________________
માલિકીમાં છે. તેના માટે શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા લેવી. સંપૂર્ણ ભરતક્ષેત્ર તેમની માલિકીમાં છે. ભલે તે દેવલોકમાં હોય પણ તમારે કોઈપણ જગ્યાએ બેસવું, ઉઠવું હોય, ત્યાં કોઈ વ્યક્તિ આજ્ઞા દેનારી ન હોય, ત્યારે શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા લઈને બેસવું. આવા પાંચ પ્રકારના અવગ્રહ છે. (૧) દેવેન્દ્ર અવગ્રહ (૨) રાજ અવગ્રહ (૩) ગૃહપતિ અવગ્રહ (૪) સાગારિક અવગ્રહ (૫) સાધર્મિક અવગ્રહ. આ અવગ્રહ સંબંધી આચાર સામગ્રી છે. તેમાં રહીને સાધુ– સાધ્વી ઘણા અભિગ્રહ ધારણ કરી શકે છે, જે સ્થાનમાં રહેવાનું થાય ત્યાં આમ્રવન, ઈક્ષુવન, લસણની વાડી આદિ હોય, તે સ્થાન જીવજંતુવાળું ન હોય, તેવા નિર્દોષ સ્થાનમાં રહે. તે જગ્યામાં રહેવા માટે જેની આજ્ઞા લીધી હોય, તેના સિવાયની અન્ય વ્યક્તિ આમ્રફળ, ગંડેરી કે લસણ આપવાની ઇચ્છા કરે, તો પોતાની જરૂર પ્રમાણે પિંડૈષણા અધ્યયનમાં કહ્યું, તે પ્રમાણે નિર્દોષ હોય, તો તેને શારીરિક સ્વસ્થતા માટે ગ્રહણ કરે. આ ઉપધિ– ઉપકરણને રાખવાના સ્થાનની રીત, તમોને નિક્ષેપા દેવી શીખવાડશે, માટે તેને સાથે રાખીને આ કળા શીખી લ્યો, શિષ્યો બોલ્યા, ગુરુદેવ ! ભલે, તેમ થાઓ. તેમણે નિક્ષેપા દેવીનો સાથ કરી આ કળા શીખી લીધી. નિક્ષેપાદેવી તેમના હાથ, પગ વગેરે ઉપાંગોની રક્ષા–જયણા કરવા લાગ્યા. આચાર આમ્રવૃક્ષના ચરણસિત્તરિના પાંદડા ઉપર કરણસિત્તેરના ફૂલો ખીલી ઊઠ્યા. મંજરીઓના રૂપમાં આમ્રવૃક્ષ શોભવા લાગ્યું. તે જોઈને બંને મિત્રોનો આનંદ સમાતો નથી. તેઓ હવે ગુરુદેવના પ્યારા શિષ્ય બની ગયા હતા. અપ્રમત્ત અવસ્થામાં રહીને જલદી-જલદી રસવાળા સ્વાદુ આમ્રફળને પ્રાપ્ત કરવા તત્પર બન્યા અને બોલ્યા– આચાર પાળવા લાગે અમોને ઇષ્ટ, જેવો આમ્રરસ લાગે મિષ્ટ.
અધ્યયન આઠમું : સ્થાન સપ્તિકા :– ગુરુદેવની વાણી ઝીલવા બંને મિત્રો બેસી ગયા હતા. ગુરુદેવ પધાર્યા, ત્યારે ઊભા થઈને નમસ્કાર કરીને ગુરુદેવને બિરાજમાન કર્યા. ત્યારપછી હાથ જોડી ઊભા રહ્યા. ગુરુદેવની આજ્ઞા થતાં ઉત્કટ આસને બેઠા. ગુરુદેવ બોલ્યા– અવગ્રહની વાત તમે જાણી લીધી. હવે જે સ્થાનમાં તમે ઉતરો તે સ્થાનમાં તમારે કાયોત્સર્ગ કરવાની આદત પાડવી જોઈએ. આ કાયાનો સંયમ કેળવવાની ખૂબ ખૂબ જરૂર છે. આચાર આમ્રવૃક્ષની માવજત કરવી પડે છે. વસંતૠતુ જેવું વાતાવરણ નિત્ય રહે તે માટે તેવી ક્રિયાઓ તેની પાસે કરવી પડે છે, તે ક્યારેય કરમાય નહીં માટે ત્યાં રોજ ધ્યાન ધરવું પડે છે. ધ્યાન ધરવા કાયાને સ્થિર રાખવી પડે છે તેના માટે જુદા જુદા અભિગ્રહ ધારણ કરવા પડે છે. જે સ્થાનમાં ઊભા રહેવું હોય, ધ્યાન કરવું હોય, તે સ્થાન બરોબર જોવું. પોતે ઊભો રહે ત્યારે બીજા જીવોને કોઈ બાધા
40
Personal
"Woolnel bangjo |