________________
Education International
અનુવાદિકાની કલમે
સાધ્વી શ્રી પુષ્પાબાઈ મ.
શ્રી આચારાંગ સૂત્રના બે શ્રુતસ્કંધ છે. તેમાં ગુરુપ્રાણ આગમ બત્રીસીના સાતમા આગમરત્ન રૂપે આચારાંગ સૂત્ર ભાગ-૧માં પ્રથમ શ્રુતસ્કંધનું પ્રકાશન થઈ ગયું છે. આજે આચારાંગ સૂત્ર ભાગ–રમાં દ્વિતીય શ્રુતસ્કંધનું પ્રકાશન થઈ રહ્યું છે. તેને આવારાપ્ર અથવા માચારપૂતા કહે છે.
આવારાપ્ર :- આવાર્ + અઘ્ર આચારનો અગ્રભાગ અર્થાત્ વિસ્તાર, તે આચારાગ્ર કહેવાય છે. જેમ વૃક્ષના મૂળનો વિસ્તાર તેની શાખા,પ્રશાખાઓ છે. તેમ પ્રથમ શ્રુતસ્કંધના આચારધર્મ રૂપ વિષયનો વિસ્તાર બીજા શ્રુતસ્કંધમાં થયેલો હોવાથી, તેને આચારાગ્ર કહે છે.
આચારપૂતા :- ચૂલા = શિખર અથવા ચોટી. જેમ પર્વતની ઉપરના ભાગને ચોટી કે પ્રાસાદની ઉપરના ભાગને શિખર કહે છે. તેમ બીજા શ્રતુસ્કંધનો વિષય પ્રથમ શ્રુતસ્કંધના શિખર સમ અથવા ચોટી સમ હોવાથી તેને આચાર ચૂલા કહે છે.
પ્રાચીન માન્યતા અનુસાર બીજો શ્રુતસ્કંધ પાંચ ચૂલાઓમાં વિભક્ત છે. હવફ ય સ પંચ ચૂલો । આ પાંચ ચૂલામાંથી ચાર ચૂલા બીજા શ્રુતસ્કંધમાં વિદ્યમાન છે અને પાંચમી ચૂલા આચારાંગ સૂત્રથી ભિન્ન ‘નિશીથસૂત્ર’ ના નામે એક સ્વતંત્ર આગમ રૂપે પ્રસિદ્ધિ પામેલ છે. શ્રી આચારાંગ સૂત્રમાં સાધ્વાચાર તથા તેની વિવિધ પ્રકારની મર્યાદાઓનું વિશદ્ વિશ્લેષણ છે અને તે આચાર મર્યાદામાં દોષ લાગે, ત્યારે તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિતનું વિધાન શ્રી નિશીથ સૂત્રમાં છે. આ રીતે નિશીથ સૂત્ર આચારાંગ સૂત્રથી પૂર્ણતઃ સંબંધિત છે. વર્તમાને ઉપલબ્ધ દ્વિતીય શ્રુતસ્કંધની ચાર ચૂલામાં સોળ અધ્યયન અને તેના ૩૪ ઉદ્દેશક છે. તેનું વિભાજન આ પ્રમાણે છે.
પ્રથમ ચૂલામાં સાત અધ્યયન અને પચ્ચીશ ઉદ્દેશક છે. વિષય
ઉદ્દેશક
૧૧
૩
નામ
૧. પિંડૈષણા
૨. શષ્યેષણા
આહારની ગવેષણાની વિધિ અને તેની શુદ્ધિના ઉપાયો. સાધનાને અનુકૂળ સ્થાન શુદ્ધિ
57
ivate & Personal Use Only
www.jainlibrary