________________
૩૩૦ ]
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
(૪) ચોથી ભાવના આ પ્રમાણે છે ભયને જાણીને તેનો ત્યાગ કરે છે તે નિગ્રંથ છે, પરંતુ ભય પામનાર નિગ્રંથ નથી, કેવલી ભગવાન કહે છે કે ભયને પ્રાપ્ત વ્યક્તિ પોતાના બચાવ માટે અસત્ય બોલે છે, તેથી જે સાધક ભયના અનિષ્ટ સ્વરૂપને જાણીને તેનો ત્યાગ કરે છે તે નિગ્રંથ છે. જે ભયભીત થાય છે, તે નિગ્રંથ નથી. આ ચોથી ભાવના છે. (૫) પાંચમી ભાવના આ પ્રમાણે છે– હાસ્યને જાણીને તેનો ત્યાગ કરે છે તે નિગ્રંથ છે, પરંતુ હાંસી-મજાક કરનાર નિગ્રંથ નથી. કેવલી ભગવાન કહે છે કે હાસ્યને વશ બનીને વ્યક્તિ અસત્ય પણ બોલે છે, માટે જે સાધક હાસ્યના પરિણામને જાણીને તેનો ત્યાગ કરે છે તે નિગ્રંથ છે, પરંતુ હાંસીમજાક કરનાર નિગ્રંથ નથી. આ પાંચમી ભાવના છે. ५१ एतावताव दोच्चे महव्वए सम्म काएणं फासिए जाव आणाए आराहिए यावि भवइ । दोच्चे भंते ! महव्वए मुसावायाओ वेरमणं । ભાવાર્થ :- આ પ્રમાણે પાંચ ભાવનાઓથીયુક્ત મૃષાવાદ વિરમણરૂપ બીજા સત્ય મહાવ્રતની કાયાથી સમ્યક સ્પર્શના કરવાથી, તેનું પાલન કરવાથી, ગ્રહણ કરેલા મહાવ્રતને સારી રીતે પાર કરવાથી, તેનું કીર્તન કરવાથી અને તેમાં સ્થિર રહેવાથી ભગવાનની આજ્ઞાની આરાધના થાય છે. હે ભગવન્! આ મૃષાવાદ વિરમણરૂપ બીજું મહાવ્રત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બીજા સત્ય મહાવ્રતનું સ્વરૂપ તથા તેની પાંચ ભાવનાનું પ્રતિપાદન છે. સત્ય મહાવત :- વસ્તુનું યથાતથ્ય નિરૂપણ કરવું, તે સત્ય છે. અસત્ય ભાષણના ચાર કારણ છે- ક્રોધ, લોભ, હાસ્ય અથવા ભયથી અસત્ય ભાષણ થાય છે. સાધુ ત્રણ કરણ ૪ ત્રણ યોગ = આ નવ કોટિથી જીવન પર્યંત અસત્ય ભાષણનો ત્યાગ કરે છે. પાંચ ભાવના :- (૧) અનુવાચિભાષણ– વિચારપૂર્વક બોલવું. અસત્યનો ત્યાગ કરવા માટે સત્યઅસત્યનો, હિતાહિતનો વિચાર કરીને બોલવું જરૂરી છે. વિચાર્યા વિના બોલવાથી અસત્ય ભાષણની સંભાવના રહે છે, તેથી સાધુએ ભાષાના ગુણ-દોષનો વિચાર કરીને બોલવું જોઈએ. (૨) સાધુ ક્રોધનો, (૩) લોભનો, (૪) હાસ્યનો, (૫) ભયનો પરિત્યાગ કરે. ક્રોધના આવેશમાં વ્યક્તિ વિવેક ભૂલી જાય છે. તે જ રીતે લોભી વ્યક્તિ લોભપૂર્તિ માટે અસત્ય ભાષણ કરે છે. હાંસી-મજાકમાં પણ ઘણીવાર સત્યનો નાશ થાય છે અને ભયભીત વ્યક્તિ પણ મૂઢ બની જાય છે. ભયથી મુક્ત થવા વ્યક્તિ અસત્યનો સહારો લે છે. આ રીતે ક્રોધ, લોભ, હાસ્ય અને ભય; આ ચારે દોષો અસત્ય ભાષણના નિમિત્ત બને છે, તેથી સાધકે સત્ય મહાવ્રતની વિશુદ્ધિ માટે ચારે દોષોનો ત્યાગ કરવો જરૂરી છે.
સાધક સત્ય મહાવ્રતનો સ્વીકાર કર્યા પછી તેની પોષક પાંચ ભાવનાથી ચિત્તને ભાવિત કરીને વ્રતનું સમ્યક પ્રકારે પાલન કરીને, તેમાં જ તન્મય બનીને ક્રમશઃ સત્ય મહાવ્રતને સિદ્ધ કરે છે. અyવામારી - વિચારીને બોલવું. બોલતા પહેલાં ભાષાના ઇષ્ટ-અનિષ્ટ, હાનિ-લાભ, હિતાહિત આદિનો વ્યવસ્થિત વિચાર કરીને બોલવું. ચૂર્ણિકારોના મતે અનુવીચિ ભાષણ એટલે પુષં ગુાિ પાલિત્તા પહેલા પોતાની નિર્મળ અને તટસ્થ બુદ્ધિથી નિરીક્ષણ-પરીક્ષણ કર્યા પછી બોલવું. તત્ત્વાર્થ સૂત્રકારના મતે અનુવીચિ ભાષણ એટલે નિરવ અને નિર્દોષ ભાષણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org