________________
| उ२४ ।
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
દેવ-દેવીઓ જ હાજર હતા. એક પણ મનુષ્ય કે તિર્યંચ ન હતા, તેથી પ્રભુએ દેવ-દેવીઓ સમક્ષ પ્રથમ ઉપદેશ આપ્યો અને દેવ-દેવીઓ વ્રત પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરી શકતા ન હોવાથી પ્રભુની તે દેશનામાં એક પણ જીવ પોતાના આત્માને વ્રત કે મહાવ્રત દ્વારા ભાવિત કરી શક્યા નહીં, માટે પ્રભુ મહાવીર સ્વામીની પ્રથમ દેશનાની પરિષદને ‘અભાવિત પરિષદ' કહેવામાં આવે છે. કેવળજ્ઞાનના બીજે દિવસે પાવાપુરીમાં પ્રભુએ મનુષ્યો સહિત વિશાળ પરિષદમાં ઉપદેશ આપ્યો.
ત્યારે ભગવાનના ઉપદેશથી પ્રતિબોધિત થઈને ઇન્દ્રભૂતિ આદિ અગિયાર બ્રાહ્મણો પોતાના શિષ્ય પરિવાર સાથે દીક્ષિત થયા. આ રીતે પ્રભુની બીજી ધર્મ દેશનામાં ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. ત્યાર પછી પ્રભુએ શ્રમણ નિગ્રંથોને અહિંસાની આરાધના માટે છકાયના જીવોનું સ્વરૂપ સમજાવ્યું અને સર્વ પાપથી નિવૃત્તિ રૂપ ચારિત્ર માર્ગની આરાધના માટે પંચ મહાવ્રતોનું અને તેની પુષ્ટિ માટે પચીસ ભાવનાઓનું કથન કર્યું. પ્રથમ મહાવ્રત અને તેની ભાવના :४६ पढम भंते ! महव्वयं पच्चक्खामि सव्वं पाणाइवायं । से सुहुमं वा बायर वा तसं वा थावरं वा णेव सयं पाणाइवायं करेज्जा णेवण्णेहिं पाणाइवायं कारवेज्जा, णेवण्णं पाणाइवायं करतं समणुजाणेज्जा जावज्जीवाए तिविहं तिविहेणं मणसा वयसा कायसा तस्स भंते ! पडिक्कमामि जिंदामि गरिहामि अप्पाणं वोसिरामि । ભાવાર્થ:- હે ભગવન્! હું પ્રથમ મહાવ્રતમાં સંપૂર્ણ પ્રાણાતિપાત (હિંસા)ના પ્રત્યાખ્યાન-ત્યાગ કરું છું. હું સુક્ષ્મ-બાદર, ત્રણ-સ્થાવર સર્વ જીવોની સ્વયં હિંસા કરીશ નહિ, બીજા પાસે હિંસા કરાવીશ નહિ અને હિંસા કરનારની અનુમોદના કરીશ નહીં. આ પ્રમાણે ત્રણ કરણ અને ત્રણ યોગ, મન, વચન, કાયાથી હું યાવજીવન હિંસાના પાપથી નિવૃત્ત થાઉં છું. હે ભગવન્! પૂર્વકૃત હિંસાનું હું પ્રતિક્રમણ કરું છું, આત્મ સાક્ષીએ તેની નિંદા કરું છું અને ગુરુની સાક્ષીએ ગહ કરું છું. મારા આત્માને હિંસાના પાપથી મુક્ત કરું છું. ४७ तस्सिमाओ पंच भावणाओ भवति. तत्थिमा पढमा भावणा- इरियासमिए से णिग्गंथे, णो अणइरियासमिए त्ति। केवली बूया- इरियाअसमिए से णिग्गंथे पाणाई भूयाई जीवाई सत्ताइ अभिहणेज्ज वा वत्तेज्ज वा परियावेज्ज वा लेसेज्ज वा उद्दवेज्ज वा । इरियासमिए से णिग्गंथे, णो इरियाअसमिए त्ति पढमा भावणा।
___ अहावरा दोच्चा भावणा- मणं परिजाणइ से णिग्गंथे, जे य मणे पावए सावज्जे सकिरिए अण्हयकरे छेयकरे भेयकरे अहिगरणिए पाओसिए पारिताविए पाणाइवाइए भूओवघाइए तहप्पगारं मणं णो पधारेज्जा । मणं परिजाणइ से णिग्गंथे, जे य मणे अपावए त्ति दोच्चा भावणा ।
अहावरा तच्चा भावणा- वई परिजाणइ से णिग्गंथे, जा य वई पाविया सावज्जा सकिरिया जाव भूओवघाइया तहप्पगारं वइं णो उच्चारेज्जा । वई परिजाणइ से णिग्गंथे जा य वई अपाविय त्ति तच्चा भावणा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org