________________
અધ્યયન-૧૫
_
૩૧૭ |
વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીના દીક્ષા મહોત્સવનું વિસ્તૃત વર્ણન છે. પ્રભુના દીક્ષા મહોત્સવની ઉજવણી દેવલોકના દેવો તથા માનવો બંનેએ હર્ષોલ્લાસપૂર્વક કરી.
શક્રેન્દ્ર આદિ સર્વ ઇન્દ્રો તથા સામાન્ય દેવો જાણે છે કે જે ધર્મના પાલનથી અમોને સુગતિ પ્રાપ્ત થઈ છે, તે પરમ ધર્મતીર્થના પ્રવર્તક, ધર્મબોધના દાતા, ધર્મોપદેશક તીર્થકરો જ છે, તેથી તીર્થકરોના દીક્ષા વગેરે પ્રસંગોની ઉજવણી કરીને દેવો તીર્થકરો પ્રત્યે પોતાનો અહોભાવ તથા ભક્તિભાવ પ્રદર્શિત કરે છે.
ભગવાનના દીક્ષા સમયને જાણીને ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક, આ ચારે જાતિના દેવો દેવલોકમાંથી પ્રભુના નિવાસસ્થાને ક્ષત્રિયકુંડ નગરમાં આવ્યા. ત્યાં આવીને વૈક્રિય લબ્ધિથી એક દિવ્ય દેવચ્છેદક-મંડપ તથા દેવÚદકની મધ્યમાં પાદપીઠ સહિત દિવ્ય સિંહાસન તથા એક દિવ્ય શિબિકાનું નિર્માણ કર્યું.
દેવેન્દ્રોએ પ્રભુને સિંહાસન પર પૂર્વાભિમુખ બેસાડીને શતપાક-સહસંપાક તેલથી માલિશ, સ્વચ્છ નિર્મળ જલથી સ્નાન, ગોશીર્ષ ચંદનનો લેપ વગેરે સર્વ ક્રિયાઓ કરીને દિવ્ય વસ્ત્રો અને દિવ્ય અલંકારો પરિધાન કરાવીને પ્રભુને સુસજ્જિત અને અલંકૃત કર્યા.
ત્યારપછી માગસર વદ-૧૦ના(ગુજરાતી પ્રમાણે કારતક વદ-૧૦ના) સુવ્રત નામના દિવસે, વિજય મુહૂર્તમાં હસ્તોત્તરા નક્ષત્રમાં, દિવસનો બીજો પ્રહર પૂર્ણ થયા પછી ચૌવિહારા છઠની તપસ્યા સહિત, પ્રશસ્ત અધ્યવસાય યુક્ત ભગવાન મહાવીર સ્વામીને સહસવાહિની ચંદ્રપ્રભા નામની શિબિકામાં બિરાજમાન કર્યા અને હર્ષોલ્લાસપૂર્વક પહેલાં મનુષ્યોએ અને ત્યારપછી દેવોએ તે શિબિકાને ઉપાડી. દેવોના દિવ્ય વાજિંત્રોની સુરાવલી, મનોહર નૃત્યો આદિ દ્વારા આનંદપૂર્વક કરોડો દેવો અને હજારો માનવો ભગવાનની સાથે જ્ઞાતવનખંડ ઉદ્યાનમાં આવ્યા.
ત્યાં પ્રભુ દેવકૃત સિંહાસન પર પૂર્વાભિમુખ બિરાજમાન થયા. ત્યાં બેસીને સર્વ આભૂષણો તથા વસ્ત્રોને ઉતાર્યા, વૈશ્રમણ નામના દેવે ભક્તિ ભાવપૂર્વક હંસ સમાન ઉજ્જવળ અને દિવ્ય વસ્ત્રમાં તે અલંકારો ગ્રહણ કર્યા. ત્યારપછી પ્રભુએ પંચમુષ્ટિ લોચ કર્યો. પ્રભુના કેશને શક્રેન્દ્ર વજમય થાળમાં ગ્રહણ કરીને સ્વતઃ પ્રભુની અનુમતિ લઈને તે કેશને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યા.
આ રીતે સર્વ ભૌતિક પદાર્થોનો તથા સર્વ સંબંધોનો ત્યાગ કરીને ભગવાન અકિંચન-નિષ્પરિગ્રહી બની ગયા અને ત્યારપછી તેઓએ અનંત સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને માવજીવન સર્વ સાવધયોગપાપકારી પ્રવૃત્તિના પ્રત્યાખ્યાન કર્યા અર્થાત્ સામાયિક ચારિત્રનો સ્વીકાર કર્યો. ડિવાનું ચરિત્ત અહિં સળવળમૂદિયે - તીર્થકરો આત્મ વિશુદ્ધિ માટે ચારિત્રનો સ્વીકાર કરે છે, તેમ છતાં પ્રભુના ચારિત્ર સ્વીકારવામાં જગતના સર્વ જીવોનું હિત અને કલ્યાણ સમાયેલું છે, તેથી જ સૂત્રકારે ચારિત્ર માટે “સર્વ પ્રાણ-ભૂતને હિતકારી' વિશેષણનો પ્રયોગ કર્યો છે. જે વ્યક્તિ સ્વમાં જેટલે અંશે સ્થિર થાય છે, તેટલા અંશે તે જગજીવોને પણ સંતાપ કે પીડા પહોંચાડતા નથી. જે અન્ય જીવોની રક્ષા કરે છે, તે જ સ્વમાં સ્થિર થઈ શકે છે. આ રીતે આત્મશુદ્ધિ અને જગજીવોનું કલ્યાણ પરસ્પર સાપેક્ષ છે, એક સિક્કાની બે બાજુ છે.
તીર્થકર આત્મવિદ્ધિના પરમ અને ચરમ લક્ષ જગજીવોને માટે કલ્યાણકારી એવા સામાયિક ચારિત્રમાં લીન થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org