________________
અધ્યયન-૧૫
_.
૩૦૫ |
= અંતિમ મારણાંતિકારી સંત્તેહગાર વિચારતા = સંલેખનાથી શરીરને સૂકવીને. ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના માતાપિતા પાર્થાપત્ય અર્થાતુ પાર્શ્વનાથ ભગવાનના અનુયાયી હતા. તેઓ બંને શ્રાવક ધર્મનું પાલન કરનાર શ્રમણોપાસક અને શ્રમણોપાસિકા હતા. તેઓએ ઘણા વર્ષો સુધી શ્રાવક ધર્મનું પાલન કરીને અંતિમ સમયે છકાય જીવોની રક્ષા માટે પાપની આલોચના, નિંદા અને ગહ કરી, તેમજ પાપ દોષોનું પ્રતિક્રમણ કરીને મૂળગુણ તથા ઉત્તરગુણોનું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વીકારીને, દર્ભનો સંથારો પાથરીને, ભક્ત પ્રત્યાખ્યાન નામના સંથારાનો સ્વીકાર કર્યો. ચારેય પ્રકારના આહારપાણીનો ત્યાગ કરીને અંતિમ મારણાંતિક સંખનાથી શરીરને સૂકવીને, કૃશ કરીને, કાળના સમયે કાલધર્મ પામીને, આયુષ્ય પૂર્ણ કરીને, આ શરીરને છોડીને, અય્યત દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
ત્યાર પછી દેવ સંબંધી આયુ, ભવ(જન્મ) અને સ્થિતિનો ક્ષય કરીને, ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરી, સંયમ સ્વીકારી, અંતિમ શ્વાસોચ્છવાસ દ્વારા સિદ્ધ, બુદ્ધ, મુક્ત તેમજ પરિનિર્વાણને પામશે અને સર્વદુઃખોનો અંત કરશે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના માતાપિતાની શ્રાવક ધર્મની સાધના તથા અંતિમ આરાધનાનું કથન છે.
ભગવાન મહાવીર સ્વામીના માતા-પિતા ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના ઉપાસક હતા. ત્રેવીસમા અને ચોવીસમા તીર્થકર વચ્ચે અઢીસો વર્ષનું અંતર હોવાથી ભગવાન મહાવીર સ્વામીના જન્મ સમયે પાર્શ્વનાથ ભગવાનનું શાસન પ્રવર્તમાન હતું, સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીએ પાર્શ્વનાથ પ્રભુના સાધુઓ પાસે શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો હતો.
જે કુળમાં તીર્થકરો જન્મ ધારણ કરવાના હોય, તે કુળ ઊચ્ચ સંસ્કારોથી સંસ્કારિત હોય છે. ભગવાનના માતા-પિતા પણ રાજકીય સુખમાં, અનુકૂળ વિષય ભોગમાં આસક્ત થયા વિના ગૃહસ્થ જીવનમાં શ્રાવક ધર્મના પાલન દ્વારા સંયમિત જીવન જીવી રહ્યા હતા.
અંત સમયે આલોચના અને પ્રતિક્રમણ પૂર્વક આરાધક ભાવે અંતિમ આરાધના રૂપ સંથારા સહિત આયુષ્ય પૂર્ણ કરીને બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા. દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરીને સંયમ-તપ દ્વારા સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરશે. દીક્ષા ગ્રહણનો સંકલ્પઃ१४ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे णाए णायपुत्ते णायकलविणिव्वए विदेहे विदेहदिण्णे विदेहजच्चे विदेहसमाले तीसं वासाई विदेहे त्ति कटु अगारमज्जे वसित्ता अम्मापिऊहिं कालगएहिं देवलोगमणुप्पत्तेहिं समत्तपइण्णे चिच्चा हिरण्णं, चिच्चा सुवण्णं चिच्चा बलं, चिच्चा वाहणं, चिच्चा धण-कणग-रयण-संतसारसावएज्ज, विच्छत्तिा विग्गोवित्ता, विस्साणित्ता, दायाएसु णं दायं पज्जभाइत्ता, संवच्छरं दलइत्ता, जे से हेमंताणं पढमे मासे, पढमे पक्खे मग्गसिरबहुले, तस्स णं मग्गसिरबहुलस्स दसमीपक्खेणं हत्थुत्तराहिं णक्खत्तेणं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org