________________
૩૦૬ ]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
जोगोवगएणं अभिणिक्खमणाभिप्पाए यावि होत्था । શબ્દાર્થ :- MI Mાથપુરે = પ્રસિદ્ધ જ્ઞાત પુત્રાયવુવિધ્વર = જ્ઞાતકુળના ઉત્તરદાયિત્વથી વિનિવૃત્ત અથવા જ્ઞાત કુળમાં ચંદ્ર સમાન આફ્લાદકારક હતા, મુક્ત હતા વિર = વિશિષ્ટ દેહવાળા બિલિ0 = ત્રિશલાદેવીના પુત્ર હોવાથી ભગવાનને વિદેહદિન્ન કે વિદેહદત્ત કહે છે વિનવે = વિદેહાર્ચ અર્થાતુ ત્રિશલા માતાની કુક્ષિમાં ઉત્પન્ન થવાના કારણે વિદેહાર્ચ વિકેદભૂમાને = વિદેહસુકુમાર સનત્તપણે = પ્રતિજ્ઞાપૂર્ણ થવા પર(ગર્ભ સમયની પ્રતિજ્ઞા) વિશ્વ = છોડીને વત્ત = સેનાને વાર = વાહનને ધન-વણ -રય- સંતસારસાવજે = ધન, કનક, રત્ન આદિ સારભૂત સત્ત્વ યુક્ત પદાર્થોનો વિશ્વ = છોડીને નિકળવત્તા = દાન શાળામાં ધનને ખુલ્લું મૂકીને વિસાગરા = દાન આપીને રવાનું જે પમાડા = સંબંધીઓને ભેટ આપીને, જ્ઞાતિજનોમાં ભાગ વહેંચીને સંવર
= વર્ષીદાન આપીને. ભાવાર્થ :- તે કાલે અને તે સમયે જ્ઞાતપુત્રના નામથી પ્રસિદ્ધ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ્ઞાતકુળના ઉત્તરદાયિત્વથી વિનિવૃત્ત-મુક્ત હતા, અથવા જ્ઞાતકુળમાં ચંદ્રની જેમ સર્વને આનંદ આપનાર હતા, વિદેહ-દેહાસક્તિથી રહિત અથવા વિશિષ્ઠ દેહવાળા અર્થાત્ વજઋષભનારાચ સંઘયણ તથા સમચતુરસ સંસ્થાનવાળા હતા, વિદેહદત્ત-ત્રિશલા માતાના પુત્ર, ત્રિશલા માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા શરીરથી સુકુમાર હતા. તેઓ ત્રીસ વર્ષ ઘરમાં રહ્યા. માતા-પિતા આયુષ્ય પૂર્ણ કરી દેવલોકને પ્રાપ્ત થયા, ત્યારે પોતાની ગર્ભમાં લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ થતાં ચાંદી, સોનું, સેના, વાહન, ધન, ધાન્ય, રત્ન આદિ સારભૂત વસ્તુઓનો ત્યાગ કરી, યાચકોને યથેષ્ટ દાન આપી, દાનશાળામાં ધન ખુલ્લું મૂકીને અર્થાત્ દાન કરી, પોતાના સંબંધીઓમાં પદાર્થોનું યોગ્ય વિભાજન કરી, સંવત્સરિક(વાર્ષિક)દાન આપી, હેમંતઋતુના પ્રથમ માસના પ્રથમ પક્ષના અર્થાત્ માગસર વદ દશમના દિવસે ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ થયો ત્યારે દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા કરી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના અભિનિષ્ક્રમણના સંકલ્પનું નિરૂપણ છે.
પ્રભુ મહાવીર સ્વામીનો આત્મા યુવાવસ્થામાં સંસારમાં રહેવા છતાં કામભોગો પ્રતિ ઉદાસીન, અલિપ્ત અને વિરક્ત હતો. તેઓ પૂર્વકૃત કર્મોના ઉદયને જ્ઞાતા-દૃષ્ટાભાવે ભોગવી રહ્યા હતા. સન્મત્ત પum :- પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. પ્રભુની કઈ પ્રતિજ્ઞા હતી અને તે કેવી રીતે પૂર્ણ થઈ, તેનું કથન મૂળ પાઠમાં નથી પરંતુ ગ્રંથોના આધારે કહી શકાય કે
જે સમયે ભગવાન ગર્ભમાં આવ્યા તે સમયે પોતાના હલન ચલનથી માતાને દુઃખ ન થાય તેવા માતૃ ભક્તિના ભાવથી ભગવાને પોતાના શરીરને સ્થિર કર્યું, પરંતુ આ પ્રક્રિયાથી માતાના મન ઉપર વિપરીત અસર થઈ, માતાને લાગ્યું કે મારો ગર્ભ નષ્ટ થઈ ગયો છે કે શું? તે વિચારે માતા ખૂબ જ દુઃખી થઈ ગયા. માતાના દુઃખથી સંપૂર્ણ પરિવાર શોકમાં ડૂબી ગયો. અવધિજ્ઞાનથી ભગવાને માતાની વ્યથાને જાણીને હલનચલન શરૂ કરી દીધું અને ત્યારે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી માતા-પિતાની હાજરી હશે ત્યાં સુધી દીક્ષા લઈશ નહિ. માતાપિતાનો વિયોગ થતાં પ્રતિજ્ઞા પૂર્ણ થઈ અને પ્રભુએ સર્વસ્વનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો અને માગસરવદ ૧૦ના દિવસે(ગુજરાતી પ્રમાણે કારતક વદ ૧૦ના દિવસે)દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા પ્રગટ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org