________________
અધ્યયન-૧૫
,
[ ૩૨૩ ]
તીર્થકરોને કેવળજ્ઞાન પ્રગટ થાય, ત્યારે ત્રણે લોકમાં પ્રકાશ થાય છે, કારણ કે તીર્થકરોનો જ્ઞાન મહોત્સવ ઉજવવા માટે ચારે જાતિના દેવો ઊર્ધ્વ લોક અને અધો લોકથી તિરછાલોકમાં આવે છે. તેઓના શરીર, વસ્ત્ર, આભૂષણ આદિનો પ્રકાશ સર્વત્ર ફેલાય છે અને તિરછાલોકની મુખ્યતાએ લોકમાં પ્રકાશ થાય, તેમ કહેવાય છે.
આ રીતે ભગવાનનો કેવળજ્ઞાન મહોત્સવ મનુષ્યો અને દેવો સહુ સાથે મળીને આનંદ-ઉલ્લાસપૂર્વક ભક્તિ ભાવથી ઉજવે છે. ભગવાનની ધર્મદેશના:४४ तओ णं समणे भगवं महावीरे उप्पण्णणाणदंसणधरे अप्पाणं च लोगं च अभिसमिक्ख पुव्वं देवाणं धम्ममाइक्खइ, तओ पच्छा माणुसाणं । શબ્દાર્થ :- અાં ર તો = પોતાના આત્માને તેમજ લોકને મળRS = કેવળજ્ઞાનથી જાણીને. ભાવાર્થ :- સમયે અનુત્તર જ્ઞાન, દર્શનના ધારક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન દ્વારા પોતાના આત્માને તથા લોકને સમ્યક પ્રકારે જાણીને પહેલાં(પહેલા દિવસે) દેવોને અને ત્યાર પછી બીજા દિવસે) મનુષ્યોને ધર્મોપદેશ આપ્યો.
४५ तओ णं समणे भगवं महावीरे उप्पण्णणाणदंसणधरे गोयमाईणं समणाणं णिग्गंथाणं पंच महव्वयाई सभावणाई छज्जीवणिकायाई आइक्खइ भासइ परूवेइ, तं जहा- पुढवीकाए जाव तसकाए । શબ્દાર્થ :- આફ૯૬ = સામાન્ય રીતે કથન કર્યું માફ = વિસ્તારથી ભાષણ કર્યું = હેતુ અને દષ્ટાંતથી પ્રતિપાદન કર્યું. ભાવાર્થ :- ત્યાર પછી કેવળજ્ઞાન, કેવળદર્શન ધારક શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમ આદિ શ્રમણનિગ્રંથોને ભાવના સહિત પાંચ મહાવ્રતો અને પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીના છકાય જીવોના સ્વરૂપનું કથન કર્યું, વિસ્તારથી ભાષણ કર્યું હતુ અને દષ્ટાંત સહિત પ્રતિપાદન કર્યું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ભગવાન મહાવીર સ્વામીએ શ્રમણ નિગ્રંથોને આપેલી પ્રથમ વાચનાનું નિરૂપણ છે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકરો જિનનામ કર્મના ઉદયે ઉપદેશ આપે છે. ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન પ્રગટ થયા પછી ઉપદેશ આપ્યો. પુષ્ય કેવા થન્મ આફg૬ - ભગવાન મહાવીરે પહેલાં દેવોને ઉપદેશ આપ્યો અર્થાત્ કેવળ જ્ઞાન પછીની પ્રથમ દેશનામાં દેવોની જ હાજરી હતી, મનુષ્યોની ઉપસ્થિતિ ન હતી. બીજી દેશનામાં મનુષ્યો ઉપસ્થિત હતા.
શ્રી ઠાણાંગ સુત્રના દશમા સ્થાનમાં આ અવસર્પિણી કાલની દશ પ્રકારની આશ્ચર્યકારક ઘટનાનો ઉલ્લેખ છે. તેમાં ‘અભાવિત પરિષદ’ને આશ્ચર્યકારક ઘટના કહી છે. ભગવાનના પ્રથમ સમવસરણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org