________________
શ્રી સ્થાનાંગ સૂત્રના ચોથા સ્થાનમાં ચાર શય્યા પ્રતિમા, ચાર વસ્ત્રપ્રતિમા, ચાર પાત્ર પ્રતિમા, ચાર સ્થાન પ્રતિમાનું વર્ણન, સાતમા સ્થાનમાં સાત પિંડેષણાનું વર્ણન બીજા શ્રુતસ્કંધની સમાન છે. આ રીતે બીજા શ્રુતસ્કંધના અનેક વિષયોની અન્ય આગમોના વિષયો સાથે અત્યંત સામ્યતા જોતા સિદ્ધ થાય છે કે આચારાંગ સૂત્રના બંને શ્રુતસ્કંધની રચના અન્ય આગમોથી પ્રાચીન છે અને તેથી જ તે ગણધરકૃત માનવામાં કોઈ વિરોધ જણાતો નથી.
શ્રી આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધ પર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ, કૃત વિસ્તૃત વ્યાખ્યા અને વ્યાખ્યા અનુસાર વિશ ચૂર્ણિ ઉપલબ્ધ છે. તે ઉપરાંત અન્ય અનેક વિદ્વાનોએ પણ તદ્વિષયક પોતાના ભાવો પ્રગટ કર્યા છે, પરંતુ બીજા શ્રુતસ્કંધની વ્યાખ્યા તથા ચૂર્ણિ અત્યંત સંક્ષિપ્ત છે તેમજ ઉત્તરવર્તી અન્ય આચાર્યોએ પણ તેનું વિશેષ વિવેચન કર્યું નથી. પ્રસ્તુત સંસ્કરણમાં પૂર્વાચાર્યો કૃત વ્યાખ્યાગ્રંથને આધારભૂત બનાવીને, ઉપલબ્ધ અન્ય પ્રકાશનોનું અવલોકન કરીને વિષયને સમજાવવાનો યથાશક્ય પ્રયત્ન કર્યો છે.
મદ પુણ્યોદયે પ્રાપ્ત થયેલા આ સંયમી જીવનમાં શ્રી આચારાંગ સૂત્રની વાંચણીનો યોગ પૂ. ગુરુભગવંતો સમીપે થયેલો. વર્ષો પછી પુણ્યોદયે આચારાંગના બીજા શ્રુતસ્કંધના આ ભાવોને અનુવાદના માધ્યમે આલેખવાનો યોગ મારા માટે બન્યો તે મારા માટે એક આશ્ચર્યકારી બીના છે. જે આ કાર્ય થયું છે તેમાં મારી કોઈ શક્તિ કે સામર્થ્ય નથી પરંતુ પૂ. તપસ્વી ગુરુદેવ તથા મંગલમૂર્તિ પૂ. ગુણીદેવા મોટા સ્વામી તેમજ જેમનો સંયમ મહોત્સવ મારા વૈરાગ્યનું કારણ બન્યો છે, તેવા ગુરુણીમૈયા ભાવયોગિની પૂ. બા. બ્ર. લીલમબાઈ મહાસતીજીની અસીમ કૃપાથી જ આ કાર્ય થવા પામ્યું છે. તેઓશ્રીની કૃપા જ મારા જીવનમાં પ્રેરક બની રહે એવી મંગલ ભાવના સાથે મારા ઉપકારીને યાદ કરતા હૃદય પ્લાવિત બની રહ્યું છે. જેનું જીવન આગમમય છે અને તેમાં તદાકાર છે તેવા આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મહારાજે સૂત્ર પાઠોના શબ્દ શબ્દનું સંશોધન કરીને તેના ભાવોને વ્યવસ્થિત કરવા પ્રયત્ન કર્યો છે તેમને ભાવ સહ વંદન કરું છું. તેમના ઉપકારને હું કઈ રીતે વાળી શકું? પૂ. મહારાજ સાહેબ! આપના જેવી જ્ઞાનદષ્ટિ મારામાં ખીલે તેવી ભાવના ભાવું છું.
આગમના ભાવોને જીવનમાં વણી તન્મય બનવાની જેમની
ત્કંઠા છે,
|
60
Je
Education International
Frivate & Pertena Use On
www.jainerary