________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
તેમાં ઉત્પન્ન થતાં રાગદ્વેષનો સાધુ ત્યાગ કરે. રીતે જીવ ઘાટ્ટેન્દ્રિયથી મનોજ્ઞ કે અમનોજ્ઞ સર્વ પ્રકારની ગંધને સૂથે છે પરંતુ સાધુ તેમાં આસક્ત થઈને રાગદ્વેષ કરે નહિ. આ ત્રીજી ભાવના છે.
३४०
(૪) ચોથી ભાવના આ પ્રમાણે છે– જીવ જીભથી મનોજ્ઞ, અમનોજ્ઞ રસોનો આસ્વાદ કરે છે, સાધુ તે મનોજ્ઞ કે અમનોશ રસોમાં આસક્ત થાય નહીં તથા વૃદ્ધ, મુચ્છિત કે અત્યંત આસક્ત થાય નહિ અને તેના પર રાગદ્વેષ કરીને, પોતાના આત્મગુણોનો નાશ કરે નહિ. કેવલી ભગવાને કહ્યું છે કે જે નિગ્રંથ મનોજ્ઞ, અમનોજ્ઞ, રસોમાં આસક્ત, અનુરક્ત, ગૃદ્ધ, મોહિત, મૂર્છિત કે અત્યંત આસક્ત થાય કે રાગદ્વેષ કરીને પોતાના આત્મગુણોનો નાશ કરે છે તે અપરિગ્રહ મહાવ્રતનો દેશથી કે સર્વભંગ કરે છે અને કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે.
રસેન્દ્રિયનો વિષય બનેલા પદાર્થોના રસનો આસ્વાદ ન લેવો તે શક્ય નથી, પરંતુ તે રસ પ્રત્યે ઉત્પન્ન થતાં રાગદ્વેષનો સાધુ ત્યાગ કરે. આ રીતે જીવ રસેન્દ્રિયથી મનોજ્ઞ, અમનોજ્ઞ, સર્વ પ્રકારના રસોનું આસ્વાદન કરે છે, પરંતુ સાધુ તેમાં રાગદ્વેષ કરે નહિ. આ ચોથી ભાવના છે.
(૫) પાંચમી ભાવના આ પ્રમાણે છે– જીવ સ્પર્શેન્દ્રિયથી મનોજ્ઞ, અમનોજ્ઞ સ્પર્શોનું સંવેદન(અનુભવ) કરે છે. સાધુ તે મનોજ્ઞ, અમનીશ સ્પર્શીમાં આસક્ત થાય નહીં તથા અનુરક્ત, ગૃહ, મૂર્છિત અને અત્યંત આસક્ત થાય નહિ, રાગદ્વેષ કરીને પોતાના આત્મગુણોનો નાશ કરે નહિ. કેવલી ભગવાને કહ્યું છે કે જે નિગ્રંથ મનોજ્ઞ, અમનોજ્ઞ, સ્પર્શોમાં આસક્ત, અનુરક્ત,ગૃદ્ધ, મોહિત, મૂર્છિત કે અત્યંત આસક્ત થાય કે રાગદ્વેષ કરીને પોતાના આત્મ ગુણોનો નાશ કરે છે, તે અપરિગ્રહ મહાવ્રતનો દેશથી કે સર્વભંગ કરે છે તથા કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે.
સ્પર્શેન્દ્રિયનો વિષય બનેલા પદાર્થોના સ્પર્શનું સંવેદન ન કરવું, તે શક્ય નથી, પરંતુ તે સ્પર્શમાં ઉત્પન્ન થતાં રાગદ્વેષનો સાધુ ત્યાગ કરે.
આ રીતે જીવ સ્પર્શેન્દ્રિયથી મનોજ્ઞ, અમનોજ્ઞ, સર્વ પ્રકારના સ્પર્શોનું સંવેદન કરે છે પરંતુ સાધુ તેમાં રાગદ્વેષ કરે નિહ. આ પાંચમી ભાવના છે.
६० एतावताव पंचमे महव्वए सम्मं कारणं फासिए पालिए तीरिए किट्टिए अवट्ठिए आणाए आराहिए यावि भवइ ।
पंचमं भंते । महव्वयं परिग्गहाओ वेरमणं ।
ભાવાર્થ :- આ પ્રમાણે પાંચ ભાવનાઓથી યુક્ત પરિગ્રહ વિરમણ રૂપ પાંચમા મહાવ્રતનો કાયાથી સમ્યક પ્રકારે સ્પર્શ કરવાથી, તેનું પાલન કરવાથી, ગ્રહણ કરેલા મહાવ્રતોને સારી રીતે પાર પામવાથી, તેનું કીર્તન કરવાથી તથા તેમાં સ્થિર રહેવાથી ભગવાનની આજ્ઞાની આરાધના થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચમા અપરિગ્રહ મહાવ્રતનું તથા તેની પાંચ ભાવનાનું નિરૂપણ છે. પરિગ્રહ :- પરિ એટલે ચારે બાજુથી જીવને, ગ્રહ એટલે પકડી રાખે, જકડી રાખે, તે પરિગ્રહ છે. આગમોમાં મુળ પરિવાહો વુતો તે મૂર્છા-આસક્તિ ભાવને પરિગ્રહ કહ્યો છે. આસક્તિના પરિણામોથી જ જીવ જડ-ચેતન પદાર્થોનો સંગ્રહ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org