________________
શરીર પર બધા વસ્ત્રો બાંધીને સમભાવે તણાતા રહેવું. પાણીના જીવોની ઓછામાં ઓછી હિંસા થાય, તેવા મૈત્રીભાવથી પાણીનો પ્રવાહ જ્યાં લઈ જાય, ત્યાં જવું. મૃત્યુ થઈ જાય, તો પણ કોઈની ખરાબ ચિંતવના ન કરવી. અરિહંતનો જાપ કરતાં યાત્રા પૂરી કરવી. જો બચી જવાય તો કિનારે આવીને પોતાના શરીરના પાણીને લૂછવાની ક્રિયા ન કરવી, માત્ર ઊભા રહેવું. શરીર ઉપરથી બધું જ પાણી સૂકાઈ જાય, ત્યાર પછી જ નજીકના ગામ તરફ જવું.
ગુરુદેવની સાથે વિહાર કરતાં આશાતના દોષને ટાળીને વિનયપૂર્વક વ્યવહાર કરવો. કોઈ પારધી પશુ-પક્ષી માટે પૂછે, તો સમિતિપૂર્વક જવાબ દેતા આવડે તો દેવો, નહીં તો મૌન રાખવું, પણ જીવહિંસા ન થાય, તેની કાળજી રાખવી. હે વત્સ ! ઈર્યા પરિચારિકા સાથે પ્રસન્નતાપૂર્વક ઉપસર્ગ પરીષહ સહન કરતાં, હિંસા ન થાય તેવા ભાવથી આચાર આમ્રવૃક્ષની કલમને રોપી દેવી, ત્યારપછી તેનું થડ બંધાઈ જશે અને તેમાંથી શાખા–પ્રશાખા કેમ નીકળે છે, તે અવસરે કહીશ.
આ વાત સાંભળીને શિષ્યે અંતર મનથી નિર્ણય કરીને કહ્યું, હા ભંતે ! હું આવી જ ચાલવાની ક્રિયા કરીશ. મારા આચાર આમ્રવૃક્ષને પાંગરતું કરવા કટિબદ્ધ બનીશ. મારો પુંસ્કોકિલ મુનિરાજને વંદી રહ્યો અને મંજરી કેમ અને ક્યારે આવે છે તેની રાહ જોવા લાગ્યો. મુનિરાજ બોલ્યા આવા આચાર પાળવા લાગે મને ઇષ્ટ, જેવો આમ્રરસ લાગે મિષ્ટ
અધ્યયન ચોથું : ભાષાજાત :– ધર્મ અણગાર મુનિરાજે આચાર આમ્રવૃક્ષને મૂળ માંથી ફળ સુધી વિકસિત કરવા માટે ગુરુદેવની એક એક શિક્ષા વિધિ જાણી. આહાર શુદ્ધિ, સ્થાન શુદ્ધિ, ગમનાગમનની વિધિ વગેરેની અદ્ભુત કળા જાણી લીધી. તેનો આત્મા આનંદવિભોર બની ગયો. હવે નવી વિધિ જાણવા ઉત્સુક બન્યો, ગુરુદેવે જે જે ક્રિયાનો નિષેધ કર્યો, તેણે તે ક્રિયા છોડી દીધી, કરવા યોગ્ય ક્રિયામાં સ્થિર બની ગયા. ગુરુદેવ પાસે પ્રસન્ન ચહેરે આવી અહોભાવથી વંદન કરી વિનંતી કરી, હે પ્રભો! ફરમાવો મારા ફાયદાની વાતો. હું જરૂર વીતરાગના કાયદાને પાળીશ.
અંતેવાસી શિષ્યના અંતરના ઉદ્ગાર સાંભળી ગુરુદેવ પ્રસન્ન થયા અને કૃપા વરસાવી કહેવા લાગ્યા. તે જ સમયે મારો પુસ્કોકિલ ત્યાં પહોંચી ગયો. તેને જોઈને ગુરુદેવ બોલ્યા, જો વત્સ ! આંબાની ડાળે બેઠેલો આ પુંસ્કોકિલ બોલે છે, તેનો અવાજ તને કેવો લાગ્યો ? શિષ્યે કહ્યું, મધુર, મધુરમ્ મધુરમ્.
ગુરુદેવ : આજે આ જ વાત મારે કરવાની છે. આજનો અભ્યાસ છે. ‘ભાષાજાત’ તેના
35
wate & Personal
"Woolnel bangjo |