________________
૩૫૮ ]
શ્રી આચારાંગ સૂત્ર
(રર) મુનિ ગૃહસ્થને ઔષધ, ભેષજ બતાવીને ચિકિત્સા વૃત્તિ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરે, તેચિકિત્સા દોષ છે. (૨૩) મુનિ ક્રોધિત થઈને કે કોપ કરવાનો ભય દેખાડીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે ક્રોધ દોષ છે. (૨૪) કોઈ ગૃહસ્થ ભિક્ષા ન આપે ત્યારે મુનિ ઘમંડપૂર્વક કહે કે– "હું ભિક્ષા લઈને જ રહીશ" એમ કહી પછી
ઘરના બીજા સદસ્યો દ્વારા બુદ્ધિમાની પૂર્વક ભિક્ષા પ્રાપ્ત કરે, તે માન દોષ છે. (૨૫) રૂપ કે વેશ પરિવર્તન કરીને અથવા અન્ય કોઈપણ પ્રકારે માયા કપટના માધ્યમે ભિક્ષા પ્રાપ્ત કરવી તે
માયા દોષ છે. (૨૬) મુનિ ઈચ્છિત વસ્તુ મળે ત્યારે લેવામાં માત્રાનો વિવેક ન જાળવે, અતિમાત્રમાં આહારાદિ લઈ લે અથવા
ઈચ્છિત પદાર્થ ન મળે ત્યાં સુધી સમય મર્યાદાનો વિવેક રાખ્યા વિના ફર્યા જ કરે, તે લોભ દોષ છે. (૨૭) આહાર પ્રાપ્તિ અર્થે આહાર ગ્રહણ પૂર્વે કે પછી દાતાની પ્રશંસા કરે, તે પૂર્વ પશ્ચાત્ સંસ્તવ દોષ છે. (૨૮) સિદ્ધ થયેલી વિદ્યાના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરે તેમજ ગૃહસ્થને વિદ્યા શીખવાડીને ભિક્ષા પ્રાપ્ત કરે,
તે વિદ્યા દોષ છે. (ર૯) મંત્ર, તંત્ર, યંત્રના પ્રયોગે ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થોને તે પ્રયોગ બતાવીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે
મંત્ર દોષ છે. (૩૦) વશીકરણ ચૂર્ણ વગેરેના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થને તે પ્રયોગ શીખવાડીને ભિક્ષા
પ્રાપ્ત કરવી, તે ચૂર્ણ દોષ છે. (૩૧) પાદ લેપ, અંજન પ્રયોગ, અંતર્ધાન ક્રિયા વગેરેના પ્રયોગથી ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ તે પ્રયોગ ગૃહસ્થને
બતાવીને અથવા આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે યોગ દોષ છે. (૩ર) ગર્ભપાત વગેરે પાપકૃત્યની વિધિ દર્શાવીને તેમજ તેમાં સહકાર આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મૂળકર્મ
દોષ છે. એષણાના(ગ્રહëષણાના) ૧૦દોષછે તે ગોચરી લેતા સમયે દાતા કે સાધુના અવિવેક અને અસાવધાનીથી લાગે છે, તે આ પ્રમાણે છેગ્રાહ્ય વસ્તુ અચિત્ત થઈ કે નહીં? ગ્રાહ્ય અચેત પદાર્થ સચિત્તના સંઘટ્ટામાં છે કે દૂર છે? દાતા દ્વારા પાણી વગેરે સચિત્ત પદાર્થનો સ્પર્શ સંઘટ્ટો થયો કે નહીં? વગેરે શંકાશીલ સ્થિતિમાં પદાર્થ લેવા તે શકિત દોષ
(૩૪) પાણીથી ભીના કે ખરડાયેલા હાથ કે ચમચા, વાસણ વગેરેથી ભિક્ષા લેવી, તે મૃક્ષિત દોષ છે. (૩૫) અચિત્ત કલ્પનીય વસ્તુ, સચિત્ત વસ્તુ પર રાખેલી હોય કે તેને સ્પર્શેલી હોય, તે નિશ્ચિત દોષ છે. (૩૬) સચિત્ત વસ્તુથી ઢાંકેલી અચિત્ત કલ્પનીય વસ્તુ લેવી, તેપિહિત દોષ છે. (૩૭) સચિત્ત વસ્તુના પાત્રને ખાલી કરી, તે પાત્ર દ્વારા ભિક્ષા દે, તે સાહરિય દોષ છે. (૩૮) બાળક, અન્ય વ્યક્તિ, ગર્ભવતી સ્ત્રી અને વિરાધના કરતાં કરતાં વહોરાવનાર વ્યક્તિ પાસેથી ભિક્ષા લેવી,
તે દાયક દોષ છે. (૩૯) અચિત્ત પદાર્થમાં સચિત્ત પદાર્થ– મીઠું, આખું જીરું, ચારોળી, ખસખસના દાણા વગેરે નાંખ્યા હોય અને
તે અચિત્ત ન થયા હોય તેવા પદાર્થ લેવા, તે મિશ્ર દોષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org