ગામથી બીજા ગામ જતાં હોય ત્યારે અન્યતીર્થિકો કે ગૃહસ્થોની સાથે વિહાર કરે નહીં તથા સાધર્મિકોમાં પણ ઉત્તમ સાધુ, પાર્થસ્થ આદિ સાધુઓ સાથે વિહાર કરે નહીં. |७ से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे णो अण्णउत्थियस्स वा गारत्थियस्स वा परिहारिओ वा अपरिहारियस्स असणं वा पाणं वा खाइम वा साइमं वा देज्ज वा अणुपदेज्ज वा । ભાવાર્થ :- ગૃહસ્થના ઘરમાં ભિક્ષાને માટે પ્રવિષ્ટ સાધુ કે સાધ્વી અન્યતીર્થિકો કે ગૃહસ્થોને અનાદિ ચારે પ્રકારનો આહાર આપે કે અપાવે નહીં. તેમજ ઉત્તમ સાધુ, પાર્થસ્થાદિ શિથિલાચારી સાધુને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, આ ચાર પ્રકારનો આહાર પોતે આપે નહિ અને બીજા પાસે અપાવે નહિ.(અથવા નિમંત્રણ કરે નહીં) વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરિહારિક–ઉત્તમ સાધુ કે સાધ્વીને અન્યતીર્થિક સાધુ આદિની સાથે ભિક્ષા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org