________________
અધ્યયન-૧૫
.
૩૪૧ |
પરિગ્રહને ભેગો કરવા, તેનું રક્ષણ કરવા માટે પ્રાણી અનેક પાપોનું સેવન કરે છે, તેનો વિયોગ થાય ત્યારે પ્રાણી આર્તધ્યાન કરે છે. આ રીતે પરિગ્રહ વૃત્તિ સાધકના ચિત્તને ચંચળ બનાવે છે, સ્વાધ્યાય-ધ્યાનની સાધનામાં અલના કરે છે, તેથી સાધુ સૂક્ષ્મ કે સ્કૂલ, સચેત કે અચેત સર્વ પ્રકારના પરિગ્રહનો નવ કોટિએ જીવન પર્યત ત્યાગ કરે છે.
સાધુ સંયમી જીવનમાં આવશ્યક ઉપકરણો તથા સાધનામાં સહાયક પોતાના શરીરને પણ અનાસક્ત ભાવે ધારણ કરે છે. જો તેને પોતાના શરીરમાં કે ઉપકરણોમાં પણ મૂર્છાભાવ જાગૃત થાય, તો તે પણ પરિગ્રહ રૂપ બની જાય છે, તેથી સાધુ તેમાં પણ અનાસક્ત ભાવ રાખે. પાંચ ભાવના - (૧) સાધુ મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દ પર રાગ કે દ્વેષ કરે નહીં. તે જ રીતે (રથી ૫) મનોજ્ઞ- અમનોજ્ઞ રૂપ, ગંધ, રસ અને સ્પર્શમાં પણ રાગ-દ્વેષ કરે નહીં.
વિષયોની આસક્તિ જ પદાર્થોના સંગ્રહની વૃત્તિને જન્મ આપે છે તેથી જ અપરિગ્રહ મહાવ્રતની વિશુદ્ધિ માટે સૂત્રકારે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવાનું સૂચન કર્યું છે.
સાધક વિષયોને જાણવા કે માણવા જાય નહિ પરંતુ સહજભાવે ઇન્દ્રિયોને વિષય પ્રાપ્ત થાય અર્થાત કાનમાં શબ્દ આવી જાય, આંખોથી રૂપ જોવાઈ જાય, નાકમાં ગંધ આવી જાય ઇત્યાદિ વિષયો આવે તેની પ્રાપ્તિ સહજ થઈ જાય, ત્યારે તેનો ત્યાગ કરવો શક્ય નથી, પરંતુ સાધકે અનુભવાતા તે વિષયમાં રાગ-દ્વેષનો ત્યાગ કરી તેમાં વૈરાગ્યભાવ અને ઉપેક્ષાભાવ સહિત સમત્વ પરિણામોમાં રહેવું જોઈએ. આ પુદ્ગલ સંયોગ આત્માના પરિણામોને ચંચળ બનાવે નહીં તેના માટે સાધકે સાવધાન રહેવાનું છે.
આ રીતે સાધક મહાવ્રતોની પાંચ-પાંચ ભાવનાથી મહાવ્રતોને પુષ્ટ કરે છે.
મહાવ્રતોનું પાલન, તે સાધકોની સાધનાનો પ્રાણ છે. મહાવ્રતોની વિશુદ્ધિ અને રક્ષા માટે ભાવનાઓ અત્યંત મહત્વપૂર્ણ છે, તેથી આગમોમાં મહાવ્રતો અને તેની ભાવનાઓનું કથન છે. શ્રી દશવૈકાલિક સૂત્ર ચોથા અધ્યયનમાં રાત્રિ ભોજન ત્યાગ સહિત પાંચ મહાવ્રતનું વિસ્તૃત વર્ણન છે.
રાત્રિ ભોજન ત્યાગનો સમાવેશ અહિંસા મહાવ્રતમાં થઈ જતો હોવાથી પ્રસ્તુત પ્રસંગમાં તેનું સ્વતંત્ર કથન નથી. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રના સંવર દ્વારમાં પાંચ મહાવ્રતની પચીસ ભાવનાનું વિસ્તૃત વર્ણન છે. તે ઉપરાંત સમવાયાંગ સૂત્ર પચીસમા સમવાયમાં, પચીસ ભાવનાનું નિરૂપણ છે, પરંતુ તે ભાવનાઓના નામમાં કે ક્રમમાં ક્યાંક ભેદ પ્રતીત થાય છે. ભિન્નતાનું કારણ લિપિ દોષ અથવા ભિન્નભિન્ન કાલે ભિન્ન ભિન્ન આચાર્યો દ્વારા થયેલું સંપાદન છે, તેમ સમજી શકાય છે, પરંતુ તે સર્વેય ભાવનાઓના ભાવોમાં સામ્યતા છે. ઉપસંહાર:६१ इच्चेएहिं पंच महव्वएहिं पणवीसाहि य भावणाहिं संपण्णे अणगारे अहासुयं अहाकप्पं अहामग्गं सम्म काएणं फासित्ता पालित्ता तीरित्ता किट्टित्ता आणाए आराहित्ता यावि भवइ । શબ્દાર્થ :- અહીસુયં = સૂત્ર પ્રમાણે, સૂત્રોક્ત વિધિ પ્રમાણે અહીંj = કલ્પ અનુસાર મહાવ્રતની મર્યાદા અને આચાર પ્રમાણે કામ = વીતરાગ કથિત માર્ગ પ્રમાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org