________________
અધ્યયન-૧૫
.
[ ૩૩૫]
अहावरा चउत्था भावणा- णाइमत्तपाणभोयणभोई से णिग्गंथे, णो पणीयरस-भोयणभोई । केवली बूया- अइमत्तपाण-भोयणभोई से णिग्गंथे पणीयरसभोयणभोइ त्ति संतिभेया जाव भंसेज्जा । णाइमत्तपाणभोयणभोई से णिग्गंथे, णो पणीयरसभोयणभोइत्ति चउत्था भावणा । ___अहावरा पंचमा भावणा- णो णिग्गंथे इत्थीपसुपंडगसंसत्ताई सयणासणाई सेवित्तए सिया । केवली बूया- णिग्गंथे णं इत्थीपसुपंडगसंसत्ताई सयणासणाई सेवेमाणे सतिभेया जाव भसेज्जा । णो णिग्गथे इत्थी-पसु-पंडगसंसत्ताइ सयणासणाई सेवित्तए सिय त्ति पंचमा भावणा ।। શબ્દાર્થ :- સંતિ = પ્રાપ્ત કરે છે એવા = બ્રહ્મચર્યના ભેદને(દેશ ભંગને) વિષT = બ્રહ્મચર્યના
ભંગને(સર્વ ભંગને) વસિષા રાખો ધબ્બાઓ ઉw = કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે જો fથે ફલ્ય પુષ્કરવાડું પુષ્યવલિયાડું સુરિત લય = સાધુએ સ્ત્રીઓ સાથે પહેલા કરેલી રતિ તથા ક્રિીડાનું સ્મરણ કરવું જોઈએ નહિ નામરપાળમોવળમોર્ફ = પ્રમાણથી વધારે આહાર-પાણી કરે નહિ રે શિવે = તે નિગ્રંથ છે જે પરસ-મોલમોડું = પ્રણીત રસ, પ્રકામ ભોજનનો ઉપભોગ કરે નહિ અર્થાત્ સરસ આહાર ન કરે. ભાવાર્થ :- આ ચોથા મહાવ્રતની પાંચ ભાવનાઓ છે(૧) પહેલી ભાવના આ પ્રમાણે છે– નિગ્રંથ સાધુ સ્ત્રીઓની કામજનક વાતો વારંવાર કરે નહિ. કેવળી ભગવાને કહ્યું છે કે વારંવાર સ્ત્રીઓની કથા-વાતો કરનાર નિગ્રંથ બ્રહ્મચર્યનો દેશથી કે સર્વથી ભંગ કરે છે અને કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિગ્રંથ સાધુ સ્ત્રીઓની વાતો વારંવાર કરે નહિ. આ પ્રથમ ભાવના છે. (૨) બીજી ભાવના આ પ્રમાણે છે– નિગ્રંથ સાધુ સ્ત્રીઓની મનોહર, મનોરમ ઇન્દ્રિયોને સામાન્ય કે વિશેષ પણે જુએ નહિ. કેવલી ભગવાને કહ્યું છે કે સ્ત્રીઓની મનોહર તેમજ મનોરમ ઇન્દ્રિયોને કામ, રાગપૂર્વક સામાન્ય કે વિશેષ રૂપે જોનાર સાધુ બ્રહ્મચર્યનો દેશથી કે સર્વથી ભંગ કરે છે અને કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિગ્રંથ મુનિ સ્ત્રીઓની મનોહર તેમજ મનોરમ ઇન્દ્રિયોને કામરાગપૂર્વક સામાન્ય કે વિશેષ રૂપે જુએ નહિ. આ બીજી ભાવના છે. (૩) ત્રીજી ભાવના આ પ્રમાણે છે– નિગ્રંથ સાધુ સ્ત્રી સાથે પૂર્વકૃત રતિ, પૂર્વકૃત કામક્રીડાનું સ્મરણ કરે નહિ. કેવલી ભગવાને કહ્યું છે કે સ્ત્રીઓની સાથે કરેલ પૂર્વકૃત રતિ તેમજ પૂર્વકૃત કામક્રીડાનું સ્મરણ કરનાર સાધુ બ્રહ્મચર્યનો દેશથી કે સર્વથી ભંગ કરે છે અને કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિગ્રંથ સાધુ સ્ત્રીઓ સાથે પૂર્વાશ્રમમાં કરેલ પૂર્વરતિ તેમજ પૂર્વકામક્રીડાનું સ્મરણ કરે નહિ. આ ત્રીજી ભાવના છે. (૪) ચોથી ભાવના આ પ્રમાણે છે– નિગ્રંથ સાધુ આહારપાણીનો અતિમાત્રામાં ઉપભોગ કરે નહિ તથા સરસ અને ગરિષ્ટ આહારનો ઉપભોગ કરે નહિ. કેવલી ભગવાને કહ્યું છે કે પ્રમાણથી અધિક માત્રામાં આહાર-પાણીનું સેવન કરનાર તથા સ્નિગ્ધ-ગરિષ્ટ ભોજન કરનાર સાધુ બ્રહ્મચર્યનો દેશથી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org