________________
| અધ્યયન-૧: ઉદ્દેશક-૧
''
-
અ
થઈ ગયો હોય. ઉપરોક્ત કોઈ પણ કારણથી સચિત્ત સંસક્ત અપ્રાસુક આહાર ગ્રહણ થઈ ગયો હોય, તો સાધુ ઉપાશ્રયમાં જઈને તે આહારનું શોધન કરીને, અચેત આહારને ભોગવી શકે છે. નો સંવાળા - જો તે આહારમાંથી જીવોને પૃથક કરવાની શક્યતા ન હોય, તો સાધુ તે આહારને નિર્દોષ સ્થાનમાં પરઠી શકે છે, જેમ કે- ફૂગાયેલી મીઠાઈ, અથાણા આદિ, મીઠું ભભરાવેલા સૂકા(ખાખરાદિ) પદાર્થો, ખસખસ નાંખેલા તાજા મોદક, કીડીઓ સહિતની જલેબી કે ઘેવર, તથા રસ ચલિત–બગડી ગયેલા પદાર્થો વગેરેમાંથી જીવોનું સંશોધન કરવું મુશ્કેલ હોય અથવા તેમાંથી જીવોને પૃથક કરવામાં વિરાધનાની સંભાવના હોય તો તેવા મિશ્રિત આહારને સાધુ પરઠી શકે છે. પિંડવાવ પડિયા - પિંડપાત = ભિક્ષાલાભ. ભિક્ષા પ્રાપ્તિના ઉદ્દેશથી જ ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે. તે સિવાય સાધુ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરતા નથી. અwાસુય:- અપ્રાસુક. જેમાંથી જીવ નીકળી ગયા હોય અર્થાત્ જે પદાર્થ જીવ રહિત હોય, તે પ્રાસુક છે અને જે પ્રાસુક નથી અર્થાત્ જે પદાર્થ જીવ સહિત હોય તે અપ્રાસુક છે.
- અનેષણીય. સાધુ ઉગમાદિ દોષોથી રહિત આહારની એષણા-ગવેષણા કરે છે, તે દોષોથી રહિત, ગવેષિત આહાર એષણીય કહેવાય છે, તેનાથી વિપરીત અર્થાત્ ઉક્ત દોષોથીયુક્ત આહાર સાધુને માટે અનેષણીય અને અકલ્પનીય હોય છે.
- સાધુ માટે આહાર સંબંધી ત્રણ પ્રકારની એષણાનું કથન છે– (૧) ગવેષણા- સોળ ઉદ્ગમના અને સોળ ઉત્પાદનના દોષ રહિત નિર્દોષ આહારની શોધ કરવી, તે ગવેષણા છે. (૨) ગ્રહદોષણા- દશ એષણાના દોષોને ટાળીને આહાર ગ્રહણ કરવો, તે ગ્રહણેષણા છે. (૩) ગ્રામૈષણા- પ્રાપ્ત થયેલા નિર્દોષ આહારને માંડલાના પાંચ દોષો ટાળીને ભોગવવો, તે ગ્રામૈષણા છે. ત્રણ પ્રકારની એષણાથી શુદ્ધ એષણીય આહાર જ સાધુ માટે કલ્પનીય છે.
ઉગમ આદિ ગોચરીના દોષો સંબંધી વિસ્તૃત વિવેચન માટે જુઓ– પરિશિષ્ટ-ર ક્યારેક કોઈ પદાર્થ જીવરહિત, પ્રાસુક હોય પરંતુ તે ઉગમ આદિ દોષોથી દૂષિત હોય, તો તે પદાર્થ એષણીય ન હોવાથી સાધુને માટે અગ્રાહ્ય છે, તેથી સાધુ માટે પ્રાસુક અને એષણીય આહાર જ કલ્પનીય છે. હિન્નતિ :- ઈંડિલભૂમિ. જે સ્થાનમાં શરીરની અશુચિ આદિનો ત્યાગ કરાય તે ભૂમિ સ્થડિલભૂમિ કહેવાય છે. તે ભૂમિ સખેડે = વિકસેન્દ્રિયાદિ જીવોના ઈંડા રહિત અર્થાત્ જીવરહિત હોવી જોઈએ. અહીં
–અલ્પ શબ્દ પ્રયોગ સર્વ નિષેધ અર્થમાં પ્રયુક્ત છે. ત્રસ કે સ્થાવર બંને પ્રકારના જીવોથી રહિત અચેત ભૂમિ, જેમ કે– બળેલી ભૂમિ, લોખંડ, હાડકાં વગેરેના ટુકડાનો ઢગલો, સૂકાયેલા છાણનો ઢગલો વગેરે નિર્દોષ ભૂમિનું વિધિવત્ પ્રતિલેખન-નિરીક્ષણ અને પ્રમાર્જન કરીને પરઠવા યોગ્ય પદાર્થોને ત્યાં યતનાપૂર્વક પરઠે. [૫રઠવાની વિધિ સંબંધી વિસ્તૃત વિવેચન માટે જુઓ- શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન-૨૪.]. બીજ સહિત આહાર ગ્રહણ વિવેક:| २ से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे से जाओ पुण ओसहीओ जाणेज्जा- कसिणाओ सासियाओ अविदलकडाओ अतिरिच्छच्छिण्णाओ अव्वोच्छिण्णाओ तरुणियं वा छिवाडि अणभिक्कंतभज्जियं पेहाए अफासुयं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org