________________
અધ્યયન-૧૫
_
| ૩૧૯ |
ભાવાર્થ:- આ પ્રમાણે અભિગ્રહ ધારણ કરીને, શરીર પ્રત્યે, મમતાનો ત્યાગ કરીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એક મુહૂર્ત(૪૮ મિનિટ) દિવસ બાકી રહ્યો હતો ત્યારે કુમાર ગામમાં પહોંચ્યા.
ત્યાર પછી શરીરની શુશ્રુષા અને મમતાના ત્યાગી શ્રમણ ભગવાન મહાવીર સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત સ્થાનના સેવનથી, તેમજ અનુત્તર વિહારથી, આ રીતે અનુત્તર સંયમ, નિયમ ગ્રહણ, સંવર, તપ, બ્રહ્મચર્ય, ક્ષમા, નિર્લોભતા, સંતોષ, પ્રસન્નતા, સમિતિ, ગુપ્તિ, કાયોત્સર્ગાદિ સ્થાન તથા અનુત્તર ક્રિયાનુષ્ઠાનથી તેમજ સમ્યક ચારિત્રના ફળ સ્વરૂપ નિર્વાણમાર્ગ-મુક્તિમાર્ગથી જ્ઞાન, દર્શન, ચારિત્રથી યુક્ત બની આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ४० एवं विहरमाणस्स जे केइ उवसग्गा समुप्पज्जति- दिव्वा वा माणुस्सा वा तेरिच्छिया वा, ते सव्वे उवसग्गे समुप्पण्णे समाणे अणाइले अव्वहिए अद्दीणमाणसे तिविह मण-वयण-कायगुत्ते सम्म सहइ खमइ तितिक्खइ अहियासेइ । શબ્દાર્થ :- અગાઉ = વ્યાકુળતા રહિત અબ્બાહા = સ્થિરતાપૂર્વક કાનાબતે = અદીનમનથી તમે સ = સમ્યક પ્રકારે સહન કર્યા = ક્ષમા કરી નિતિ = સહન કર્યા ત્યારે = નિશ્ચલભાવથી સહન કર્યા. ભાવાર્થ :- આ પ્રમાણે વિહાર કરતા ત્યાગી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ દિવ્ય, માનવીય અને તિર્યંચ સંબંધી સર્વ ઉપસર્ગોને અકલુષિત ભાવે, અવ્યથિતપણે, અદીનમનથી, મન, વચન, કાયાની ત્રણ ગુપ્તિઓથી ગુખ થઈને સમ્યક પ્રકારે સમભાવપૂર્વક સહન કર્યા, ઉપસર્ગ દાતાઓને ક્ષમા આપી તથા ઉપસર્ગોને શાંતિ અને ધર્યથી સહન કર્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રભુના સાધનાકાલનું પ્રતિપાદન છે.
સર્વસ્વનો ત્યાગ કરીને ચારિત્રના સ્વીકાર પછી સાધકોની સાધનાનો પ્રારંભ થાય છે. ચારિત્રના સ્વીકારથી સર્વ પાપપ્રવૃત્તિના ત્યાગથી આશ્રવના દ્વાર બંધ થઈ જાય છે. તેનાથી નવા કર્મોનું આગમન અટકી જાય છે, પરંતુ ભૂતકાલીન પૂર્વકૃત અનંતાનંત કર્મોનો ક્ષય કરવા માટે સાધનાનો પુરુષાર્થ કરવો પડે છે. પ્રભુનો અભિગ્રહ:- પ્રભુએ સંયમ સ્વીકાર પછી સાધનાના પ્રારંભમાં દઢતમ સંકલ્પ કર્યો કે લક્ષ્ય સિદ્ધિ ન થાય ત્યાં સુધી અર્થાતુ બાર વર્ષ સુધી શરીરની સેવા-સુશ્રુષા તથા શરીરની આસક્તિનો ત્યાગ કરીશ અને તે કાલ દરમ્યાન મારા પૂર્વકૃત કર્મોના ઉદયે દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી જે ઉપસર્ગો કે પરિષહો આવશે તેનો આંશિક પણ પ્રતિકાર કર્યા વિના સમભાવથી સહન કરીશ.
સમસ્ત જીવો પ્રતિ મૈત્રીભાવ રાખીશ. ઉપસર્ગો આપનારને પણ મિત્ર સમજીને ક્ષમાભાવ રાખીશ, પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધૈર્યપૂર્વક શાંતિ અને સમાધિભાવ રાખીશ. પ્રભની સાધના - શરીરની આસક્તિ અનેકાનેક સાવધ અનુષ્ઠાનોનું સર્જન કરે છે તેથી સાધકો શરીરના લક્ષ્યને ઘટાડવા માટે કાયોત્સર્ગ, ધ્યાન વગેરે પ્રયોગો કરે છે. પરમાત્મા મહાવીર સ્વામી દીક્ષા લઈને આત્મભાવમાં સ્થિર થવા માટે પર સહાયથી મુક્ત અને નિઃસ્પૃહ બની એકાકીપણે કાયોત્સર્ગ, ધ્યાનમાં લીન રહેવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org