________________
[ ૩૨૮ ]
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
સાવધાની, યતના અને વિવેક રાખવો. અહિંસા મહાવ્રતની શુદ્ધિ માટે મન, વચનની શુદ્ધિની જેમ કાયિક પ્રવૃત્તિમાં પણ યતના હોવી જરૂરી છે. અવિવેક કે અયતનાથી જીવ હિંસા થાય છે અને પ્રથમ મહાવ્રતનું ખંડન થાય છે, તેથી સાધુએ વિવેક પૂર્વક ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ. (૫) આલોકિત-પાન ભોજન - સાધુએ પ્રકાશિત સ્થાનમાં આહાર-પાણીનું અવલોકન કરીને વાપરવું. જોયા વિના કે પ્રકાશ રહિત સ્થાનમાં આહાર-પાણી વાપરવાથી જીવહિંસાની સંભાવના રહે છે.
આ પાંચે ભાવનાથી આત્માને ભાવિત કરતા, સાધુની અહિંસાની ભાવના દઢતમ બને છે. અહિંસા મહાવ્રતને શુદ્ધ અને નિર્દોષ રાખવા માટે આ પાંચે ય ભાવના સહાયક બને છે. ભાવના અને અતિચારમાં તફાવતઃ- (૧) ભાવના એ ગુણરૂપ છે. તે મહાવ્રતને પુષ્ટ કરે છે, મહાવ્રતને ભાવિત કરે છે, તે મહાવ્રતમાં સમાઈ જાય છે, તેથી તે મહાવ્રતના નિયમ, ઉપનિયમ રૂપ છે, (૨) અતિચાર દોષ રૂપ છે. અતિચાર અણુવ્રતોમાં જ લાગે છે કારણ કે અણુવ્રત મર્યાદિત હોય છે જ્યારે મહાવ્રત સંપૂર્ણ સાવધાદિના ત્યાગરૂપ હોય છે, તેથી મહાવ્રતોમાં સૂક્ષ્મ, પ્રધાન, અપ્રધાન આવા કોઈપણ અતિચારોના વિકલ્પ થઈ શકતા નથી. ભાવનામાં સર્વ ગુણોને પુષ્ટ કરવાની શક્તિ છે.
alક્ષિણ, પનિહ.... :- આ પાંચ ભાવનાઓની સમ્યક આરાધના માટે સિણ આદિ શબ્દોના માધ્યમે વિશેષ પ્રકારનો ક્રમ કહ્યો છે– (૧) સ્પર્શના (૨) પાલના (૩) તીર્ણતા (૪) કીર્તના અને (૫) અવસ્થિતતા. વ્રત સ્વીકાર કર્યા પછી તેની પૂર્ણતા સુધીની પાંચ ક્રમિક અવસ્થા છે. સહુથી પહેલા સમ્યક શ્રદ્ધા અને પ્રતીતિ અને રુચિપૂર્વક મહાવ્રતને ગ્રહણ કરવા તે સ્પર્શના છે. ગ્રહણ કર્યા પછી શક્તિ સહિત તેનું પાલન કરવું, તેની સુરક્ષા કરવી તે પાલના છે. સ્વીકારેલા મહાવ્રતને અંત સમય સુધી ટકાવી રાખવા, ગમે તેટલા વિનો કે સંકટો આવે, ભય કે પ્રલોભનો આવે પરંતુ કરેલા નિશ્ચયમાંથી ડગવું નહિ. જીવનના છેલ્લા શ્વાસ પર્યત વ્રતનું પાલન કરવું તે તીર્ણતા છે. સ્વીકારેલા મહાવ્રતનું મહત્ત્વ સમજીને તેની પ્રશંસા કરવી, બીજાને તેની વિશેષતા સમજાવવી તે કીર્તના છે અને કોઈ પણ પ્રકારના ઝંઝાવાતમાં મહાવ્રતથી દૂર ન થવું, વિચલિત ન થવું, તેમાં જ સ્થિર રહેવું, વ્રતની આરાધનામાં તન્મય થવું, તે અવસ્થિતતા છે. બીજું મહાવ્રત અને તેની પાંચ ભાવના :४९ अहावरं दोच्चं भंते ! महव्वयं पच्चक्खामि सव्वं मुसावायं वइदोसं । से कोहा वा लोहा वा भया वा हासा वा णेव सयं मुसं भासेज्जा, णेवण्णेणं मुसं भासावेज्जा अण्णंपि मुसं भासंतं ण समणुजाणेज्जा तिविहं तिविहेणं मणसा वयसा कायसा । तस्स भंते ! पडिक्कमामि जाव वोसिरामि । ભાવાર્થ :- (હવે, હે ભગવન્! હું બીજા મહાવ્રતનો સ્વીકાર કરું છું. આજથી હું સર્વ પ્રકારના મૃષાવાદનો અને સદોષ વચનનો સર્વથા ત્યાગ કરું છું. (આ સત્ય મહાવ્રતના પાલન માટે) હું ક્રોધથી, લોભથી, હાસ્યથી કે ભયથી સ્વયં અસત્ય બોલીશ નહિ, બીજા પાસે અસત્ય ભાષણ કરાવીશ નહિ અને અસત્ય ભાષણ કરતા હોય, તેની અનુમોદના પણ કરીશ નહિ. આ પ્રમાણે ત્રણ કરણ અને મન, વચન, કાયા, આ ત્રણ યોગોથી માવજીવન મૃષાવાદના પાપથી નિવૃત્ત થાઉં છું. હે ભગવન્! હું પૂર્વકૃત મૃષાવાદ રૂ૫ પાપનું પ્રતિક્રમણ કરું છું, તેની આલોચના કરું છું, આત્મનિંદા કરું છું, ગુરુસાક્ષીએ ગહ કરું અને મારા આત્માને મૃષાવાદથી સર્વથા મુક્ત કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org