________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
આદાનભંડમાત્રનિક્ષેપણા સમિતિથી રહિત છે, તે પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વોની હિંસા કરે છે યાવત્ પ્રાણીઓનો ઉપઘાત કરે છે, પીડા પહોંચાડે છે માટે જે આદાન, ભંડમાત્ર નિક્ષેપણા સમિતિથી યુક્ત છે, તે નિગ્રંથ છે. આદાનખંડમાત્રનિક્ષેપણા સમિતિનું યથાર્થ પાલન ન કરનારા નિર્પ્રય નથી. આ ચોથી ભાવના છે. (૫) પાંચમી ભાવના આ પ્રમાણે છે– જે સાધક આહાર-પાણીને જોઈને વાપરે છે, તે નિગ્રંથ છે. જે જોયા વિના, વિવેક વિના, આહારપાણી વાપરે, તે નિગ્રંથ નથી. કેવલી ભગવાન કહે છે કે જે જોયા વિના જ આહાર પાણીનું સેવન કરે છે તે નિગ્રંથ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોની હિંસા કરે છે યાવત્ તેને પીડા પહોંચાડે છે, તેથી અવલોકન કરીને આહાર પાણી વાપરે તે નિગ્રંથ છે, પરંતુ અવલોકન કર્યા વિના વાપરનાર નિશ્ર્ચય નથી. આ પાંચમી ભાવના છે.
૩
४८ एतावताव पढमे महव्वए सम्मं कारणं फासिए पालिए तीरिए किट्टिए अवट्ठिए आणाए आराहिए यावि भवइ । पढमे भंते ! महव्वए पाणाइवायाओ તેમનું ।
શબ્દાર્થ:- તાવ તાવ મહત્વમ્ = આ પ્રમાણે આ પ્રથમ મહાવ્રત સમ્ભ જળ = સમ્યક રૂપે કાયાથી પાક્ષિણ્ = સ્પર્શિત પાતિર્ = પાલન કરવાથી તૌરિણ્ = પાર પહોંચાડવાથી વિદ્રિ = કીર્તન કરવાથી અવનિ = અવસ્થિત કરવાથી આખા" આરાદિક્ યાવિ બવફ = આજ્ઞા પ્રમાણે આરાધના કરાય છે.
ભાવાર્થ :- આ પ્રમાણે પાંચ ભાવનાઓથી યુક્ત પ્રાણાતિપાત વિરમણરૂપ પ્રથમ મહાવ્રતનો સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શ કરવાથી, તેનું પાલન કરવાથી, ગ્રહણ કરેલા મહાવ્રતને સારી રીતે પાર પામવાથી, કીર્તન કરવાથી, તેમાં સ્થિર રહેવાથી ભગવાનની આજ્ઞાની આરાધના થાય છે. હે ભગવન્ ! આ પ્રાણાતિપાત વિરમણ રૂપ પ્રથમ મહાવ્રત છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પ્રથમ પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત અને તેની પાંચ ભાવનાનું પ્રતિપાદન છે. પ્રાણાતિપાત :– જીવોને પ્રાપ્ત થયેલા દરા પ્રાણમાંથી કોઈ પણ પ્રાણનો અતિપાત નાશ કરવો, તે પ્રાણાતિપાત છે. આત્મા અજર અમર છે. તેનો નાશ થતો નથી, તેથી જ સૂત્રકારે હિંસા માટે જીવાતિપાત શબ્દપ્રયોગ ન કરતાં પ્રાણાતિપાત શબ્દનો પ્રયોગ કર્યો છે. જૈનદર્શનમાં હિંસાનું સ્વરૂપ વ્યાપક છે. જીવ મરી જવા માત્રથી હિંસા થાય છે, તેમ નથી પરંતુ જીવને પ્રાપ્ત થયેલા પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુષ્ય; આ દશ પ્રાણમાંથી કોઈપણ પ્રાણને પીડા પહોંચાડવી, પ્રાણનો નાશ કરવો, તે
હિંસા છે.
પ્રથમ મહાવ્રતનો વિષય :- સાધુ સર્વ જીવોની સર્વ પ્રકારની હિંસાથી નિવૃત્ત થાય છે, સૂક્ષ્મ અને બાદર, ત્રસ અને સ્થાવર, આ ચારેય પ્રકારના જીવોની હિંસાનો ત્યાગ કરે છે, તેથી પ્રથમ મહાવ્રતનો વિષય સર્વ જીવો છે.
કાલમર્યાદા :– અણુવ્રતનો સ્વીકાર શ્રાવકો પોતાની ઇચ્છા પ્રમાણે મર્યાદિત કાલ માટે પણ કરી શકે છે પરંતુ મહાવ્રતનો સ્વીકાર યાવજ્જીવન માટે જ થાય છે, તેમાં અન્ય કોઈ વિકલ્પ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org