________________
અધ્યયન-૧૫ .
૩૩૯ |
મોહિત કે મૂચ્છિત થાય નહિ ળો અવવને = અત્યંત આસક્ત-તલ્લીન થાય નહિ તો વિષયાયાવનેજા = વિનાશને પ્રાપ્ત ન થાય અર્થાત્ રાગદ્વેષ ન કરે સોવિયનાથ = શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા સલ્ફા = શબ્દ જ સજા = સમર્થ નથી જ સૌs = સાંભળવા નહિ તત્વ = તેમાં રાવોસ ૩= રાગદ્વેષ છે ને = જે ત = તેને પરિવાણ = છોડી દે વસિયના યં= ચક્ષુ વિષયને પ્રાપ્ત થયેલ રવ = રૂપ અ૬ બ સ = અદષ્ટ થઈ શકતું નથી લાવિયમ' = નાસિકાના વિષયને પ્રાપ્ત થયેલ બંધું = ગંધ ન આધાર સજા = ગંધ ન આવે તેમ થઈ શકતું નથી નીલવિયાવું = જીભનો વિષય બનેલા રસું = રસને સfa અગાસાકં = આસ્વાદ ન થાય તેમ થઈ શકતું નથી પરંતુ પવિયેના યં = સ્પર્શેન્દ્રિયના વિષયને પ્રાપ્ત પરાસં = સ્પર્શને જ સંવેડંગ સT = સંવેદન ન થાય, તેમ શક્ય નથી અર્થાત્ સંવેદન તો થાય છે. ભાવાર્થ :- પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓ છે(૧) પાંચ ભાવનાઓમાંથી પ્રથમ ભાવના આ પ્રમાણે છે– જીવ શ્રોતેન્દ્રિયથી મનોજ્ઞ કે અમનોજ્ઞ શબ્દોને સાંભળે છે, સાધુ મનોજ્ઞ કે અમનોજ્ઞ શબ્દોમાં આસક્ત થાય નહિ, અનુરક્ત થાય નહિ, ગૃદ્ધ થાય નહિ, મોહિત થાય નહિ, અત્યંત આસક્ત થાય નહિ, રાગદ્વેષ કરીને આત્મગુણોનો નાશ કરે નહિ. કેવલી ભગવંતે કહ્યું છે કે જે સાધુ મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દોમાં આસક્ત, અનુરક્ત, વૃદ્ધ, મોહિત કે અત્યંત આસક્ત થાય છે, રાગદ્વેષ કરે છે, તે અપરિગ્રહ મહાવ્રતનો દેશથી કે સર્વથી ભંગ કરે છે અને કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે.
કાનમાં પ્રવેશેલા શબ્દનું શ્રવણ ન કરવું, તે શક્ય નથી પરંતુ તેને સાંભળતા જ તેમાં ઉત્પન્ન થતાં રાગ, દ્વેષનો સાધુ ત્યાગ કરે. આ રીતે જીવ શ્રોતેન્દ્રિયથી પ્રિય કે અપ્રિય સર્વ પ્રકારના શબ્દો સાંભળે છે પરંતુ સાધુ તેમાં આસક્ત થઈને રાગ, દ્વેષ કરે નહિ. આ પ્રથમ ભાવના છે. (૨) બીજી ભાવના આ પ્રમાણે છે– જીવ ચક્ષુરિન્દ્રિય દ્વારા મનોજ્ઞ, અમનોજ્ઞ સર્વ પ્રકારના રૂપોને જુએ છે. સાધુ તે મનોશ, અમનોશ રૂપોમાં આસક્ત થાય નહીં તથા અનુરક્ત કે વૃદ્ધ થાય નહિ યાવત્ રાગદ્વેષ કરીને આત્મગુણોનો નાશ કરે નહિ. કેવલી ભગવાને કહ્યું છે કે જે નિગ્રંથ મનોજ્ઞ અમનોજ્ઞ રૂપોને જોઈને તેમાં આસક્ત, અનુરક્ત, વૃદ્ધ થાય છે માવતરાગદ્વેષ કરી પોતાના આત્મગુણોનો નાશ કરે છે, તે અપરિગ્રહ મહાવ્રતનો દેશથી કે સર્વભંગ કરે છે અને કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે.
ચક્ષુ સમક્ષ આવેલું રૂપ ન દેખાય, તે શક્ય નથી, પરંતુ તેને જોતાં જ તેમાં ઉત્પન્ન થતાં રાગ-દ્વેષનો સાધુ ત્યાગ કરે. આ રીતે જીવ ચક્ષુરિન્દ્રિયથી મનોજ્ઞ કે અમનોજ્ઞ સર્વ પ્રકારના રૂપને જુએ છે, પરંતુ સાધુ તેમાં આસક્ત થઈને રાગ-દ્વેષ કરે નહિ. આ બીજી ભાવના છે. (૩) ત્રીજી ભાવના આ પ્રમાણે છે– જીવ નાસિકાથી પ્રિય કે અપ્રિય ગંધોને સુંઘે છે. સાધુ મનોશ કે અમનોશ ગંધમાં આસક્ત થાય નહીં તથા અનુરક્ત, વૃદ્ધ, મોહિત કે અત્યંત આસક્ત થાય નહિ, તેના પર રાગદ્વેષ કરીને પોતાના આત્મ ગુણોનો નાશ કરે નહિ. કેવલી ભગવાને કહ્યું છે કે જે નિગ્રંથ મનોજ્ઞ કે અમનોજ્ઞ ગંધમાં આસક્ત, અનુરક્ત, વૃદ્ધ, મૂચ્છિત કે અત્યંત આસક્ત થાય તથા રાગદ્વેષથી ગ્રસ્ત બની પોતાના આત્મ ગુણોનો નાશ કરે છે તે અપરિગ્રહ મહાવ્રતનો દેશથી કે સર્વથી ભંગ કરે છે અને કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે.
ધ્રાણેન્દ્રિયના વિષય રૂપ બનેલા ગંધના પુદ્ગલો સુંઘાય નહિ તે શક્ય નથી, પરંતુ તે ગંધ આવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org