________________
મરી ન જાય તેનું ધ્યાન રાખવું, વસ્ત્રમાં– ચોલપટ્ટક, પછેડી, નેસડીયું, આસન, પાત્રાની જોળી વગેરે રાખવા. સાધર્મિક સંતોને વસ્ત્રો આપી શકાય તેવી રીતે વસ્ત્રની આજ્ઞા લેવી. સાધર્મિકો સાથે લેતી-દેતી કરવામાં વિવેક રાખવો, જેથી રાગ-દ્વેષ ન થાય. તેમાં પણ માયાચાર ન કરવા. આ સર્વ વાતોનો ખ્યાલ રાખી નિર્વધ જીવન જીવશો, તો આરાધક થાશો. તમારા આચાર આમ્રવૃક્ષની શાખાઓમાંથી પ્રશાખા પ્રસ્ફટિત થશે.
શિષ્ય બોલ્યો, ધન્યાસ્મિ. ગુરુદેવ ! હું ધન્ય બની ગયો. પંસ્કોકિલની પણ વાચા ખુલી ગઈ, તે તો નાચીને કહેવા લાગ્યો કે હવે મારું મિષ્ટ ભોજન તૈયાર થઈ રહ્યું છે, હું બીજું ભોજન જમીશ નહીં. બીજું કલ્યાણકારી ભોજન ન મળે ત્યાં સુધી કૂજન કરીશ નહીં. આ રીતે બંને મિત્રો એક બીજાની સામે જોતા ગુરુદેવને નમસ્કાર કરીને પોતાના સ્થાને ગયા. પોતાને જોઈએ તેટલા નિર્દોષ વસ્ત્રની એષણા કરીને લાવ્યા કે તુરંત જ આચાર આમ્રવૃક્ષની પંચાચાર રૂપ શાખા ઉપર દશ યતિધર્મ રૂપ પ્રશાખા વિકસી ગઈ. તે જોઈને બંને મિત્રો ખુશ થયા. અધ્યયન છઠ્ઠઃ પાવૈષણા - બંને મિત્રોએ ગુરુદેવને સવાલ પૂછ્યો કે આચાર આમ્રવૃક્ષની શાખા-પ્રશાખા તો પાંગરી ગઈ પણ તેના પર કેરી ક્યારે આવશે? ગુરુદેવઃ હે ધર્મવીર અણગાર ! ઉતાવળા કે ઉત્સુક થાઓ મા, ધીરજ રાખો, આચાર આમ્રવૃક્ષમાં શાખા પછી પ્રશાખા થાય, ત્યારપછી કૂંપળો અને પાંદડા બને, જો હું તમોને તેની વાત કરું છું.
તીર્થકરો તો કરપાત્રી હોય તેથી આહાર હાથમાં જ ગ્રહણ કરી એકાંતમાં જઈ વાપરે પણ આપણા હાથ પોલાણવાળા હોવાથી તેમાં ભોજન પૂર્ણ સુરક્ષિત રહી શકતું નથી, માટે સામાન્ય સાધુઓને કરપાત્ર હોવા છતાં બીજા કાષ્ઠ પાત્ર, માટીનાં પાત્ર કે સુંબીનાં પાત્ર લેવા પડે છે. તેની પણ યાચના ગૃહસ્થને ઘરે જઈને કરવી પડે છે. તે પાત્ર પણ સાધુના નિમિત્તે બનાવેલા ન હોય, સામે લાવ્યા ન હોય, તે સર્વે એષણાના નેત્રમણિથી તપાસીને જાણી લેવું જોઈએ. જેવી રીતે વસ્ત્રની વાત કરી તેવી જ રીતે પાત્રની વાત જાણવી. પાત્રો વિધિ સહિત લાવીને રંગ રોગાન કરવા જોઈએ. તે પાત્ર કાણાવાળા, તૂટેલા કે આહાર ચીપકી ગયા પછી નીકળે નહીં તેવા ન લાવવા. ડીઝાઈનથી શોભિત તથા વિભૂષિત કરાય નહીં પરંતુ ટકાઉ, ધ્રુવ, રહી શકે તેવા પાત્ર લેવા, શુદ્ધ અને નિર્દોષ પાત્રની ગવેષણા કરીને લાવવા, તે આમ્રવૃક્ષના પાંદડા છે. તે પાત્રનું કામ કરે છે. વિશેષ ભાવ અવસરે કહીશ, એમ કહી ગુરુદેવ મૌન થઈ ગયા. પ્રણામ કરીને બંને મિત્રો પાછા પગે ચાલવા લાગ્યા, પોતાના સ્થાને આવીને પોતાના આચાર આમ્રવૃક્ષનું નિરીક્ષણ કર્યું, તો તે આંબો ચરણ સિત્તેરીના પાંદડાથી સુશોભિત બની ગયો
(38
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt