________________
જેમનો મહાવૈરાગ્ય મને સંસારમાંથી તારનારો બન્યો. એવા પ્રધાન સંપાદિકાના સ્થાનને શિરમોર બનાવી આ આગમને અવગાહી અનેક શબ્દો અને અર્થને યથાર્થ ભાવમાં લાવીને આગમને ઓપિત કરી રહ્યા છે તેવા મમ ગુણીમૈયા ભાવયોગિની પૂ. બા.. લીલમબાઈ સ્વામીના ચરણોમાં ત્રિયોને વંદન કરી કહું છું કે તમારી કૃપાના આભારથી આભારિત બની રહું તેવી ભાવના.
જેમણે આચારાંગ સૂત્રનું અવગાહન, લેખન કાર્ય કરી મને અર્પિત કર્યું છે, તેવી મમ સદા સંચાથિની, વિનયી, વિદુષી, ગુલ્મગિની આર્યા હસુમતિજી તથા તેમાં અનુમોદનાનો સૂર પુરનાર સેવાભાવી આર્યા અનુમતિજીનો એવં મમ ગુરુકુળવાસી સહયોગી સર્વ સતિજીઓનો આદર કરું છું.
સહસંપાદિકાના સ્થાનમાં અપ્રમત્ત ભાવે શબ્દોની વૃત્તિ, ટીકા, નિર્યુક્તિ આદિના ઊંડાણમાં જઈ શબ્દો, તેના ભાવ અને અર્થનું અવલોકન, ચિંતન, મનન કરી માર્મિક ભાવોને પકડી પવપરના સંબંધને વ્યવસ્થિત કરનાર મમ ગરુ ભગિની સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકાનો આભાર માનું તેટલો ઓછો છે.
પ્રસ્તુત સંસ્કરણમાં પૂ. આત્મરામજી મ.સા. તથા યુવાચાર્ય શ્રી મધુકર મુનિ મ.સા. તેમજ મુનિ શ્રી નથમલજી સંપાદિત આગમનો તથા વૃત્તિ આદિનો આધાર લીધો છે, તે સર્વ સંપાદકો અને પ્રકાશકોનો તથા આ આગમનું પ્રુફ રીડીંગાદિ કાર્યમાં જેણે જેણે સાથ સહકાર આપ્યો છે, તે સર્વનો આભાર માનું છું.
સ્વદ્રવ્યને જ્ઞાન માર્ગમાં વાપરી, મળેલી સંપત્તિનો સદુપયોગ કરનાર શ્રુતાધાર સ્વ. કમળાબેન પુરુષોત્તમભાઈ દામાણીના સુપુત્રો કાંતિભાઈ તથા નરેશભાઈ પરિવારને ધન્યવાદ આપું છું. ગુરુપ્રાણ આગમ બત્રીસીના પ્રમુખશ્રી તથા સર્વ કાર્યકરોને પણ ધન્યવાદ છે.
સંયમી જીવનનિર્દોષ બનાવવામાં સહાયક શ્રી અરિહંતભાષિત, ગણધર ગ્રંથિત આ સૂત્રના અનુવાદમાં મારી છદ્મસ્થતા અને અજ્ઞાનતાને કારણે ભૂલ થવી સહજ છે, તે ભૂલનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
પૂ. મુક્તલીલમ ગુણીના સુશિષ્યા
સાધ્વી પુષ્પા
61
Je
Education International
E
rivate & Percena Use Only
www.jainerary