________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
આવિજમાંં રહોમ્યું = પ્રગટકાર્ય, ગુપ્તકાર્યને જ્ઞવિયં = બોલાયેલા ઋષિય = કહેવાયેલી વાતોને મળોમાળસિય = જીવોના મનોગત ભાવોને.
૩રર
ભાવાર્થ :- કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી ભગવાન અર્હત્, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી બની ગયા. તેઓ દેવો, મનુષ્યો અને અસુરો સહિત સર્વ લોકના સર્વ પર્યાયને જાણવા લાગ્યા, જેમ કે– જીવોની આગતિ-ગતિ, સ્થિતિ, ચ્યવન-ઉપપાત, ખાન-પાન, કૃત, પ્રતિસેવિત, પ્રગટ કાર્ય-ગુપ્ત કાર્ય, જીવો દ્વારા બોલાયેલા, કહેવાયેલા તથા વિચારેલા મનોભાવોને જાણવા-દેખવા લાગ્યા. તેઓ સંપૂર્ણ લોકમાં સમસ્ત જીવોના સર્વ ભાવોને જાણતાં અને જોતાં વિચરવા લાગ્યા.
४३ जणं दिवसं समणस्स भगवओ महावीरस्स णिव्वाणे कसिणे जाव समुप्पण्णे तण्णं दिवसं भवणवइ-वाणमंतर-जोइसिय-विमाणवासिदेवेहिं य देवीहिं य ओवयंतेहिं य जाव उप्पिजलगभूए यावि होत्था ।
ભાવાર્થ :જે દિવસે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને નિર્વાણને પ્રાપ્ત કરાવનારું સંપૂર્ણ યાવત્ અનુત્તર કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થયું, તે દિવસે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી તેમજ વૈમાનિક દેવ અને દેવીઓના આવાગમનથી આકાશ વ્યાપ્ત થઈ ગયું યાવત્ એક મહાન દિવ્ય દેવોધોત-પ્રકાશ થયો. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ભગવાનને પ્રાપ્ત થયેલા કેવળજ્ઞાનનું વર્ણન છે.
ભગવાન શૃંભિક ગામની બહાર ૠજુવાલુકા નદીના ઉત્તર કિનારે શ્યામાક ગાથાપતિના ક્ષેત્રમાં વૈયાવૃત્ત્વ યક્ષના મંદિરમાં ઈશાન કોણમાં શાલવૃક્ષની સમીપે ગોદોહાસનથી ધ્યાનમાં લીન હતા ત્યારે ક્ષપક શ્રેણીમાં આગળ વધતા મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થયો. ત્યારપછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ ઘાતીકર્મોનો એક સાથે ક્ષય થતાં જ તે જ મુદ્રામાં પ્રભુને કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત થયું. જેના દ્વારા પ્રભુ લોકાલોકના ત્રૈકાલિક ભાવો, સર્વ દ્રવ્યોની સર્વ પર્યાયોને જાણવા લાગ્યા. આત્માનો પૂર્ણ વિકાસ થઈ જવાથી આત્મા વિશુદ્ધ, નિર્મળ અને નિષ્કલુષિત બની ગયો.
કેવળજ્ઞાનની વિશેષતા પ્રગટ કરવા સૂત્રકારે સાત વિશેષણોનો પ્રયોગ કર્યો છે.
(૧) બિવાળે :– મોહનીય કર્મ જન્મ રાગ-દ્વેષાદિ સર્વ દોષોથી રહિત અને નિર્વાણ પ્રાપ્તિમાં કારણભૂત હોવાથી, તે નિવાર્ણ સ્વરૂપ છે.
(૨) સિખે :- સંપૂર્ણ. કેવળજ્ઞાન ક્ષાયિક જ્ઞાન હોવાથી તેમાં આંશિક પણ અપૂર્ણતા ન હોવાથી તે સંપૂર્ણ છે.
--
(૩) ડિપુન્ગે :– પ્રતિપૂર્ણ. કેવળજ્ઞાન દ્વારા સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોને જાણી શકાતા હોવાથી તે પ્રતિપૂર્ણ છે.
(૪) અવ્વાહÇ :- નિર્વ્યાઘાત. કેવળજ્ઞાન સર્વ પ્રકારના વ્યાઘાતોથી રહિત છે. (૫) પિરાવરણે :– ઘાતિ કર્મોના આવરણથી રહિત હોવાથી તે નિરાવરણ છે. (૬) અનંતે :– અનંત. કેવળજ્ઞાનનો વિષય અનંત જ્ઞેય પદાર્થો હોવાથી તે અનંત છે. (૭) અનુત્તરે :– અનુત્તર. કેવળજ્ઞાનથી શ્રેષ્ઠ અન્ય કોઈ જ્ઞાન ન હોવાથી તે અનુત્તર છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org