SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧: ત્રિપદી ચિંતન પરિશિષ્ટ-૧ : ત્રિપદી ચિંતન ઉપ્પન્ગેઈવા, વિગમેઈવા, વેઈવા બીજમાં વટવૃક્ષ તિરોહિત હોય છે, અરણીના લાકડામાં અગ્નિકણ અને અગ્નિકણમાં તેજસ્વીજાજ્વલ્યમાન અગ્નિ છુપાયેલો હોય છે, તેમ ત્રિપદીના ત્રણ પદોમાં જૈનાગોના સર્વ ભાવો અને દ્વાદશાંગીના સમસ્ત સ્યો ગોપાયેલા છે. ૫૩ બીજ જમીનમાં ધરબાય, પાણીનો સંયોગ પામે ત્યારે વૃક્ષ, અરણીનું લાકડું ઘસાય ત્યારે અગ્નિકણ પ્રગટ થાય છે અને વાયુનો સંયોગ મળતાં અગ્નિકણ તેજસ્વી જાજ્વલ્યમાન અગ્નિનું સ્વરૂપ ધારણ કરે છે, તેમ તીર્થંકર પરમાત્માના શ્રીમુખે ત્રિપદીનું શ્રવણ થતાં ગણધર ભગવંતોના હૃદયમાં ચૌદપૂર્વ સંયુક્ત દ્વાદશાંગીનું પૂર્ણશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે. ઘટના એમ ઘટે છે કે તીર્થંકર પરમાત્મા સંયમ સ્વીકાર પછી સાધના-આરાધનાના પરિપાક રૂપે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે તેઓને પૂર્વના ત્રીજા ભવમાં બાંધેલા તીર્થંકર નામકર્મનો ઉદય થાય છે અને તેઓ તીર્થ પ્રવર્તાવવા ઉદ્યમવંત બને છે. કેવળજ્ઞાનને પ્રાપ્ત તીર્થંકર પ્રભુ સૌ પ્રથમ શ્રમણધર્મ અને શ્રાવક ધર્મને સમજાવતી, સંસાર સાગર પાર કરાવનારી, ભવજલતારિણી, દુઃખ મુક્તિદાયિની, શિવ સુખ-સિદ્ધિ દાયિની, છકાય જીવ રક્ષક, અહિંસા પ્રધાન દેશના(પ્રથમ ઉપદેશ) આપે છે. તે દેશનાના શ્રવણથી પરિષદ(સમા)માં ઉપસ્થિત કેટલાક ભવ્ય જીવો(નર-નારીઓ) પરમાત્મા પાસે સાધુવ્રતમહાવ્રત અંગીકાર કરી, સર્વવિરતિ સંયમી જીવનનો સ્વીકાર કરે છે અને કેટલાક ભવ્ય જીવો(નર-નારીઓ વગેરે) શ્રાવકવ્રત અણુવ્રત ધારણ કરી, દેવરિત સંયમ જીવનનો સ્વીકાર કરે છે અને ચતુર્વિધ સંઘની સ્થાપના થાય છે. નૂતન દીક્ષિત શ્રમણોમાં પૂર્વભવની સાધનાના બળે ગણધર બનાવા યોગ્ય, પુણ્યનો બંધ કરીને આવેલા અર્થાત્ ગણધર પદને યોગ્ય સાધુઓને તત્ત્વજ્ઞાન શીખવવા ભગવાન તમને રૂ વા, વિનમે રૂ વા, ધ્રુવે રૂ વા આ ત્રિપદી(ત્રણ પદ) આપે છે. આ ત્રણ પદ સાંભળતા જ જેને-જેને ચૌદ પૂર્વ સહિત દ્વાદશાંગીનું જ્ઞાન લઈ જાય છે અને મુહૂર્ત માત્રમાં દ્વાદશાંગીની રચના કરે છે, તેઓને ભગવાન ગણધર પદ ઉપર સ્થાપિત કરે છે. Jain Education International જેમ આમ્રવૃક્ષ ઉપર આરૂઢ વ્યક્તિ નીચે રહેલા સ્વજનો માટે મીઠાં-મધુરા પાકાં ફળોની ઉપરથી વૃષ્ટિ કરે અને નીચે રહેલા બે-પાંચ સ્વજનો પોતાના હાથમાં રહેલા વસ્ત્રમાં તે ફળોને ઝીલે છે અને પછી તેને સાફ કરી, સમારીને પોતાના સર્વ સ્વજનોને પ્રેમપૂર્વક ખાવા આપે છે અને પોતે પણ ખાય છે, તેમ કેવળજ્ઞાન રૂપી કલ્પવૃક્ષ ઉપર સ્થિર તીર્થંકરો ભવ્યજનોના ઉપકાર માટે અનુત્તર એવા અર્થને વરસાવે છે તેને ગણધરો બુદ્ધિરૂપી વસ્ત્રમાં ઝીલી સૂત્ર(દ્વાદશાંગી) રૂપે ગૂંથીને પોતાનો તેમજ અન્યનો ઉપકાર કરે છે. અત્યં ભાસદ્ અરદ્દા સુત્ત ગુંથદ્ બહરા । તીર્થંકરો અર્થરૂપ આગમનું કથન કરે છે, ગણધરો સૂત્ર રૂપ આગમની રચના કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy