________________
| પરિશિષ્ટ-૧: ત્રિપદી ચિંતન
[ ૩૫૫ ]
આદિ ગ્રંથોમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
उत्पादो विगमो ध्रौव्यमिति पुण्यां पदत्रयीम् । उद्दिदेश जगन्नाथः सर्व वाङ्मय मातृकाम् ॥ सचतुर्दशपूर्वाणि द्वादशाङ्गानि ते क्रमात् ।
તો વિરવયામાસુત્તત્રિયદાનુસા રતઃ II પર્વ-૧, સર્ગ–૩, ૪/શ્વર ગાથાર્થ જગતના નાથ તીર્થંકર પરમાત્મા સર્વ વામય(સાહિત્ય)ના માતૃકા સ્થાનરૂપ પણ્યમય(પવિત્ર) એવા ઉત્પાદ, વ્યય, ધ્રિવ્ય, આ ત્રણ પદનો(ગણધર પદની યોગ્યતાવાળા સાધુઓને) ઉપદેશ આપે છે.
ત્યાર પછી આ ત્રણ પદને અનુસરીને(ગણધરો) શીધ્ર ચૌદપૂર્વ સહિત બાર અંગ સૂત્રની ક્રમશઃ રચના કરે છે.
साधुष्वथो गणधर पद योग्या भवंति ये। उत्पत्तिनाशध्रौव्या त्रिपदी शिक्षयंति तान् ॥ अधीत्य त्रिपदीं तेऽपि मुहूर्ताद् बीज बुद्धयः ।
વતિ દાહશાં વિવિત્રરવનાવિતા II લોકપ્રકાશ, સર્ગ–૩૦. ગાથાર્થ સાધુઓમાં જે ગણધરપદને યોગ્ય હોય, તેમને ઉત્પત્તિ, નાશ અને ધ્રવ્ય અર્થવાળી ત્રિપદીનું ભગવાન શિક્ષણ આપે છે.
તે ત્રિપદીનો અભ્યાસ કરતાં, તેઓ બીજ બુદ્ધિવાળા હોવાથી મુહૂર્ત માત્ર(બે ઘડી)માં વિવિધ પ્રકારની રચનાવાળી દ્વાદશાંગી(બાર અંગસૂત્ર)ની રચના કરે છે.
આ રીતે ત્રિપદીના આધારે જ ૧૨ અંગ રૂપ આગમો (શાસ્ત્ર, સિદ્ધાંત)ની રચના થાય છે. વર્તમાનમાં અગિયાર અંગ ઉપલબ્ધ છે, બારમું દષ્ટિવાદ નામનું અંગશાસ્ત્ર વિચ્છેદ પામ્યું છે. આ બારા અંગ સૂત્રના આધારે જ આચાર્યોએ ઉપાંગસૂત્રો, મૂળસૂત્રો, છેદસૂત્રો અને આવશ્યક સૂત્રની રચના કરી છે. આ રીતે બત્રીસ આગમોની ગંગોત્રી ભગવાનના શ્રીમુખમાંથી પ્રવાહિત થયેલી ત્રિપદી છે.
ગુરુપ્રાણ આગમ બત્રીસીના આ ગુજરાતી આગમ અનુવાદ પ્રકાશનના પ્રારંભની પળે મુખપૃષ્ઠ અર્થે ચર્ચાઓ ચાલી અને સૌભાગ્યશાળી પાવનપળે અમારી દષ્ટિ સમક્ષ પરમપિતા પરમાત્મા ભગવાન શ્રી મહાવીર સ્વામી પ્રથમ દેશના આપતા હોય, ગણધર ભગવંતોને ત્રિપદી આપતા હોય અને ગણધર ભગવંતો ત્રણ પદના આધારે દ્વાદશાંગીની રચના કરતાં હોય, તેવું દશ્ય ઝળકવા લાગ્યું અને મનોપ્રદેશ ઉપર ૩પુન વા, વિાને રુવા, ધુને ફુવા ત્રિપદી ગૂંજવા લાગી અને સાધ્વી સુબોધિકાની કલમ દ્વારા રેખા ચિત્ર તૈયાર થયું અને તે ચિત્ર ગુરુ ભગવંતોની, ગુણી મૈયાની અને સર્વાનુમતે પસંદગીને પામ્યું. આ રીતે ભગવાન, ત્રિપદી અને આગમના નામ સહિતનું દશ્ય, ગુરુપ્રાણ આગમ બત્રીસીના બત્રીસ આગમો અને ૩૫ આગમ રત્નોના મુખ પૃષ્ઠને શોભાવતું આપ સહુને આધ્યાત્મિકતાની પ્રેરણા આપી રહ્યું છે અને ભવિષ્યમાં આપતું રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org