________________
અધ્યયન-૧૬: પરિચય
:
૩૪૯.
સોળમું અધ્યયન பு/Eaa papapapapapapapapapapapapapaND
આ અધ્યયનનું નામ વિમુક્તિ છે. વિમુક્તિ એટલે વિશેષ પ્રકારે મુક્ત થવું, છૂટવું.
તેના બે ભેદ છે, દ્રવ્ય વિમુક્તિ અને ભાવ વિમુક્તિ. લોખંડની બેડી આદિના બંધનથી મુક્ત થવું, તે દ્રવ્ય વિમુક્તિ છે. રાગ-દ્વેષાદિ મલિન ભાવોથી અથવા કર્મના બંધનથી મુક્ત થવું, તે ભાવ વિમુક્તિ છે. સાધુઓની વિવિધ શ્રેણીઓની અપેક્ષાએ ભાવ વિમુક્તિના પણ બે ભેદ થાય છે– (૧) દેશ અને (૨) સર્વ.
સામાન્ય સાધુઓથી લઈને કેવળી ભગવાન સુધીના સાધકો દેશ વિમુક્ત છે, કારણ કે સામાન્ય સાધુઓ સંસારના સર્વ સંબંધોથી, ધન-દોલતાદિ ભૌતિક પદાર્થોથી તથા પાપ પ્રવૃત્તિથી મુક્ત થયેલા છે અને કેવળી ભગવાન ચાર ઘાતિ કર્મોથી મુક્ત છે. સિદ્ધ ભગવાન આઠે કર્મોથી સર્વથા મુક્ત હોવાથી સર્વ વિમુક્ત છે.
પ્રસ્તુત અધ્યયનમાં ભાવ વિમુક્તિ માટેના ઉપાયોનું ક્રમશઃ પ્રતિપાદન હોવાથી તેનું ‘વિમુક્તિ', એ સાર્થક નામ છે.
પ્રસ્તુત અધ્યયનના પ્રારંભમાં સાધકને માટે સ્વજનોનો કે ભૌતિક પદાર્થોનો રાગ છોડી વૈરાગ્ય ભાવ જાગૃત કરવા અનિત્ય ભાવનાનું કથન છે. ત્યારપછી વિવિધ ઉપમાઓ અને રૂપકો દ્વારા સાધકોને રાગ-દ્વેષ, મોહ, મમત્વ અને કષાયાદિ વૈભાવિક ભાવોથી મુક્ત થવાની પ્રેરણા આપી છે. જીવ વૈભાવિક ભાવોથી મુક્ત થાય, ત્યારે જ તે જન્મ-મરણની પરંપરાથી અને આઠે કર્મોથી સંપૂર્ણ મુક્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org