________________
૩૩૬ ]
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
સર્વથી ભંગ કરે છે અને કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, માટે નિગ્રંથ સાધુ અતિમાત્રામાં આહારપાણી કરે નહિ કે સરસ સ્વાદિષ્ટ ભોજનનો ઉપભોગ કરે નહિ. આ ચોથી ભાવના છે. (૫) પાંચમી ભાવના આ પ્રમાણે છે- નિગ્રંથ સાધુ સ્ત્રી, પશુ, નપુંસકથી યુક્ત શય્યા-વસતિ અને આસનાદિનું સેવન કરે નહિ. કેવલી ભગવાને કહ્યું છે– સ્ત્રી, પશુ અને નપુંસક યુક્ત શય્યા, આસનાદિનું સેવન કરનાર સાધુ બ્રહ્મચર્યનો દેશથી કે સર્વથી ભંગ કરે છે અને કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, માટે નિગ્રંથ સાધુ સ્ત્રી, પશુ, નપુંસકથી સંસક્ત શય્યા અને આસનાદિનું સેવન કરે નહિ. આ પાંચમી ભાવના છે.
५७ एतावताव चउत्थे महव्वए सम्म कारणं जाव आराहिए यावि भवइ । चउत्थं भंते ! महव्वयं मेहुणाओ वेरमणं । ભાવાર્થ :- આ પ્રમાણે આ પાંચ ભાવનાઓથી યુક્ત મૈથુન વિરમણ રૂપ ચોથા મહાવ્રતની સમ્યક રૂપે કાયાથી સ્પર્શના કરવાથી, પાલન કરવાથી, ગ્રહણ કરેલા મહાવ્રતને સારી રીતે પાર પામવાથી, તેનું કીર્તન કરવાથી, તેમાં સ્થિર રહેવાથી ભગવાનની આજ્ઞાની આરાધના થાય છે. હે ભગવાન ! આ મૈથુન વિરમણરૂપ ચોથું મહાવ્રત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચોથા બ્રહ્મચર્ય મહાવ્રતનું સ્વરૂપ તથા તેની પાંચ ભાવનાનું નિરૂપણ છે. બ્રહ્મચર્ય :- બ્રહ્મ સ્વરૂપ આત્મભાવમાં રમણતા કરવી, તે બ્રહ્મચર્ય છે. વિષય ભોગની પ્રવૃત્તિ મોહનીય કર્મને ઉત્તેજિત કરે છે. તે બ્રહ્મચર્યમાં બાધક બને છે, તેથી બ્રહ્મચર્ય મહાવ્રતની આરાધના કરનાર સાધક દેવતા, મનુષ્ય કે તિર્યંચ સંબંધી મૈથુન સેવનનો ત્રણ કરણ અને ત્રણ યોગ, આ નવ કોટિથી જીવન પર્યત ત્યાગ કરે છે. પાંચ ભાવના :- (૧) સાધુ સ્ત્રીઓ સંબધી કામ વિષયક કથા કરે નહીં. કામ વિષયક કથાઓનું શ્રવણ મનમાં વિકાર ભાવ જાગૃત કરે છે, ક્યારેક મનની વિકૃતિથી વચનની અને કાયાની પણ વિકૃતિ થાય અને સાધક ચારિત્ર માર્ગથી ભ્રષ્ટ થાય છે, તેથી સાધુ સ્ત્રી કથાનો સર્વથા ત્યાગ કરે.
(૨) સાધુ સ્ત્રીઓના અંગોપાંગનું આવલોકન કરે નહીં, વિષય બુદ્ધિથી કરેલું રૂપદર્શન વાસનાની જાગૃતિનું નિમિત્ત બને છે તેથી સાધુ વિકાર ભાવે સ્ત્રીના અંગોપાંગનું નિરીક્ષણ કરે નહીં.
(૩) સાધુ પર્વે ભોગવેલા વિષય ભોગનું સ્મરણ કરે નહીં. વિષય ભોગનું સ્મરણ ઉપશાંત થયેલી વાસનાને પુનઃ ઉદ્દીપ્ત કરે છે, તેથી સાધુ પોતે ભોગવેલા વિષય ભોગનું સ્મરણ કરે નહીં અને વિષયવર્ધક નાટક આદિ જુએ નહીં.
(૪) સાધુ પ્રતિદિન સરસ ગરિષ્ટ આહાર કરે નહીં. ગરિષ્ટ આહાર આળસ, પ્રમાદ આદિ દુર્ગુણોનું પોષણ કરે છે, સુષુપ્ત વાસનાને સતેજ બનાવે છે, તેથી બ્રહ્મચર્યનું પાલન કરનારા સાધુઓ સાદો-સીધો, પૌષ્ટિક અને પોતાના શરીરને અનુકૂળ આહાર પણ મર્યાદિત પ્રમાણમાં જ કરે છે.
સામાન્ય રીતે સર્વ સાધુઓ માટે ગરિષ્ટ આહારનો નિષેધ છે પરંતુ કોઈ સાધુ પોતાના સ્વાથ્ય માટે ઔષધ રૂપે વિગયયુક્ત ગરિષ્ટ આહાર ગુરુની આજ્ઞા પૂર્વક ગ્રહણ કરી શકે છે.
(૫) સાધુ સ્ત્રી-પશુ, નપુંસક રહિત સ્થાનમાં રહે. સ્ત્રી આદિનો સંસર્ગ મનની વિકૃતિનું નિમિત્ત બને છે તેથી સાધુ સ્ત્રી આદિથી રહિત એકાંત સ્થાનમાં નિવાસ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org