________________
કરવા, કોઈ જીવજંતુવાળા ન લેવાઈ જાય તેનો ખ્યાલ રાખવો. તે સંતારક પાટ, પાટિયું સડેલું ન હોય, સ્થિર હોય, હલતું ન હોય, તે જોઈને ગૃહસ્થની આજ્ઞા લઈને લેવું. જે પ્રમાણેની આજ્ઞા લીધી હોય, તે પ્રમાણે રાખીને પાછું આપવું.
હે શિષ્ય! આસન પાથરીને બેસો, સૂઓ કે ઊભા રહો, ત્યારે પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને તે ક્રિયાઓ કરવી; સૂઓ ત્યારે માથાથી પગ સુધી શરીરનું પ્રમાર્જન કરવું. સૂતી વખતે કોઈ વડીલો કે નાના સંતોને હાથ–પગ વાગી ન જાય, તેની કાળજી રાખવી. સૂવાની વ્યવસ્થા એક વૈત અથવા એક હાથ જેટલી દૂરી રાખીને કરવી.
શધ્યા ઉપર બેસતા, ઊઠતા મોટા અવાજે શ્વાસોશ્વાસ ન લેવા. ખાંસી, ઉધરસ, છીંક, બગાસુ, ઓડકાર કે અપાનવાયુ છોડતાં યતના રાખવી. સુયોગ્ય શય્યા મળે, તો તેનો ગર્વ ન કરવો. અયોગ્ય મળે, તો ગ્લાનિ ન કરવી. સમભાવ ધારણ કરી આચારરૂપી આમ્રવૃક્ષને વિકસાવવું.
- જિજ્ઞાસુ ધર્મવીર અણગાર મસ્તક નમાવીને બોલ્યા, હા ભંતે ! તેવી જ રીતે કરીશ અને નિર્દોષ ઉતારો શોધીને વિચરીશ હા, ગુરુવર ! મને અહિંસક આચાર લાગે ઇષ્ટ, જેવા આમ્રરસ લાગે મિષ્ટ. હે પ્રભો ! હવે મને નવી દિશા દેખાડવાની કૃપા કરજો. મારે મોક્ષ ફળ પ્રાપ્ત કરવું છે. આ વાર્તાલાપ સાંભળીને મારો પુસ્કોકિલ હર્ષાવિત બની ગયો. અધ્યયન ત્રીજ: ઇર્યા :- ધર્મ ચક્રવર્તીના પુત્ર વૃદ્ધપુર નિયામુઠ્ઠી મોક્ષાર્થી મહાત્મા ધર્મવીર અણગારે ગુરુદેવની શિક્ષા વાગોળી વાગોળીને આત્મસ્થ કરી. પોતાના કાયયોગ રૂપી આંગણામાં રોપેલા આચાર આમ્રવૃક્ષને અંકુરિત થયેલું જાણી આફ્લાદભાવે વધુમાં વધુ સ્વાધ્યાય રૂપી જલનું સીંચન કરવા લાગ્યા. ધર્મધ્યાનની ધરતીમાંથી વિનયરૂપી મૂળ અંકુરિત થઈને બહાર આવ્યું. હવે થડ સ્કંધ ગોચર થયું. ચરણથી પીધેલા સ્વાધ્યાયના શુદ્ધ નીરથી પાંગરેલા તે આમ્રવૃક્ષને જોવા માટે તે થનગની ઊઠ્યા. મારો શ્રુતજ્ઞાનરૂપી પુંસ્કોકિલ તે પરમાર્થી અણગારને જોતો જ રહી ગયો. અણગારનો ઉછેર કરતા સમિતિ માતા અણગારની તાલાવેલી તથા તત્વત્રયીની સ્તુતિ જોઈ વધારે વેગીલા બન્યા. એષણા પરિચારિકા ખૂબખૂબ સેવા કરવા લાગી. સમિતિ માતાએ ઈર્ષા પરિચારિકાને બોલાવીને કહ્યું, આજે તમારે તેના ચરણની કાળજી લેવાની છે. ચરણોની ચર્યા કેવી હોવી જોઈએ, તેનું જ્ઞાન આજે સદ્ગુરુદેવ આપશે. તમે નૂતન અણગારના ચરણોની સેવા કરો. ઈર્યા પરિચારિકા ખુશ થઈ, બે હાથ જોડી, સમિતિ માતાની આજ્ઞા સ્વીકારી મુનિરાજ સાથે ચાલવા લાગી. મુનિરાજ ખૂબ પ્રસન્ન હતા. તેમણે બુદ્ધિનો સહારો લીધો ન હતો. જ્ઞાનનો સહારો લઈને આમ્રવાટિકામાં સદ્ગુરુના ચરણોમાં પહોંચી ગયા. ગુરુદેવને નમસ્કાર
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt