________________
Th( 5.
અધ્યયન બીજુંઃ શàષણા - ધર્મધ્યાન રૂપ ધરતીમાં વાવેલા બોધિબીજનું રખોપું કરવા મુનિરાજને રહેવાનું, બેસવાનું, સૂવાનું જે સ્થાન હોય, તેને શય્યા કહે છે. તે શય્યા
સ્થાન કેવું હોવું જોઈએ, તેનું જ્ઞાન લેવા ધર્મવીર અણગાર ગુરુચરણોમાં ઉપસ્થિત થયા. તિખુત્તોના પાઠથી વંદના કરી ઉત્કટ આસને બિરાજમાન થઈને પૂછવા લાગ્યા, હે પ્રભો ! કાયા રૂપ આમ્રવૃક્ષને પોષણ આપવા માટે ખાતર રૂપ આહાર શુદ્ધિ તો જાણી પરંતુ સાધકને રહેવા માટે કેવું સ્થાન જરૂરી છે? તેનો બોધ આપો. તે સાંભળવા હું ઉત્સુક બન્યો છું. શિષ્ય આ જિજ્ઞાસા પ્રગટ કરી ત્યાં સુધીમાં મારો પુસ્કોકિલ ત્યાં પહોંચી ગયો અને તે યોગીરાજની માફક બેસી ગયો. ગુરુદેવ વત્સ, મુનિરાજ ! સ્થાન શુદ્ધિ માટે તેની ગવેષણા કરવા ફરવું પડે છે. સ્થાન પણ એષણા પરિચારિકા રૂપ નેત્રમણિથી જોવું પડે છે.
જે સ્થાન માલિકનું પોતાનું જ હોય, સાધુને ઉદ્દેશીને બનાવેલું ન હોય, સાધુને માટે ખરીદેલું કે ભાડે લીધેલું વગેરે દોષ યુક્ત સ્થાન ન હોય, તે સ્થાનમાં જ સાધને રહેવું જોઈએ. સ્થાન શુદ્ધિ માટે પાંચ પ્રકારનો વિવેક રાખવો જોઈએ.
(૧) જે સ્થાન લીલોત્તરી, ધાન્યાદિ સ્થાવર જીવો કે કીડી મંકોડા આદિ ત્રસ જીવયુક્ત ન હોય, બાવા જાળાથી રહિત હોય, સ્ત્રી, પશુ (પંડગ) નપુંસક રહિત હોય, સાધ્વી માટે પુરુષ રહિત હોય (૨) ગૃહસ્થ નવું મકાન બનાવ્યું હોય અને પોતે કે બીજાએ તે વાપરી લીધું હોય (૩) તે સ્થાનમાંથી સચેત ચીજ વસ્તુઓની હેરવણી–ફેરવણી કરવી પડે તેમ ન હોય (૪) ઉપરનો માળ પડી જવા જેવો ન હોય (૫) ગૃહસ્થોના સંસર્ગવાળું, કાચા પાણી કે અગ્નિવાળું ન હોય તેવા નિર્દોષ સ્થાન, ધર્મશાળા, ઉપાશ્રય કે ગૃહસ્થના મકાનમાં સાધુ રહી શકે છે. ગૃહસ્થના મકાનમાં જ્યાં ગૃહસ્થની અવરજવરનો રસ્તો જુદો હોય અને ગૃહસ્થના સ્નાનાદિ કાર્યો, વાર્તાલાપ, ઠઠ્ઠા-મશ્કરી, ઝગડા વગેરે મોહજનક કાર્યો દેખાતા ન હોય તથા કૂતરા, બિલાડા, ગાય, ભેંસ આદિ પશુઓ વસતા ન હોય, તેવા સ્થાનમાં આચાર આમ્રવૃક્ષને ઉછેરવા માટે માલિકની અથવા ગુરખાની આજ્ઞા લઈને રહેવું જોઈએ. ક્યારેક ધર્મશાળામાં ઉતારો મળી જાય અને સંન્યાસી વગેરે ત્યાં રહ્યા હોય, તો ત્યાં ઉતર્યા પછી રાત્રિમાં ચાલતા કોઈને ઠેસ ન લાગે, તે ભિક્ષુકોના સામાનને ઠોકર ન વાગે. તેની કાળજી રાખવી, હાથ પસારીને જયણાપૂર્વક અવર જવર કરવાનું ધ્યાનમાં રાખવું જોઈએ.
હે ધર્મવીર અણગાર ! આ વાત તમારા ખ્યાલમાં બરાબર રાખજો. હવે બીજી વાત એ છે કે જે જગ્યામાં ઉતારો કરો તે જગ્યામાં પાટ–પાટલા, સંસ્કારક વગેરે જે જોઈએ તે ત્યાંથી કે ગૃહસ્થના ઘરમાંથી યાચના કરીને જોઈને, પ્રમાર્જન કરીને ગ્રહણ
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt