________________
૩૧૮ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
કરોડો દેવો અને માનવો પુલકિત હૃદયે અને મૌન ભાવે પ્રભુના ચારિત્ર સ્વીકાર રૂપ મહામાર્ગનું અનુમોદન કરીને ધન્ય બની ગયા. મન ૫ર્યવજ્ઞાનની પ્રાપ્તિ - પ્રભુએ ચારિત્રનો સ્વીકાર કર્યો, ત્યારે તુરંત જ પ્રભુને ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું. તીર્થકરોને જન્મથી જ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, આ ત્રણ જ્ઞાન હોય છે અને માવજીવનની ચારિત્ર ગ્રહણની પ્રતિજ્ઞાના પ્રભાવે પ્રભુને ચારિત્ર ગ્રહણ સમયે મન:પર્યવજ્ઞાન પ્રગટ થાય છે. આ ચારે જ્ઞાન ક્ષાયોપથમિક છે. ત્યારપછી ક્ષાયિક કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે તીર્થકરો સાધના કરે છે.
સુત્રોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે ચારિત્રાદિ મોક્ષમાર્ગના કોઈપણ અનુષ્ઠાનોની પ્રાપ્તિ ક્ષાયોપથમિક ભાવમાં જ થાય છે, ઔદયિક ભાવમાં થતી નથી. મન:પર્યવજ્ઞાન દ્વારા પ્રભુ અઢીદ્વીપ ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણવા લાગ્યા. ભગવાનનો સાધનાકાલ - ३८ तओ णं समणे भगवं महावीरे पव्वइए समाणे मित्त-णाइ-सयण-संबंधि वग्गं पडिविसज्जेइ । पडिविसज्जित्ता इम एयारूवं अभिग्गहं अभिगिण्हइबारस वासाइं वोसट्टकाए चत्तदेहे जे केइ उवसग्गा समुप्पजंति, तं जहादिव्वा वा माणुसा वा तेरिच्छिया वा, ते सव्वे उवसग्गे समुप्पण्णे समाणे सम्म सहिस्सामि, खमिस्सामि, तितिक्खिस्सामि अहियासिस्सामि । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પ્રવ્રજિત થયા, ત્યારે તેઓએ મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો તથા સંબંધીઓનો ત્યાગ કર્યો અને આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો કે- હું આજથી બાર વર્ષ સુધી મારા શરીરનો ત્યાગ કરું છું, શરીર પ્રત્યેના મમત્વભાવનો ત્યાગ કરું છું. આ સમય દરમ્યાન દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી જે ઉપસર્ગો આવશે, તે સર્વ ઉપસર્ગોને હું સમભાવથી સહન કરીશ, ક્ષમાભાવ રાખીશ, શાંતિથી ઉપસર્ગોને સહન કરીશ, પ્રસન્ન ચિત્તથી સહન કરીશ. |३९ तओ णं समणे भगवं महावीरे इमं एयारूवं अभिग्गहं अभिगिण्हित्ता वोसट्टकाए चत्तदेहे दिवसे मुहुत्तसेसे कुम्मारगामं समणुपत्ते ।।
तओ णं समणे भगवं महावीरे वोसट्टकाए चत्तदेहे अणुत्तरेणं आलएणं अणुत्तरेणं विहारेणं, अणुत्तरेणं पग्गहेणं, अणुत्तरेणं संवरेणं, अणुत्तरेणं संजमेणं, अणुत्तरेणं तवेणं, अणुत्तरेणं बंभचेरवासेणं, अणुत्तराए खंतीए, अणुत्तराए मुत्तीए, अणुत्तराए तुट्ठीए, अणुत्तराए समिईए, अणुत्तराए गुत्तीए, अणुत्तरेणं ठाणेणं, अणुत्तरेणं कम्मेणं, अणुत्तरेणं सुचरियफलणिव्वाणमुत्तिमग्गेणं अप्पाणं भावेमाणे વિદ૨૬ | શબ્દાર્થ :- આન = સ્ત્રી, પુરુષ નપુંસક રહિત સ્થાનમાં રહેતા અyત્તરેખ વિરે = અનુપમ વિહારથી પુરા = પ્રયત્નથી ઉતા = ક્ષમાથી મુત્તી = નિર્લોભતાથી તદ્દન = સંતોષથી ટાર્ગ = એક સ્થાનમાં ધ્યાન કરવાથી બ્લેv = ક્રિયા અનુષ્ઠાનથી સુરિયનળિબાળત્તિમને = સદાચરણના ફળરૂપ નિર્વાણ અને મુક્તિ જેનું લક્ષ છે તથા રત્નત્રયરૂપ મુક્તિમાર્ગનું સેવન કરવાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org