________________
:
અધ્યયન પાંચમું : વસ્ત્રષણા મારો પુસ્કોકિલ ધર્મવીર અણગારનો સાથી બની ગયો. તે ત્યાં જ રહેવા લાગ્યો. અણગારની ચર્ચા જોતો જાય અને ધન્યવાદની અનુમોદના દેતો જાય. ગુરુદેવ પાસે બંને મિત્રો ચાલ્યા. એકે આકાશમાં ઉડ્ડયન કર્યું અને એક ધરતી પર ચાલવા લાગ્યો. બંને આમ્રવાટિકામાં ગુરુદેવની સમીપે પહોંચી ગયા. બંનેએ મર્ત્યએણં વંદામિ કહીને પ્રવેશ કર્યો. ગુરુદેવ રાહ જોઈને બેઠા હતા. બંનેએ વંદન કરીને જિજ્ઞાસા પ્રગટ કરી, ગુરુદેવ બોલ્યા, વત્સો ! આચાર આમ્રવૃક્ષને કોઈ રજના પરમાણુ ન લાગી જાય તેને ઢાંકવા માટે વસ્ત્ર લાવવું જરૂરી છે. તીર્થંકરો દીક્ષા લે ત્યારે દેવો એક વસ્ત્ર તેમના ખંભા પર નાંખે છે, તેને દેવદૃષ્ય કહે છે.
વસ્ત્રો સાધુને યાચના કરીને લાવવા પડે છે. તે વસ્ત્રો બહુ મૂલ્યવાન, હિંસાથી બનેલા, સાધુના નામે ખરીદેલા, ઉધાર લાવેલા, ઝૂંટવીને લાવેલા વગેરે દોષયુક્ત વસ્ત્રો હોય, તો તે સાધુને કલ્પતા નથી. સાધુને ફક્ત સુતરાઉ કે ઉનના વસ્ત્રો ખપે છે. તે પણ વસ્ત્રો દોષ રહિત હોય તો જ સાધુને ખપે છે. સાધુને કલ્પનીય વસ્ત્ર પણ ગૃહસ્થ આપે, તો તેને હાથમાં લઈને જોઈ લેવું, તે વસ્ત્ર ટકાઉ, ડાઘ વિનાનું, પોતાની જરૂરિયાત પ્રમાણે હોય, તો જ લેવું. પેલા એષણા પરિચારિકાના નેત્રમણીથી ચારે છેડા જોઈ લેવા. વસ્ત્રના છેડે ગાંઠ મારી હોય, તો તેને ખોલીને જોઈ લેવું તેમાંથી ધન, રત્નાદિ જે નીકળે, તે ગૃહસ્થને પાછું આપવું, તે વસ્ત્રમાં જીવજંતુ બેસી જાય તેવું, પોલું જાળી વાળું ન હોય, તે ધ્યાનમાં રાખવું.
પ્રભુએ કહ્યું છે કે જો સાધકનું શરીર આરોગ્યવાન હોય, તો એક વસ્ત્ર રાખે. ગ્લાન, નિર્બળ, વૃદ્ધ, નવદીક્ષિત બે થી ત્રણ જોડી વસ્ત્ર રાખે. સાધ્વીજીઓ ચાર વસ્ત્ર રાખે. આ રીતે પોતાના શરીર પ્રમાણે પરિમિત વસ્ત્રો લેવા. ઉપધિથી ઉપાધિ વધે છે. માટે જેટલી જોઈએ તેટલી ઉપધિ રાખવી. વસ્ત્રની ગવેષણા માટે બે ગાઉના એરિયામાં જ જવું.
વસ્ત્ર વિભૂષા માટે નથી, લજ્જા નિવારણ માટે છે માટે લોલુપતા વધે તેવા વસ્ત્રો ન લેવા. વસ્ત્રોને વધારે ઉજ્જવળ બનાવવા, સારા દેખાવા માટે ચમકીલા વસ્ત્રો લાવવા નહીં, તેને પરિધાન ન કરવા.
વસ્ત્રને સૂકવવા હોય, ત્યારે અતિ ઊંચા સ્થાને, થાંભલા કે દિવાલ પર, બાવા જાળા–જીવજંતુ આદિ હોય તેવા સ્થાને વસ્ત્રો ન સૂકવવા. અચિત્ત ભૂમિ પર વસ્ત્ર કંપિત થાય, વાયરાના જીવો મરે, તેવા સ્થાનમાં પણ ન સૂકવવા.
વસ્ત્રોમાં કોઈ રંગ લગાવવો નહીં, નિશાની કરવી નહીં, સિલાઈમાં ડીઝાઈન પાડવી નહીં. સિલાઈ પણ એવી કરવી કે નાનામાં નાના જીવજંતુ તેમાં બેસીને ફસાઈને
37
Personal
"Woolnel bangjo |