________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
ભાવાર્થ:આ પાંચે ય મહાવ્રતો અને તેની પચીસ ભાવનાઓથી યુક્ત અણગાર યચાદ્ભુત, યથાકલ્પ અને યથામાર્ગ, તેને કાયાથી સમ્યક પ્રકારે સ્પર્શ કરી, પાલન કરી, તેનો પાર પામી, તેની મહાનતાનું કીર્તન કરી, ભગવાનની આજ્ઞાના આરાધક થાય છે– એમ શ્રી તીર્થંકર પ્રભુએ કહ્યું છે. વિવેચન :
૩૪૨
પ્રસ્તુત સૂત્ર વિષયના ઉપસંહાર રૂપ છે.
જે સાધક પચીસ ભાવના સહિત પાંચ મહાવ્રતનો સ્વીકાર કરીને ભગવાનની આજ્ઞા પ્રમાણે શાસ્ત્ર અનુસાર તેનું પાલન કરે, કપની મર્યાદા અનુસાર અહિંસાદિ ગુણો સહિતનું આચરણ કરે, કઠિનતમ પરિસ્થિતિમાં પણ મહાવ્રતોને ટકાવી રાખે, તેની મહત્તા સ્વીકારીને પ્રશંસા કરે, તે સાધક ક્રમશઃ વિકાસ કરતાં સ્વયં મહાવ્રતમય બની જાય છે, તે આજ્ઞાના આરાધક થાય છે, તે જ શ્રમણધર્મની કૃતકૃત્યતા છે. તે સાધક ક્રમશઃ સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે.
Jain Education International
।। પંદરમું અધ્યયન સંપૂર્ણ ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org