________________
પરિશિષ્ટ-૧ : ગોચરી સંબંધી : દોષ-નિયમ
(૪૦) અઘાણા, કચૂમ્બર, ઓળા અને અર્ધપક્વ ખાધ પદાર્થ તથા ધોવણ પાણી કે ગરમ પાણી કે જે પૂર્ણ રૂપે શસ્ત્ર પરિણત ન થયા હોય, તેવા પદાર્થો ગ્રહણ કરવા, તે અપરિણત દોષ કહેવાય છે.
हे टु
(૪૧) સચિત્ત મીઠું, સાજી ખાર, માટી આદિ પૃથ્વીકાયના ચૂર્ણથી તેમજ વનસ્પતિના પિષ્ટ ચૂર્ણ અને છોતરા આદિથી હાથ વગેરે ખરડાયેલા હોય તેનાથી ભિક્ષા લેવી, તે લિપ્ત દોષ છે.
૩૫૯
દાતા પાણી કે આહાર કોઈપણ વસ્તુને વેરાતાં કે ઢોળતાં વહેરાવે, તે છર્દિત દોષ કહેવાય છે. આવશ્યક સૂત્રના શ્રમણ સૂત્રમાં આવતા ગોચરી સંબંધી દોષો આ પ્રમાણે છે.
(૪૩) આજ્ઞા લીધા વગર અર્ધા ખુલ્લા કે અંદરથી બંધ ન કરેલા દરવાજા ખોલીને ગોચરી માટે જવું, તે દોષ છે. (૪૪) ગોચરી માટે ભ્રમણ કરતા મુનિને કૂતરી કે બાલિકા અથવા સ્ત્રી વગેરેનો સંઘો થાય અને સાધ્વીને કૂતરા, બાળક કે પુરુષ વગેરેનો સંઘટ્ટો થાય, તે દોષ છે.
(૪૫) નિર્દોષ ખાદ્ય સામગ્રી સાધુને વહોરાવવા એક જગ્યાએ એકઠી કરીને રાખી હોય, અથવા જે આહાર કોઈને દેવા માટે નિશ્ચિત્ત કરેલો હોય, તેમાંથી ભિક્ષા લેતાં દોષ થાય, તે મંડીપાઝુડિયા દોષ છે.
(૪૬) શ્રાદ્ધ વગેરે પ્રસંગે સાધુને વહોરાવતાં પહેલાં પક્ષીઓ માટે ખાધ પદાર્થને દિશાઓમાં ફેંકીને પછી વહોરાવે, તે બલિ પાડિયા દોષ છે.
(૪૭) ઉતાવળમાં કે ભૂલથી કોઈપણ અપનીય વસ્તુ વહોરાવી દે, તે સહસાકાર દોષ છે. (૪૮) દાતા નહીં દેખાતા સ્થાનથી પદાર્થ લાવીને વહોરાવે, તે અદષ્ટ આહત દોષ છે.
(૪૯) આહારાદિ વહોરાવતા દાતા વચ્ચે કોઈચીજ ફેંકે, તેમજ આહાર વાપરતા સમયે કે આહાર કર્યા પછી મુનિ કોઈ પદાર્થને અમનોજ્ઞ કે વધારે માત્રામાં હોવાથી પરકે તો તે પરિસ્થાપનિકા દોષ છે.
(૫૦) માંગી–માંગીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે અવભાસણ દોષ છે. [આ ૪૨ દોષ માંહેનો વનીમગ દોષ છે.] ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૧૭ અને અધ્ય. ૨૬માં એષણા શુદ્ધિ માટે નીચેના સૂચનો છે. (૫૧) અન્ય ઘરોમાં ગોચરી ન જતાં સ્વજનોને ત્યાંથી જ ગોચરી કરે, તે દોષ છે.
(પર) મુનિ છ કારણે આહાર કરે અને આહારની ગવેષણા કરે– (૧) ક્ષુધાવેદનીયના ઉપશમ માટે (૨) આચાર્યાદિની સેવા માટે (૩) ઈયાં સમિતિના શોધન માટે (૪) સંયમ નિર્વાહ માટે (૫) દસ પ્રાણોને ઘારણ કરવા માટે (૬) ધર્મ ધ્યાનની વૃદ્ધિ માટે.
(૫૩) મુનિ છ કારણે આહાર કરવાનું છોડી દે– (૧) વિશિષ્ટ રોગાંતક થાય ત્યારે (૨) ઉપસર્ગ આવે ત્યારે (૩) બ્રહ્મચર્યની પાલના–સુરક્ષા માટે (૪) જીવ દયા માટે (૫) તપશ્ચર્યા કરવા માટે (૬) અનશન—સંધારો કરવા માટે આહારનો ત્યાગ કરે.
Jain Education International
આચારાંગ સૂત્ર ૩.-૨, અ.-૧માં એષણા શુદ્ધિ સંબંધી અનેકાનેક સૂચનો છે તે માંહેનું વિશેષ વિધાન આ પ્રમાણે છે
(૫૪) યાત્રા, મેળો, મહોત્સવ વગેરેમાં ભિક્ષાચરો માટેની દાનશાળામાંથી સામાન્ય રીતે જૈન શ્રમણો આહાર લેતા નથી પરંતુ દાન દેવાય જાય અને ઘરના લોકો કે કર્મચારી જમવા બેસે ત્યારે ત્યાંથી ગોચરી લઈશકાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org