________________
પરિશિષ્ટ-૧: ગોચરી સંબંધી દોષ-નિયમો
૩૫૭
સ્થાપિત કરે, તે સ્થાપના દોષ છે. સાધુના નિમિત્તે ભોજન આદિના આયોજનને વહેલું કે મોડું કર્યું હોય અર્થાતુ મહેમાન માટેના ભોજન સમારંભની તારીખ કે સમય પરિવર્તન કરીને આહારાદિ તૈયાર કરે, તે પાડિયા દોષ છે. સાધુના નિમિત્તે આહારાદિ એકાદ બે કલાક વહેલો કે મોડો કરે તો પણ આ દોષ લાગે છે. સાધુ માટે દાતા દીપક, લાઈટ વગેરેનો પ્રકાશ કરી, અગ્નિનો આરંભ કરીને આહારાદિ વહોરાવે; તે પાઓઅર દોષ છે. સાધુ-સાધ્વી માટે દાતા બજારમાંથી કોઈપણ વસ્તુ કે આહારાદિ ખરીદીને વહોરાવે, તે ક્રિીત દોષ છે.
સાધુ માટે કોઈ વસ્તુ ઉધાર લાવીને દાતા વહોરાવે, તે પામૃત્ય દોષ છે. ૧૦) સાધુ માટે વસ્તુની અદલા બદલી કરે અર્થાતુ પોતાની કોઈ વસ્તુ બીજાને આપી, તેના બદલે સાધુને જરૂરી
હોય તેવી વસ્તુ તેની પાસેથી લઈને આપે, તે પરિવર્તિત દોષ છે. (૧૧) સાધુ જે સ્થાનમાં રહ્યા હોય ત્યાં લાવીને દાતા આહારાદિ વહોરાવે, તે અભિહત દોષ છે. (૧૨) પેક બંધ પદાર્થ યા મુખ બાંધી રાખેલા ઘડા વગેરે વાસણોના બંધનને કે ઢાંકણાને ખોલીને કે જેને ખોલવામાં
ત્રસ કે સ્થાવર જીવોની વિરાધના થતી હોય, તે રીતે આહારાદિ વહોરાવે તો તે ઉભિન્ન દોષ કહેવાય છે,
પરંતુ જો તે ઢાંકણ વગેરે સહજ રીતે ખોલી શકાય તેમ હોય તો તે દોષરૂપ નથી. (૧૩) દાતા પડી જાય તેવી નીસરણી વગેરે સાધનનો ઉપયોગ કરીને ઊંચ-નીચેથી લાવીને કોઈ પદાર્થ વહોરાવે
તે માલોહડ દોષ છે. એકદમ નીચા નમીને કે સુઈને વસ્તુ કાઢી શકાય તેવા સ્થાનમાંથી વસ્તુ કાઢીને
વહોરાવે, તે માલોહડ દોષ છે. (૧૪) દાતા કોઈ પાસેથી છીનવીને કે બળજબરીથી લઈને તેમજ કોઈની ઈચ્છા વિના તેની વસ્તુ કે આહારાદિ
વહોરાવે, તે આછિન્ન દોષ છે. (૧૫) ઘરમાં બીજા સદસ્યની માલિકીની કોઈ વસ્તુ હોય તે તેને પૂછ્યા વિના વહોરાવે, તે અનિસુષ્ટ દોષ છે. આ
એક પ્રકારે અદત્ત દોષ છે. ગૃહસ્થો માટે થઈ રહેલા આહારાદિમાં સાધુના નિમિત્તે આહારની માત્રા વધારે. તે અધ્યવપૂર્વક (અધ્યવસાય યુક્ત) દોષ કહેવાય છે.
ઉત્પાદનના ૧૬ દોષ છે, તે સાધુ દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરવાથી લાગે છે. જેમ કે(૧૭) મુનિ ગૃહસ્થના બાળકોને રમાડી, તેને ખુશ કરી, ધાવ માતાનું કાર્ય કરી, આહારાદિ પ્રાપ્ત કરે, તો તે ધાય
દોષ છે.
મુનિ દૂતપણું કરીને, ગૃહસ્થના સમાચારોની લેવડ દેવડ કરીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે દૂતી દોષ છે. (૧૯) મુનિ હસ્તરેખા, કંડલી વગેરે દ્વારા ભૂત અને ભાવી જીવનના નિમિત્ત બતાવી આહારાદિ પ્રાપ્ત કરે, તે
નિમિત્ત દોષ છે. (૨૦) મુનિ પોતાનો પરિચય કે ગુણો બતાવીને અથવા મહેનત-મજૂરી કરીને આહારાદિ પ્રાપ્ત કરે, તે આજીવિકા
દોષ છે. (૨૧) મનિ ભિખારીની જેમ દીનતાપૂર્વક માંગી–માંગીને આહાર પ્રાપ્ત કરે, દાતાને દાનના ફળના આશીર્વચન
કહીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વનીપક દોષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org