________________
૩૫૪ ]
શ્રી આચારસંગ સૂત્ર
આ રીતે દ્વાદશાંગીનું મૂળ ત્રિપદી છે, તેથી તે માતૃકાપદ પણ કહેવાય છે. ૩ખને ટુ વા એટલે વસ્તુ ઉત્પન્ન થાય છે, વિરાને રૂ વા એટલે વસ્તુ નાશ પામે છે, ધુવે ટુ વા એટલે વસ્તુ ધ્રુવ, શાશ્વત છે. પ્રત્યેક વસ્તુ–પ્રત્યેક પદાર્થ દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવ છે અને પર્યાયની–અવસ્થાની અપેક્ષાએ અનિત્ય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આ રીતે સર્વ દ્રવ્ય નિત્ય-અનિત્ય સ્વભાવ ધરાવે છે. હત્યા વ્યય ધ્રૌવ્ય યુક્ત સત્ I- તત્ત્વાર્થ સૂત્ર. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત હોય તે સત્ છે. યન્સ તદ્રવ્યમ્ જે સત્ છે તે દ્રવ્ય કહેવાય છે. તે બ્લિગિન્વેદિ કિરણ પૂછે.....સૂયગડાંગ સૂત્ર-૪. દરેક પદાર્થ નિત્યાનિત્ય સ્વભાવવાળા છે.
સમુદ્રમાં મોજા ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, પરંતુ પાણી તેનું તે જ રહે છે. માટીમાંથી ઘડો બનાવવામાં આવે ત્યારે ઘડાની ઉત્પત્તિ થાય છે, ઘડો ફૂટી જાય ત્યારે ઘડાનો નાશ થાય છે, પરંતુ આ બંને અવસ્થામાં માટી કાયમ ટકી રહે છે. સોનામાંથી કંકણ ઘડવામાં આવે ત્યારે કંકણની ઉત્પત્તિ થાય છે, કંકણમાંથી કુંડળ બનાવવામાં આવે ત્યારે કંકણનો નાશ થાય છે, પણ સોનું કાયમ રહે છે. બાલ્યાવસ્થા વ્યતીત થાય અને યુવાવસ્થાનો પ્રારંભ થાય છે, પરંતુ વ્યક્તિ તેની તે જ રહે છે. મનુષ્ય રૂપે જન્મ થાય એટલે મનુષ્ય પર્યાયની ઉત્પત્તિ થાય છે, મનુષ્યનું આયુષ્ય પૂર્ણ થાય, ત્યારે મનુષ્ય પર્યાયનો નાશ થાય છે, જીવ કાયમ રહે છે, તે જીવ ધ્રુવ છે. આ રીતે પ્રત્યેક પદાર્થની અવસ્થાઓ, પર્યાયો ક્ષણે-ક્ષણે પલટાતી રહે છે. પર્યાયો અનિત્ય છે, તેમાં પરિવર્તન થતું જ રહે છે. આ રીતે જગતના તમામેતમામ પદાર્થો, લોકના સર્વ દ્રવ્યો ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂપ ત્રિપદીમાં સમાવિષ્ટ થઈ જાય છે, બીજી બાજુ અધ્યાત્મ જગતના સર્વ રહસ્યો પણ ત્રિપદીમાં સમાવિષ્ટ છે.
પોતાના નિજ આત્મ દ્રવ્ય તરફ દષ્ટિ કરવામાં આવે તો તે નિત્ય, ધ્રુવ, શાશ્વત છે. આત્મ દ્રવ્ય પોતે પોતાના નિજ સ્વભાવમાં કાયમ માટે સ્થિત જ છે. શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જવું, તે જ અધ્યાત્મ છે. દ્રવ્ય દષ્ટિ કેળવવાથી આત્મ રમણતા થાય છે.
આત્માની વૈભાવિક પરિસ્થિતિઓ(અવસ્થાઓ) ઉત્પાદ, વ્યયના સ્વભાવવાળી છે. મોહજન્ય સર્વ વિકારો–રાગ, આસક્તિ, દ્વેષાદિ, ભાવોમાં ઉત્પદ–વ્યય થયા કરે છે. વિચાર, વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે રાગાદિ ભાવો ઉત્પન્ન થાય ત્યારે પર્યાય દષ્ટિએ જોવાથી સમજાય જાય છે કે આ તેની પરિવર્તન સ્વભાવવાળી અવસ્થા છે, પર્યાય છે. જે પર્યાય ઉત્પન્ન થઈ છે, તે નાશનો સ્વભાવ લઈને જ ઉત્પન્ન થઈ છે, તેમ પર્યાય દષ્ટિથી તેની અનિત્યતા સમજાય છે અને તેની અનિત્યતા સમજાતાં જ રાગ કે દ્વેષ રૂપ વિભાવ શમી જાય છે અને આત્મા સમભાવમાં સ્થિત થઈ જાય છે.
આ રીતે જૈન દર્શન સંગત બાહ્ય જગતના સર્વ પદાર્થો અને આત્મિક જગતના, આધ્યાત્મિકતાના સર્વ રહસ્યો, સર્વ સિદ્ધાંતો ત્રિપદીમાં ગર્ભિત છે.
શ્રી આચારાંગ સૂત્રના આ બીજા શ્રુતસ્કંધનું, પંદરમું અધ્યયન ભગવાન મહાવીર સ્વામીનો જીવન પરિચય કરાવે છે. તેમાં પરમાત્માનો દીક્ષા મહોત્સવ, સાધના, કૈવલ્ય પ્રાપ્તિનું વર્ણન છે. કૈવલ્ય પ્રાપ્તિ પછી પ્રથમ દેશનામાં પાંચ મહાવ્રત અને તેની પચ્ચીસ ભાવનાઓના વર્ણન સાથે અધ્યયન સમાપ્ત થઈ જાય છે. તેમાં ચતુર્વિધ સંઘની સ્થાપના, ગૌતમાદિ ગણધરને ગણધર પદની પ્રાપ્તિ આદિનું વર્ણન નથી. અન્ય આગમોમાં પણ ત્રિપદીનો ઉલ્લેખ નથી, પરંતુ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત “ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત મહાકાવ્ય', ઉપાધ્યાય શ્રી વિનયવિજયગણિ વિરચિત “લોક પ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org