________________
Th(,
કરી બેઠા અને જ્ઞાન પ્રાપ્ત કરવા તત્પર થયા. તેટલી વારમાં જ મારો પુસ્કોકિલ પહોંચી ગયો. ગુરુદેવ બોલ્યા- વત્સ! તને સમજાઈ ગયુંને, ચાલો, આચાર આમ્રની કલમ કાઢી હવે કરણ-ક્યારીમાં તેને રોપવી જોશે. તે કલમી આંબો બહુ મીઠાશ વાળો કરવો હોય, તો તમારે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જવું પડશે. માટે ચાલવાની ક્રિયા નિર્દોષ કરશો
ત્યારે આમ્રવૃક્ષ વિકસિત થશે. શિષ્ય: હા, પ્રભો ! પ્રકાશો. ગુરુદેવઃ સાંભળો, વત્સ. પેલો એષણાનો નેત્રમણિ તો તમોને ફાવી ગયો છે. આજે ઈર્યા તમારા ચરણના પાદ ત્રાણ બનશે. તે તમોને ગમનાગમન કરાવશે. ગમનાગમન ત્રણ કારણે થાય છે. આહાર લેવા માટે, વિહાર માટે અને નિહાર માટે. આ ત્રણ ક્રિયા માટે કાયાને ચલાવવી પડે છે. અહીં મનને વિચારોથી, સંકલ્પ-વિકલ્પથી મુક્ત રાખવાનું છે, વચનને પણ મૌન અને શાંત રાખવાનું છે. ફક્ત કાયાને ગમનાગમનની ક્રિયામાં યોગથી જોડવાની છે અને જ્ઞાનના ઉપયોગથી રસ્તામાં ચાલતાં કોઈ જીવજંતુ કચડાઈ ન જાય, તે માટે સાડા ત્રણ હાથની ભૂમિ સુધી દષ્ટિ ફેલાવીને જોવાની છે. દિવસે આ રીતે જોઈને ચાલવું અને રાત્રે પ્રમાર્જન કરીને ચાલવું, વિહાર કરતાં બધા જીવો સાથે મિત્રતા રાખવી. ગામમાં, નગરમાં કે અટવીમાંથી પસાર થતાં વચ્ચે કોઈ લૂંટારા, ચોર વગેરે સામે મળી જાય, ત્યારે તે ઊભા રાખે, તો નિર્ભયપણે સમભાવપૂર્વક ઊભા રહી જવું; તે પ્રશ્ન પૂછે, તો પરિમિત શબ્દોમાં અહિંસાનો ઉપદેશ આપવો. ચોર આદિ ન સમજે અને બધી ઉપધિ મૂકી દેવાનું કહે, તો મૂકી દેવી પણ સમભાવથી ડગવું નહીં.
રસ્તામાં ચાલતા નદી આવે, બીજો રસ્તો ન હોય, તો નદીના પાણીની ઊંડાઈનું માપ કાઢી એક પગ ઊંચો કરીને એક પગ નદીના પાણીમાં મૂકતા ચાલવું, જેમ બને તેમ પાણીના જીવોની વિરાધના ઓછી થાય, તેની કાળજી રાખવી, પેલે પાર જઈને કાયોત્સર્ગ કરી તે જીવોને ખમાવી લેવા. ક્યારેક માર્ગમાં મોટી નદી આવે બીજો માર્ગ ન હોય અને પેલે પાર જવું જરૂરી હોય અને નાવમાં બેસીને જવાનું હોય, ત્યારે પણ વિધિસહિત નાવમાં ચઢવું. શરીરને મસ્તકથી લઈને પગ સુધી પોંજી લેવું. સાગારી સંથારો કરીને, પોતાનો બધો સામાન એક બંધનમાં બાંધીને સાથે લઈને ધીરે—ધીરે નાવમાં ચઢવું. બીજા મુસાફરોને મુસીબત ન થાય તેમ સમભાવપૂર્વક મૌનભાવે પેલા આમ્રવૃક્ષનું જતન કરતા બેસવું. કદાચ નદીમાં તોફાન થાય, નાવનો નિયામક કોપાયમાન થાય, સાધુને કોઈ પણ પાપક્રિયા કરવાનું કહે, તો મૌન રાખી સહન કરવું પણ પાપક્રિયા કરવી નહીં, ક્યારેક નિયામક કે બીજા કોઈ સાધુને નદીના પાણીમાં ફેંકી દે તો પણ
34
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt