________________
હતો. બંને મિત્રો ગુરુદેવના વચનો પ્રત્યે શ્રદ્ધાવિત બની નમી પડ્યા. ધન્ય હો ગુરુદેવ! આપ અમોને સાચા રાહે લાવનાર પરમ ઉપકારી છો. બંને સાથે મળીને બોલ્યા
આચાર પાળવા લાગે ઈષ્ટ,
જેમ આમ્રરસ લાગે બહુ બહુ મિષ્ટ. અધ્યયન સાતમું: અવગ્રહપ્રતિમા - શિષ્યો હવે ગુદેવમય બની ગયા હતા. તેમનું હૃદય તું હી તું હી પોકારી રહ્યું હતું. ત્યાં આવીને પ્રણામ કરીને કહ્યું– ગુરુદેવ! અમારું આચાર આમ્રવૃક્ષ શાખા-પ્રશાખા અને પર્ણોથી પાંગરી ઊડ્યું છે. ગુરુદેવઃ શિષ્યો! બહુ આનંદમાં ન આવી જવું. તેમજ બહાવરા પણ ન બની જવું. તમે મૂળમાંથી પિંડેષણા, શગ્યેષણા, ઈર્ષા, ભાષાજાત, વઐષણા અને પાત્રષણાની વાતો જાણી. આ જાણ્યા પછી તમારે વસ્તુની ગોઠવણી માટે સમિતિ મૈયાની પારિચારિકા નિક્ષેપાદેવીને મળવું જોઈએ. તે તમોને ઉપધિ ક્યાં રાખવી? કેમ રાખવી? તે શીખવાડશે. તેની પહેલા એક વાત જાણવી બહુ જરૂરી છે. તે બે કાનના એક કાન કરીને સાંભળો. શિષ્ય કહ્યું ભલે, ગુરુદેવ! ફરમાવો. ગુરુદેવઃ સાધકને શરીર સાચવવા સ્થાન જોઈએ, પહેરવા વસ્ત્ર જોઈએ, આહાર લાવવા પાત્ર જોઈએ, તેને રાખવાની જગ્યા જોઈએ, આ બધુ ભલે તમે યાચના કરીને લઈ આવો પણ તે શરીર, વસ્ત્ર, પાત્ર વગેરેને જ્યાં નિક્ષેપાદેવી કહે ત્યાં, તે જગ્યામાં મૂકતા પહેલા અવગ્રહ = આજ્ઞા લેવી જોઈએ.
જેના રાજ્યમાં જાઓ, તે રાજાની, તે નગરના કોટવાળની, ત્યાંથી આગળ વધીને જે ઘરમાં કે ઉપાશ્રયાદિમાં ઉતારો કરો, તેના માલિકની અથવા તેના અધિષ્ઠાયક કોઈની પણ આજ્ઞા લેવી, તેને અવગ્રહ કહે છે. જેની અનુજ્ઞા લ્યો, તેને આ પ્રમાણે કહેવું કે ભાઈ! અમે રોષકાળ કે ચાર્તુમાસકાળ રહેવા માટે તમારી આજ્ઞા લઈએ છીએ. અમે અત્યારે અમુક ઠાણા છીએ. કદાચ અમારી સમાન બીજા સાધુઓ આવી જાય, તો તેના માટે પણ તમારી અનુજ્ઞા લઈએ છીએ. ઉતારાનો અવગ્રહ લીધા પછી સાધર્મિક સાધુઓ માટે પાટ, પાટલા, ઔષધ, સોય, કાતર, કર્ણશોધનિકા, સંસ્કારક વગેરે લાવો, તેની પણ આજ્ઞા લેવી જરૂરી છે. સાધર્મિક સાધુઓએ એકબીજાની ઉપધિ વાપરવી હોય, તો તેની પણ આજ્ઞા લેવાની હોય છે. અન્ય સાધુની નેશ્રામાં રહેલી વસ્તુને લેવી હોય કે પોતાની નેશ્રાની વસ્તુ બીજાને દેવી હોય, તો આજ્ઞા લઈને લેવાય-દેવાય છે. આ બધી રીત નિક્ષેપાદેવી તમોને યાદી અપાવીને શીખવાડશે. વસ્તુને કેમ પકડાય, કેમ મૂકાય, હાથ-પગને કેમ વ્યવસ્થિત રખાય, તે શીખી લેવું. જે જગ્યા શક્રેન્દ્ર મહારાજની
( ).
૩9
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt