________________
અધ્યયન-૧: દેશક-૧
_
સાધુ કે સાધ્વી ગુહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે જાણે કે- ઘઉં આદિ ધાન્યના પોંક યાવત ચોખાના પોંક વગેરે બે-ત્રણવાર શેકેલા અર્થાત્ પરિપૂર્ણ શેકલા છે, તો તેને પ્રાસુક અને એષણીય સમજીને ગ્રહણ કરે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે ધાન્ય અને તેના પોંક વગેરે સચિત્ત પદાર્થોના ગ્રહણ સંબંધી વિધિ-નિષેધ દર્શાવ્યા છે.
સહી - ઔષધિ, બીજવાળી વનસ્પતિ. ઘઉં, જવ, મકાઈ, બાજરો અને શાલિ જેવા ધાન્ય આદિ માટે અહીં ઔષધિ શબ્દનો પ્રયોગ છે. ઘઉં આદિ ધાન્ય કાચા હોય ત્યારે તેમાં અસંખ્યાત જીવ હોય છે અને તે પાકી જાય પછી તેના અખંડ દાણામાં એક જીવ હોય છે અને તેમાં ઉગવાની યોગ્યતા હોય, ત્યાં સુધી તે સચેત હોવાથી સાધુને માટે અગ્રાહ્ય છે.
મગ-મઠ આદિ કઠોળના બે ભાગ કરવાથી અર્થાતુ તેની દાળ બનવાથી તે અચેત થઈ જાય છે; આ રીતે બીજ સહિતની વનસ્પતિઓમાં વિવિધતા હોય છે. સંક્ષેપમાં સાધુ આહાર ગ્રહણ કરતા પહેલાં તેની સચેતતા-અચેતતાનું પૂર્ણપણે પરીક્ષણ કરીને ત્યાર પછી જ તેને ગ્રહણ કરે. વસાઓ :- સંપૂર્ણ—અખંડિત તથા અનુપહત. જે ધાન્યના દાણા અખંડ હોય તે. सासियाओ :-जीवस्य स्वाम्-आत्मीयामुत्पत्तिं प्रत्याश्रयो यासु ताः स्वाश्रयाः, अविनष्ट योनयः રૂત્ય | જીવની પોતાની ઉત્પત્તિનો આશ્રય જેમાં છે, તે સ્વાશ્રય છે અર્થાત્ જેની યોનિ નષ્ટ થઈ નથી, જેમાં ઉગવાની યોગ્યતા હોય તે સ્વાશ્રિતા છે. દરેક ધાન્યનો સચિત્ત રહેવાનો યોનિકાલ ભિન્ન-ભિન્ન છે. કેટલાક ધાન્યો ત્રણ, પાંચ કે સાત વર્ષ સુધી સચિત્ત યોનિવાળા રહે છે.
અતિરિચ્છછિUM :- તીરછું છેદન થયું ન હોય. બીજ-ધાન્યના તીરછું છેદન અર્થાત્ આડા(કે ઊભા) ટુકડા ન થયા હોય, તો સાધુ-સાધ્વી તેને લઈ શકતા નથી. તળિયું ના છિનાઉિં:- તરુણી અર્થાતુ પાકેલી ન હોય તેવી કાચી મગ આદિની શિંગ. મુનિ :- તેના ત્રણ અર્થ થાય છે– (૧) ખાંડેલું હોય (૨) દળેલું હોય (૩) અગ્નિમાં શેકેલું હોય. fપડ્યું - નવા-તાજા ઘઉં, મકાઈ આદિ ધાન્યને અગ્નિમાં શેકીને પોંક બનાવે છે. તેને બરોબર ન શેકવાથી તેમાં કોઈક દાણા અપક્વ રહેવાની સંભાવના છે. અપાયં- ન્ન ... નો પડદે :- જીવ સહિત હોય, તે આહાર અપ્રાસુક છે અને ઉગમ આદિ ગોચરીના દોષો સહિત હોય, તે આહાર અનેષણીય છે. જે પદાર્થ જીવ રહિત હોવા છતાં આધાકર્મી આદિ દોષોથી યુક્ત હોય, તો તે સાધુને માટે અગ્રાહ્ય છે. કેટલાક પદાર્થો ઉગમાદિ દોષરહિત હોવા છતાં જીવયુક્ત હોય, તો પણ સાધુને માટે તે અગ્રાહ્ય છે. સાર એ છે કે પ્રાસુક અને એષણીય પદાર્થો જ સાધુને ગ્રાહ્ય છે. સૂત્રકાર સાધુને કલ્પનીય પદાર્થો માટે પ્રાસુક અને એષણીય, આ બંને શબ્દોનો પ્રયોગ એક સાથે જ કરે છે. પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે પોક વગેરેમાં સચેતની સંભાવનાથી સાધુને ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે. પોંક વગેરે પદાર્થો આધાકર્મી આદિ દોષયુક્ત(અષણીય) છે કે નહીં તેની વિવક્ષા નથી. તેમ છતાં સૂત્રમાં અસુર્ય સાથે અભિન્ન અપ્રાસુક અને અષણીય આ બંને શબ્દનો સાથે પ્રયોગ કર્યો છે. આ રીતે સચેત-અપ્રાસુક પદાર્થના ગ્રહણ નિષેધ સમયે સુર્ય મોસાળનં, આ બંને શબ્દ પ્રયોગ કરવાની પદ્ધતિ સૂત્રકારે સર્વત્ર અપનાવેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org