________________
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
પર ફિલિપિ = હાડકાના ઢગલા પર વિકૃતિ = લોખંડ, કાષ્ઠ, પથ્થરના નાના ટુકડાના ઢગલા પરતુસરલિપિ = ભૂસાના ઢગલા પરમ લિલિ = છાણના ઢગલા પર કપાયેસિ વાતસિ કૅલિલિ = આ રીતના બીજા કોઈ પ્રાસુક પદાર્થોના ઢગલા પર. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ભિક્ષા ગ્રહણ કરવાના ઉદ્દેશ્યથી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે ત્યારે આહારના વિષયમાં આ પ્રમાણે જાણે કે ગૃહસ્થના હાથમાં કે પાત્રમાં રહેલા આહાર, પાણી, મેવા-મીઠાઈ આદિ ખાદિમ, મુખવાસ આદિ સ્વાદિમ, આ ચારે પ્રકારનો આહાર બેઇન્દ્રિય આદિ જીવોથી, લીલ ફૂગ આદિ અનંત કાયથી, ઘઉં આદિ બીજોથી, શાકભાજી આદિ લીલોતરીથી સ્પર્શિત કે મિશ્રિત છે, સચિત્ત જલથી સ્નિગ્ધ છે, સચિત્ત રજથી ખરડાયેલો છે; તો તે આહારને અપ્રાસ્ક-સચિત્ત અને અનેષણીય-દોષયુક્ત જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ ન કરે.
જો ભૂલથી ઉપરોક્ત સંસક્ત-મિશ્રિત આહાર ગ્રહણ થઈ ગયો હોય, તો તે આહારને લઈને ઉદ્યાન કે ઉપાશ્રયના એકાંત સ્થાનમાં જઈને, વિકસેન્દ્રિય જીવોના ઈડાથી રહિત, જીવ રહિત, બીજ રહિત, લીલોતરી રહિત, ઝાકળ રહિત, સચેત જલ રહિત, કીડીઓના દર રહિત, લીલ-ફૂગ રહિત, ભીની માટી રહિત કરોળિયાના જાળા કે કરોળિયાના પડ રહિત સ્થાનમાં તે મિશ્રિત આહારનું શોધન કરીને અર્થાત્ તેમાંથી પ્રાણી, બીજાદિને દૂર કરીને, ત્યાર પછી સંયમી સાધુ તેને વાપરે અથવા પાન કરે.
જો તે આહારમાં ઘણા જીવજંતુ હોય અને તે આહાર વાપરી શકાય તેમ ન હોય, ખાવા કે પીવા યોગ્ય ન હોય, તો તે આહારને લઈને સાધુ એકાંત સ્થાનમાં જાય અને ત્યાં બળેલી જગ્યામાં કે હાડકાં, લોખંડ, ભૂસા, સૂકાયેલા છાણ વગેરેના ઢગલા પર અથવા અન્ય આવા પ્રકારની કોઈ પણ નિર્દોષ ઈંડિલ(પરઠવા યોગ્ય) ભૂમિનું શોધન કરીને, તે ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને સાધુ તે આહારને યતનાપૂર્વક પરઠી દે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને માટે સચિત્ત સંસક્ત આહારના વિવેકનું નિરૂપણ છે.
જૈન શ્રમણો ત્રણ કરણ-ત્રણ યોગથી અહિંસા મહાવ્રતનું પાલન કરે છે. દેહનિર્વાહ માટે તે નિર્દોષ આહાર ગ્રહણ કરે છે. આહારની શુદ્ધિ માટે બે પ્રકારની સાવધાની જરૂરી છે– (૧) પ્રાસક આહાર- તે આહાર જીવ રહિત અર્થાત્ અચિત્ત હોય અને (૨) એષણીય- સાધુચર્યાના નિયમાનુસાર આધાકર્મી આદિ સર્વ પ્રકારના દોષોથી રહિત, નિર્દોષ હોય. જો આહાર આ બંને પ્રકારે શુદ્ધ હોય, તો જ સાધુ તેને ગ્રહણ કરે છે.
જો તે આહાર સચિત્ત બીજ વગેરેથી સ્પર્શિત કે મિશ્રિત હોય, જેમ કે– સાકરમાં કે મીઠાઈમાં કીડીઓ ચડી ગઈ હોય, સૂકા ખાદ્ય પદાર્થ પર સચેત મીઠું કે જીરું ભભરાવેલું હોય, રોટલી વગેરે ભોજન પર પાણીના છાંટા પડ્યા હોય, અથાણા વગેરે ફુગાઈ ગયા હોય, દાળ કે ખમણ આદિમાં ઉપરથી કોથમીર નાખેલી હોય, આ રીતે કોઈ પણ અચિત્ત ખાદ્ય પદાર્થ ત્રસ કે સ્થાવર જીવોથી મિશ્રિત હોય; તો સાધુ તેને ગ્રહણ કરે નહીં. આદિશ્વઃ- આ શબ્દના વિવિધ અર્થ થાય છે– (૧) સહસા-એકાએક ગ્રહણ થયો હોય (૨) અનાભોગઉપયોગ વિના ગ્રહણ થયો હોય (૩) દાતાએ ભૂલથી વહોરાવી દીધો હોય (૪) સાધુ દ્વારા ભૂલથી ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org